ચમત્કાર: ગંગા નદીમાં તરતી પેટીમાં મળી 22 દિવસની દીકરી, સાથે માતા દુર્ગાની તસવીરો અને કુંડળી પણ હતી

કોરોના દરમિયાન માતા પિતા ગુમાવનાર અનેક બાળકો અનાથ બન્યા છે. આવા કિસ્સાઓમા ઘણી જ્ગ્યાએ સબંધીઓ દ્વારા બાળકોને દત્તક લેવાઇ રહ્યા છે તો વળી બીજી તરફ ક્યાક રસ્તે તો ક્યાક મદિરે કે પછી નદીમા માસુમ બાળકોને તેમના હાલ પર છોડી દેવામા આવી રહ્યા છે. બાળકોના આઅ રીતે મળી આવતા કિસ્સાઓ હવે લોકડાઉન પછી અવારનવાર સામે આવી રહી છે જેથી અનાથ આશ્રમોમા બાળકોની સંખ્યા વધી રહી છે. હાલમા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગાઝીપુર જિલ્લામાં બુધવારે 22 દિવસની એક નાનકડી બાળા ગંગા નદીમાં લાકડાના ડબ્બામાં તરતી મળી આવી હતી.

આ અંગે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશ સરકાર બાળકીની સંપૂર્ણ જવાબદારી લેશે અને તેના યોગ્ય ઉછેરની ખાતરી કરશે. મળતી માહિતી મુજબ દાદરી ઘાટ નજીક એક બોટ મેને અચાનક જ એક બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હતો.

ત્યારબાદ તેની નજર પાણીમા તરી રહેલા એક લાકડાના બોક્સ પર પડી હતી. તેણે તરત જ તે બોક્સ નજીક પોતાની નાવ લીધી અને તે બોક્સને ખોલ્યુ હતુ. આ બોક્સમા એન નાનકડી બાળકીને જોતા જ તેના પણ હોશ ઉડી ગયા હતા.

જાણવા મળ્યુ છે કે તે બોક્સની અંદર હિન્દુ દેવ-દેવીઓ અને બાળકની કુંડળીનાં ચિત્રો રાખવામાં આવ્યાં હતાં અને બાળકીને એક દુપટ્ટામાં લપેટી હતી. આ પછી તેણે પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી અને પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. આ પછી આ બાળકીને આશા જ્યોતિ સેન્ટર લઈ જવામા આવી અને ત્યારબાદ તેની તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ બાળકી ગંગા નદીમાંથી મળી આવવાને કારણે તે બાળકીનું નામ ‘ગંગા’ રાખવામાં આવ્યું છે.

આ અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. થોડા સમય પહેલા જ વડોદરામાં પ્રાઈવેટ હોસ્પિટલ ચલાવતા ડોક્ટર અમન અને મલ્લિકા ખન્ના એક બાળક દત્તક લીધુ હતુ જે તેમને બનાસકાંઠામાં બ્રિજ પાસે ગંભીર અવસ્થામાં પડેલું મળ્યુ હતું. આ બાળક આરવનું વજન માત્ર દોઢ કિલો હતું અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.

તેને મહિનાઓ સુધી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને જ્યારે રજા આપવામાં આવી ત્યારે હોસ્પિટલ તરફથી મેડિકલ સર્ટી આપવામાં આવ્યું જેમાં લખવામાં આવ્યુ હતું કે તેને ‘સ્પેશિયલ કેર’ની જરુર છે. તે કેસમા મેડિકલ ફાઈલ પ્રમાણે તે viral encephalitisથી પીડાયો હતો અને તેનો શારીરિક વિકાસ પણ ધીમો છે. તે ચાલી પણ શકતો ન હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong