આને કહેવાય નસીબ, 7 વર્ષ પહેલાં દુકાનનું નામ રાખ્યું કોરોના, હવે થઈ રહ્યો છે અઢળક વેપાર

કોવિડ 19 મહામારી આવી ત્યારથી, ‘કોરોના’ શબ્દ દરેક લોકોના જીભ પર રમી રહ્યો છે. આ વિશ્વવ્યાપી મહામારી 7 વર્ષ પહેલા કેરળમાં એક વ્યક્તિએ તેની દુકાનનું નામ ‘કોરોના’ રાખ્યું હતું. જો કે, હવે આ દુકાન મોટાભાગના લોકોનું ધ્યાન તેના સામાનને કારણે નહીં પરંતુ નામના કારણે ખેંચી રહી છે.

કોટ્ટયમનો જ્યોર્જ આ દુકાનનો માલિક છે. તેણે સાત વર્ષ પહેલાં તેનું નામ કોરોના રાખ્યું છે. પરંતુ તેને ખ્યાલ નહોતો કે એક દિવસ આ નામથી દુનિયા ગભરાશે અને તે તેની દુકાનને પ્રખ્યાત કરશે. તેમનું કહેવું છે કે કોરોના રોગચાળા પછીથી વધુ લોકો તેની દુકાન પર આવવાનું શરૂ કરી દીધા છે.

જ્યોર્જ જણાવે છે, “કોરોના એ લેટિન શબ્દ છે જેનો અર્થ ક્રાઉન (તાજ) એવો થાય છે.” મેં આ નામ સાત વર્ષ પહેલાં મારી દુકાન પર રાખ્યું છે. હવે આ નામ તેમના ધંધા માટે સારું સાબિત થઈ રહ્યું છે. ”આ દુકાનમાં તમને રસોડા અને કપડાની વસ્તુઓ, છોડ અને પોટ્સ જોવા મળશે.

આ સાથે જ ગુજરાતમાં વાત કરીએ તો દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાવાદમાં પણ 57 કલાકનું કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેનો અમલ આજે રાત્રે 9 વાગ્યાથી થશે. ત્યારે કેન્દ્રની આરોગ્ય ટીમ પણ ગુજરાતમાં ધામા નાંખવા આવી રહી છે. ત્યાં જ અમદાવાદમાં કરફ્યૂની અમલવારીને લઈ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ, AMC કમિશનર અને કલેક્ટર બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આજે સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને હાઇપાવર કમિશનની બેઠક યોજાઇ હતી. જેમા કર્ફ્યૂની ગાઈડલાઈન અને જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરનામા અંગે જાણકારી આપી હતી. અને વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, રાજ્યની પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી. સ્થિતિ કંટ્રોલમાં છે. સોશિયવ મીડિયામાં જે અફવાઓ સામે આવી રહી છે. તેના પર વિશ્વાસ ન કરો. સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ છે.

image source

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં લાગેલા 57 કલાકના કરફ્યૂ વિશે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે અને સ્થિતિને પહોંચી વળતા કરફ્યૂ રાખવુ જરૂરી બની ગયું છે. આપણને તહેવારોની ઉજવણી દરમિયાન કોરોનાને આમંત્રણ આપ્યું હતું. જેના કારણે સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છેકે, આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આવતી કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં માત્ર રાતના 9થી સવારના 6 સુધી જ કર્ફ્યૂ રહેશે.

આ દરમિયાન નીતિનભાઇએ જણાવ્યું કે, હાઇપાર કમિશનની બેઠકમાં કરફ્યૂના અમલ વિશે અને તેના નોટિફિકેશન વિશે ચર્ચા થઇ છે. સાથે જ જે લોકો દિવાળી વેકેશન દરમિયાન રાજ્યની બહાર ગયા છે અથવા શહેરની બહાર ગયા છે તેમને પાછા લાવવા અંગે પણ ચર્ચા થઇ છે. આ દરમિયાન નીતિનભાઇએ એવું પણ કહ્યું કે, સોશિયલ મીડિયામાં ખોટો માહોલ ઉભો કરાયો છે. જોકે સ્થિતિ એવી નથી. હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ છે.

image source

ગુજરાતની સૌથી મોટી 1200 બેડ ધરાવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવીડ-19ના 971 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતની સૌથી મોટી 1200 બેડની અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોવીડ-19 હોસ્પિટલ 971 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. 60 બેડ અને 60 બેડ એટલે કે 120 અમદાવાદ સિવિલમાં વધારાના સૂચના આપી છે. સોલા હોસ્પિટલમાં પણ આ પ્રકારે વધારો કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ ૩૦૦ બેડ છે તે પૈકી 230 ઓક્સિજન બેડ મોટાભાગના ભરાઇ ગયા છે. સોલા અને ગાંધીનગર હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ