ભાડાના બંગલામાં કરાતા શૂટિંગમાં મોડલને મળતી હતી આ ખાસ સુવિધાઓ, જાણો કેવી રીતે કામ કરતો રાજ કુન્દ્રા

હાલમાં આપણે સૌ જાણીએ છીએ તે પોર્ન ફિલ્મો બનાવીને તેને વાયરલ કરવાના કેસમાં પોલિસે રાજ કુન્દ્રાની ધરપકડ કરી છે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે તેને 23 જુલાઈ સુધી કસ્ટડીમાં લીધો છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે આ માટેની તપાસ શરૂ કરી ત્યારે ખાસ કરીને પોર્ન ફિલ્મ બનાવનારા રાજ કુન્દ્રાના નામનો ખુલાસો થયો હતો અને પોલિસે તપાસ કરતા અનેક નામ અને કામ પણ બહાર આવ્યા.

image source

20 વર્ષની મહેનત કરનારી એક્ટ્રેસને ટાર્ગેટ કરીને તેને કોન્ટ્રાક્ટની જાળમાં ફસાવવા માટે રાજ કુન્દ્રાના વિરોધમાં પોલિસ ફરિયાદ કરાઈ પણ એ સમયે એક્ટ્રેસ પાસે ફરિયાદ હતી પમ કોઈ સબૂત ન હોવાના કારણે રાજ કુન્દ્રાને પકડવામાં આવ્યો ન હતો. 4 ફેબ્રુઆરીએ કરાયેલી ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચે પોર્ન ફિલ્મનો પહેલો કેસ રાજ કુન્દ્રા વિરુદ્ધમાં કર્યો હતો. આ પછી અન્ય બે પોલિસ સ્ટેશન લોનાવાલા અને માલવણીમાં પણ તેના માટેની ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર કેસમાં કંપનીના ભારતના હેડ ઉમેશ કામતનું નામ પણ સામે આવ્યાની માહિતિ મળી રહી છે.

image soucre

5 મહિનાની તપાસ બાદ રાજ કુન્દ્રા માસ્ટર માઈન્ડ હોવાનું સામે આવ્યું અને સાથે જ તેનું એક પ્રોડક્શન હાઉસ અને તેમાં ચાલી રહેલું પોર્ન ફિલ્મ રેકેટ સામે આવ્યું છે. તે 20-25 વર્ષની યુવતીને કોન્ટ્રાક્ટ પર રાખતો અને સાથે એક યુવતીને એક દિવસના 30-50 હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ પણ કરતો. રાજ કુન્દ્રા જ્યાં પોર્ન ફિલ્મનું શૂટિંગ કરતો તે બંગલો ભાડે રાખ્યો હતો અને તેના માટે તે 20 હજાર રૂપિયાનું ભાડુ ભરતો હતો. તપાસમાં મકાન માલિકે પોલિસને કહ્યું કે તેઓએ ભોજપુરી અને મરાઠી ફિલ્મના શૂટિંગ માટે બંગલો આપ્યો છે. શૂટિંગ સમયે સ્ટાફ સિવાય કોઈને તેમાં પ્રવેશવાની મંજૂરી હતી નહીં. આ સિવાય બંગલાને બ્લૂ કલરના પડદાથી કવર કરીને રખાતા.

image source

ઓડીશન દરમિયાન મોડલને ન્યૂડ થવાનું કહેવામાં આવતું તેમાં ખાસ કરીને બહારથી યુવતીઓ આવતી. તેમના પ્રોફાઈલ શૂટ કર્યા બાદ સિલેક્શન ટીમને મોડલ્સના ફોટો મોકલાતા અને પછી અલગ અલગ જગ્યાઓએ શૂટિંગ થતું, આ સમયે ફક્ત પ્રોડ્યુસર અને કેમેરામેન હાજર રહેતા. પહેલા નોર્મલ શૂટિંગ કર્યા હાદ બોલ્ડ સીન કરાવાતા હતા.

નશીલી દવાનો કરાતો ઉપયો

image source

જો કોઈ મોડલ્સ જોઈતા કામમાં આનાકાની કરે તો કોન્ટ્રાક્ટ અને રૂપિયા અટકાવવાની ધમકી અપાતી. આ સિવાય અહીં કોઈ ન માને કે શૂટિંગનો વિરોધ કરે તો તેને નશાયુક્ત કોલ્ડડ્રિંક પીવડાવીને પછી શૂટિંગ કરાવી લેવાતું હતું.

શિલ્પા શેટ્ટીની પણ થશે તપાસ

image soucre

આ સમગ્ર કેસના કારણે શિલ્પા શેટ્ટીએ તેનું શૂટિંગ બંધ કર્યું છે. હવે આ કેસમાં શિલ્પાનું કનેક્શન પણ શોધવાના પ્રયાસ પોલિસ કરી રહી છે. કુન્દ્રાની ઓફિસની સાથે સાથે તેની વોટ્સએપ ડિટેલ્સ અને અન્ય કેટલીક ક્લિપ મળી છે. જેનાથી તેની ધરપકડ કરાઈ છે. આ સિવાય અનેક અન્ય સેલેબ્સ અને અભિનેત્રી તથા મોડલ્સે પણ તેની વિરોધમાં ફરિયાદ કરી છે. કેટલાક આ કપલનું સમર્થન પણ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong