ભૂલથી એક્સપાયર ટેબલેટ ખાઇ લેશો તો શું થશે? શું આ દવા બની જાય છે ઝેર? જાણો અહીં તમામ માહિતી

દવાઓ ખરીદતી વખતે અનેક પ્રકારની ખાસ વાતો ધ્યાનમાં રાખવી પડે છે. કોઇ મેડિકલ સ્ટોરમાં દવા ખરીદતી વખતે તમે પણ તેની એક્સપાયરી ડેટ પર એક વાર નજર જરૂર નાંખતા હશો. દવાઓ વિશે કદાચ જ તમને એટલો ખ્યાલ હશે કે એક્સપાયર થઇ ચુકેલી દવાઓ ઝેર બની જાય છે અને તેની અસર પણ ખતમ થઇ જાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે દવાઓ પર લખેલી એક્સપાયરી ડેટાનો અર્થ એ બિલકુલ નથી કે એક નિશ્વિત તારીખ બાદ તે ઝેર બની જાય છે અથવા તેની અસર પૂરી થઇ ખતમ થઇ જાય છે. હવે તમારા મનમાં પણ એ જ સવાલ આવી રહ્યો હશે કે જો આવું થાય તો પછી દવાઓમાં લખેલી એક્સપાયરી ડેટનો અર્થ શું થાય છે? ચાલો હવે અમે તમને દવાઓની એક્સપાયરી ડેટ વિશે પૂરી જાણકારી આપીએ છીએ.
એક્સપાયરી ડેટનો સાચો અર્થ શું છે

image source

જો તમે કોઇપણ પ્રકારની દવા ખરીદો છો તો તેના પેક પર તમને બે તારીખો જોવા મળશે. પહેલી તારીખ મેન્યુફેક્ચરિંગની હશે અને બીજી તારીખ એક્સપાયરીની હશે. મેન્યુફેક્ચરિંગ ડેટ તે તારીખ હોય છે જે દિવસે દવા બનાવવામાં આવી છે. સાથે જ બીજી તરફ એક્સપાયરી ડેટ તે તારીખ કહેવામાં આવે છે, જે બાદ દવા નિર્માતાની દવાની સુરક્ષા અને ગેરેન્ટી પૂરી થઇ જાય છે.

image source

જી હા, એક્સપાયરી ડેટનો અર્થ એ નથી થતો કે તે તારીખ બાદ દવા ઝેર બની જાય છે. દવા પર લખેલી એક્સપાયરી ડેટનો અસલી અર્થ એ થાય છે કે તે દવાને બનાવતી કંપની નિશ્વિત તારીખ બાદ તેની સુરક્ષા અને પ્રભાવની ગેરેન્ટી નહીં લે. આ ઉપરાંત દવા નિર્માતા, કોઇપણ દવાની બોટલ ખુલ્યા બાદ તેના પ્રભાવની ગેરેન્ટી નથી લેતા. હકીકતમાં ગરમી, સૂર્યની રોશની, ભેજ અને અન્ય અનેક કારણોસર પણ દવાઓની શક્તિ પર અસર પડે છે. પરિણામે, તે પોતાની એક્સપાયરી ડેટ પહેલા જ તેની ક્ષમતા અને શક્તિ નબળી બનાવી દે છે.

એક્સપાયર થઇ ચુકેલી દવાઓને ખાવાની સલાહ નથી આપતા ડોક્ટર

image source

હવે સવાલ આવે છે કે શું એક્સપાયર થઇ ચુકેલી દવાઓને ખાઇ શકાય છે? આ સવાલ પર U.S. Food and Drug Administration કહે છે કે એક્સપાયર થઇ ચુકેલી દવાઓનું સેવન ક્યારેય ન કરવું જોઇએ. આ અનેક અજ્ઞાત બદલાવોના કારણે ખૂબ જ જોખમી છે. તેની પાછળ અનેક કારણો જણાવવામાં આવ્યાં છે જેમ કે તે દવા કંપનીથી નીકળ્યા બાદથી તમારી પાસે રહેવા સુધી કઇ રીતે સ્ટોર કરવામાં આવી હતી, તેમાં કયા પ્રકારના કેમિકલ ચેન્જ થયા હશે.

image source

જણાવી દઇએ કે એક્સપાયર દવાઓના સેવનને લઇને વધુ ટેસ્ટિંગ કે રિસર્ચ કરવામાં આવ્યાં નથી. એક રિપોર્ટ અનુસાર દવાઓ જેવી કે ટેબલેટ અને કેપ્સુલ એક્સપાયરી ડેટ બાદ પણ પ્રભાવશાળી હોય છે. જ્યારે પ્રવાહી રૂપમાં આવતી દવાઓ જેવી કે સીરપ, આંખ-કાનના ટીપાં, ઇન્જેક્શન અને ફ્રીજમાં રાખવામાં આવતી દવાઓ એક્સપાયરી ડેટ બાદ પોતાની શક્તિ ગુમાવી બેસે છે તેમ છતાં મેડિકલ એક્સપર્ટ્સ અને ડોક્ટર એક્સપાયર થઇ ચુકેલી દવાનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે કારણ કે તે અનેક રીતે આપણા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

ભૂલથી એક્સપાયર દવા ખાઇ લીધા બાદ શું કરવું

image source

એક રિપોર્ટ અનુસાર નિર્માતા પોતાની દવાઓ પર લખવામાં આવતી એક્સપાયરી ડેટમાં એક માર્જિન પીરિયડ પણ રાખે છે. ઉદાહરણ તરીકે તમે માની લો કે ABCD નામની એક દવા છે જે 2 વર્ષમાં એક્સપાયર થવાની છે. આ દવાનું નિર્માણ જાન્યુઆરી 2021માં થયું છે અને તે જાન્યુઆરી 2023માં એક્સપાયર થશે. પરંતુ કંપની તે દવા પર આશરે 6 મહિનાનો માર્જિન પીરિયડ ખતા તેની એક્સપાયરી ડેટ જાન્યુઆરી 2023ના બદલે જૂન 2022 જ રાખશે.

image source

આવુ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જો કોઇ વ્યક્તિ અજાણતા જ એક્સપાયરી ડેટના કેટલાંક દિવસો બાદ ભૂલથી તે દવા ખાઇ પણ લે તો તેને વધુ નુકસાન નહીં થાય. રિપોર્ટ અનુસાર એવા કેટલાંક કેસ જોવા મળ્યાં છે જેમાં એક્સપાયર દવા ખાધા બાદ લોકોને માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવી ફરિયાદ થઇ છે. જો તમે ભૂલથી કોઇ એક્સપાર દવા ખાઇ પણ લો તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ અને લીવર-કીડનીનો ટેસ્ટ કરાવવો જોઇએ જેથી કોઇપણ પ્રકારની સમસ્યાથી બચી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong