ડાકોરના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 7 મહિલાને મંદિરમાં લઈ જઈ કર્યાં દર્શન, મનાઈ હતી તો ધક્કો મારીને ઘુસી ગયો

ડાકોર યાત્રાધામ તરીકે ખુબ જ વખણાઈ છે અને જગ પ્રસિદ્ધ છે. ત્યારે હાલમાં આ ધામ ચર્ચામાં આવ્યું છે. જેનું કારણ પણ એક વિવાદ છે. ડાકોરના ઈતિહાસમાં પહેલી વખત આ ઘટના સામે આવી છે અને હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ ડાકોરમાં ભગવાનના ગર્ભગૃહમાં સાત મહિલા સાથે વારાદારી સેવકના પ્રવેશને લઇ હાલમાં વિવાદ ઉભો થયો છે. સવારના સમયે નિજ મંદિરમાં પ્રવેશી રહેલા સેવકને નોકરી પર હાજર પટાવાળાએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ધક્કો મારી મહિલાઓ સાથે સેવકે નિજ મંદિરમાં પ્રવેશ કર્યો અને હવે આ જ કારણે વિવાદ વકર્યો છે.

image soucre

આ રીતે સેવકે ભગવાનનાં ચરણ સ્પર્શ કરતાં સમગ્ર મામલો પોલીસ મથક સુધી પણ પહોંચી ગયો હોવાની વાત સામે આવી છે. વધારે ચર્ચા એ માટે કરવામાં આવી છે કે આવું ઈતિહાસમાં પ્રથમ વખત થયું છે. ડાકોર મંદિર ટ્રસ્ટ તરફથી પોલીસને આપેલી એક અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે પરેશભાઇ રમેશચંદ્ર સેવક નામની વ્યક્તિએ આજે સવારના સમયે 7 મહિલા સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે આ વ્યક્તિએ મંદિર નીતિ-નિયમો વિરુદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીનાં ચરણ સ્પર્શ કરાવ્યા હતા.

image source

હવે આ માહિતી સામે આવી રહી છે અને ચારેકોર વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શખ્સે આ ટેમ્પલ કમિટીના નીતિ-નિયમ વિરુદ્ધનું કૃત્ય વારાદારી સેવકે કરીને પંરપરાના ધજાગરા ઉડાવ્યા છે. મળેલી અરજી અનુસંધાને પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ કરવામાં આવી રહી છે. જે પણ ગુનેગાર હશે એમને સજા આપવાની પણ માગ કરવામાં આવી રહી છે. સમગ્ર વિવાદ જેને કારણે ઊભો થયો છે તે પરેશભાઇ રમેશચંદ્ર સેવકે પણ પોતાની વાત કરી હતી.

image source

સેવકે આ સમગ્ર ઘટના અંગે વાત કરી કે આજે અમારા પરિવારનો સેવાનો વારો હતો. અમારો વારો હોય ત્યારે હું મારા પરિવારના કોઇપણ સભ્યને દર્શન કરવા લઇ જઇ શકું છું. મારા વારાદારીઓ કે સેવકો કોઇને કશું પૂછવાનું નથી હોતું. અમે અમારા પરિવારના સભ્યોને નિજ મંદિરમાં લઇ જઇ શકીએ. જેમને હું મારી સાથે લઇ ગયો હતો એ મારી પત્ની અને મારા ભાભી સહિતનાં પરિવારના સભ્યો જ હતાં. કોઈ બહારની સ્ત્રીઓ નહોતી. ડાકોર ટેમ્પલ બોર્ડ દ્વારા હવે આ મુદ્દે અરજી પણ આપવામાં આવી છે.

image source

જો કે હાલમાં એન.એમ.ઝુંઝા, પીએસઆઇ, ડાકોરે જણાવ્યું હતું કે મહિલાઓ નિજ મંદિર પ્રવેશ કરી શકે કે નહીં એ મંદિરનો વિષય છે. મેનેજરે અરજી આપી છે, જેમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો છે એ બાબતનો ઉલ્લેખ કરાયો છે. સમગ્ર બાબતે જવાબ લેવાની કાર્યવાહી ચાલુ છે. જેણે પણ કાયદાના ભંગ કર્યો હશે એમને સજા થશે. હાલમાં સમગ્ર બાબતે અમે પોલીસને જાણ કરી કાયમી બંદોબસ્ત માગ્યો છે, જેથી ફરી આવો બનાવ ન બને. મહિલાઓ નિજ મંદિરમાં પ્રવેશ કરી શકે કે કેમ એ બાબતે નિયમોમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સામાન્ય રીતે મહિલાઓને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી એ હાલનો માહોલ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે કયો નિયમ આવે છે અને શું કોઈને સજા થશે કે કેમ એ પણ વિચારવાની વાત રહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!