દયાબેનનો આ હોટ અવતાર હાલમાં ધડાધડ થઇ રહ્યો છે વાયરલ, જોઇ લો તસવીરોમાં તમે પણ

નાના પડદના કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્માં ઘણીવાર ચર્ચામાં રહે છે. વર્ષ 2008માં આ શો ટીવી પર પહેલી વાર પ્રસારિત થયો હતો અને આજ સુધી આ શોને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. આ શોના દરેક પાત્રને દર્શકો ખૂબ જ પસંદ કરે છે પછી એ જેઠાલાલ હોય, બબીતાજી હોય કે પછી દયાબેન હોય. આ શોમાં મુખ્ય ભૂમિકા નિભાવનારી દયાબેન એટલે કે દિશા વકાણી પણ લોકોની ફેવરિટ છે. હાલમાં જ એમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેના પર એમના ફેન્સ ઘણી બધી પ્રતિક્રિયા આપી રહ્યા છે

image source

વાત જાણે એમ છે કે આ વાયરલ વિડીયો ફેસ એપની મદદથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહેલી અભિનેત્રીને એક ફેને દયાબેનનો ચહેરો આપી દીધો છે. અને આ વીડિયોને દયાબેનના કોઈ ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દયાબેન એટલે કે દિશા વકાણી વિદેશી અંદાજમાં દેખાઈ રહી છે.

image source

આ વીડિયોમાં સીન હોલીવુડ ફિલ્મનો છે જેમાં ફેસ એપની મદદથી એડિટિંગ કરવામાં આવ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પહેલા તો દયાબેન ઉર્ફે દિશા વકાણી કંઈક વિચારી રહી હોય છે અને પછી અચાનક જ એ શોપિંગનો મૂડ બનાવી લે છે પણ એ જેવી શોપિંગ માટે નીકળે છે તેવી જ રસ્તામાં પડી જાય છે. ક્યારેક એ ભાગતી દેખાય છે તો ક્યારેક ગન લઈને ફાયર કરતી દેખાય છે. હવે દયાબેનનો આ ફની વિડીયો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણા કલાકારોના આવા જ ફની વિડીયો આવ્યા હતા જેમાં અન્ય કોઈના ચહેરા પર એમનો ચહેરો એડિટ કરી દેવામાં આવ્યો હતો. વાત કરીએ દિશા વકાણીની તો એમને તારક મહેતા કા ઉલટા ચશ્મા શોનો જીવ માનવામાં આવે છે. અને એ જ કારણ છે કે દર્શકો આજે પણ આતુરતાથી દયાબેન શોમાં ક્યારે પરત ફરશે એની રાહ જોઈ રહ્યા છે અને મેકર્સ પણ એ જ કોશિશમાં છે કે દિશા વકાણી એટલે કે સૌની પ્રિય દયાભાભી શોમાં પરત ફરે.

image source

આ બધાની વચ્ચે તારક મહેતા કા ઉલટા ચશ્માંના દર્શકો માટે એક ખુશ ખબર એ પણ છે કે આ શોનું એનિમેટેડ વર્ઝન રિલીઝ થઈ ચૂક્યું છે અને એ દર્શકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યું છે. એમ બધા જ પાત્રો એનિમેટેડ રૂપમાં દેખાઈ રહ્યા છે. તો દયાબેન પણ આ શોમાં તમને જરૂર જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!