BREAKING: નાઈટ કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર, જાણો નવા વર્ષેથી કેટલા વાગ્યાથી રહેશે કર્ફ્યૂ

કોરોનાકાળ વચ્ચે નવુ વર્ષ અને મકરસંક્રાતિના તહેવારને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આજે મળેલી બેઠકમાં નાઈટ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. નોંધનિય છે કે દિવાળી બાદ કોરોનાના કેસો વધતા રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

image soucre

1 જાન્યુઆરીથી ગુજરાતના મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. રાત્રિ કર્ફ્યુના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને રાત્રિ કર્ફ્યુમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ છે. બીજી તરફ વેપારી સંગઠનોએ સમયમાં ફેરફારની માંગ કરી રહ્યાં હતા. નોંધનિય છે કે નાઈટ કર્ફ્યૂના કારણે ખાણી પીણી બજારથી લઈને અન્ય ઘણા વેપારમાં મુશ્કેલી આવી રહી હતી. જેથી રાજ્ય સરકારે એક કલાક મોડો નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

વેપારીઓને થોડી રાહત મળશે

image source

તો બીજી તરફ 31 ડિસેમ્બરને લઈ અમદાવાદ પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. 31 ડિસેમ્બરે રાત્રે બહાર ફરતા લોકોની ડૉક્ટરી તપાસ થશે. જો નશો કર્યો હશે તો સીધા હોસ્પિટલમાં મોકલવામાં આવશે. કોરોનાના કારણે આ વર્ષે બ્રેથ એનલાઇઝર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઇ બંદોબસ્તમાં 7 DCP, 14 ACP ખડેપગ રહેશે. ઉપરાંત પોલીસ ખાનગી જગ્યાએ પણ ચેકિંગ કરશે. કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુક્સાન સહન કરવું પડી રહ્યું છે. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી છે. નાતાલથી ઇસુના નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહે છે, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો છે. જેને કારણે વેપારીઓને થોડી રાહત મળશે.

ચાઈનીઝ દોરાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

image source

તમને જણાવી દઈએ કે સૌના મનપસંદ તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે. વધુમાં અમદાવાદમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે. આ વર્ષે કોરોનાને કારણે વધુ સાવચેતી રાખવાની પોલીસે અપીલ કરી છે.

છારાનગરમાં પોલીસની મેગા ડ્ર્રાઈવ

image soucre

તો બીજી તરફ 31 ડિસેમ્બરને પગલે અમદાવાદના સરદાર નગર નજીક આવેલા છારાનગરમાં પોલીસે મેગા ડ્ર્રાઈવ યોજી હતી. દારૂની તપાસ અંગેની પોલીસે રેડ કરી હતી. 100 જેટલા પોલીસ કર્મીઓને સાથે રાખીને ડીસીપી ઝોન-4 ની અધ્યક્ષતામાં પ્રોહિબિશન ડ્ર્રાઈવ યોજાઈ હતી. પોલીસની મેગા ડ્રાઇવને લઇને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ