કારને હંમેશા ટીપટોપ રાખવી હોય તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

ગાડીની સારસંભાળ રાખવી બહુ જરૂરી છે. જો ગાડી વ્યવસ્થિત અને સારી હોય તો તમે તેના શાનદાર ડ્રાઇવિંગની મોજ માણી શકો છો. જો તમે નિયમિત રીતે કારની સર્વિસ કરાવતા રહો તો કારની માઇલેજ અને પરફોર્મન્સ પણ સારું રહેશે. રેગ્યુલર સર્વિસિંગ કરાવતા રહેવાથી કારને મોટા ખર્ચથી પણ બચાવી શકાય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમારી કારને ફિટ રાખવામાં સહાયરૂપ બનશે અને તેનું પરફોર્મન્સ પણ સારું રહેશે.

એન્જીન ઓઇલ

image source

કારનું એન્જીન દમદાર રહે તે માટે સમયાંતરે એન્જીન ઑયલ બદલાવું જોઈએ. આ માટે તમારે નિયમિત રીતે કારનું એન્જીનનું ઑયલ લેવલની તપાસ નિયમિત કરવી જોઈએ. જો તમે કારને ધૂળ, માટી અને ઉબડ ખાબડ રસ્તાઓ પર વધારે ચલાવો છો તો તમારે કારના એન્જીન ઑયલની વધુ તકેદારીથી બદલતા રહેવું જોઈએ. એક્સપર્ટના કહેવા મુજબ વાહન કંપનીઓ એક ચોક્કસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ વાહનમાં નવું ઑયલ બદલવાની સલાહ આપે છે અને આપણે કારની આવરદા વધારવા માટે તેનું પાલન કરવું જોઈએ. વારંવાર ઑયલ બદલવું તમારા ખિસ્સા પર વધુ વજન નાખી શકે. એન્જીન ઑયલનું લેવલ જાણવા માટે ડીપ સ્ટીકનો ઉપયોગ કરવો અને એર ફિલ્ટરને પણ સમયાંતરે સાફ કરતા રહેવું જોઈએ. એન્જીનમાં ગંદકી જમા થઈ જવાથી પણ વધુ ઇંધણ વપરાતું હોય છે.

નિયમિત સમયે સર્વિસ

image source

ગાડીની સર્વિસ યોગ્ય અને નિયમિત સમયે કરાવતા રહેવું જોઈએ. આ સાથે જ કારને નિયમિત સમયે ધોવી જોઈએ અને ક્લિનિંગ કરવું જોઈએ. દરરોજ સાફ સફાઈ અને તેને ધોવાથી કારની આવરદા વધે છે. યોગ્ય સમયે સર્વિસ કરાવવાથી કાર અચાનક કોઈ બ્રેક ડાઉન જેવી ઘટનાથી બચી શકે છે. કારની સફાઈ અને ધોવા માટે શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય કારને ધોવા માટે ઘરના લિકવિડ કે ડિટરજન્ટ કે ડિશ ક્લીનરનો ઉપયોગ બિલકુલ ન કરવો. તેના કારણે કારનો કલર બગડી શકે છે. કારની અંદર સંવેદનશીલ ભાગોમાં પાણી ન નાખવું જોઈએ.

બેટરી ચેકઅપ

image source

કારની બેટરીનું ચેક અપ અને સાર સંભાળ ઘણું જરૂરી છે. મોટાભાગની કારની બેટરી મેન્ટેનન્સ ફ્રી હોય છે એટલા માટે તેમાં દર વખતે ઇલેક્ટ્રોલાઈટનું સ્તર ચેક કરવાની જરૂર નથી રહેતી. જો તમારી કારની બેટરી આ પ્રકારની ન હોય તો તમારે તેનું ઇલેક્ટ્રોલાઈટ લેવલ નિયમિત રીતે ચેક કરવું જોઈએ. બેટરીમાં વોટર લેવલ નીચલા સ્તર પાર ન જવું જોઈએ. એવું ટાહ્ય તો બેટરી ખરાબ થઈ જવાની શકયતા રહે છે. જો કારની બેટરીમાં પાણી ઓછું હોય તો તેમાં ડિસ્ટીલ્ડ પાણી નાખવું જોઈએ. તેમાં ભૂલથી પણ સામાન્ય પાણી ન નાખવું કારણ કે જો તેમાં સામાન્ય પાણી નાખવામાં આવે તો બેટરી સંપૂર્ણ રીતે ખરાબ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong