બેન્ડબાજા અને જાન વગર જ પરણેલા આ યુગલને જોઈ પોલીસ થઈ ગઇ ખુશ-ખુશ, પોલીસકર્મીઓએ સામેથી આપ્યા શુકનના પૈસા

ભારતમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ સમય દરમિયાન ઓછા લોકોમાં લગ્ન કરવામાં આવી રહ્યા છે કારણ કે સરકારે આ માટે ગાઈડલાઈન પાલન કરવાં ચુસ્તપણે કહેવામાં આવ્યું છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં કોવિડ પ્રોટોકલને પગલે નવી પરિણીત જોડી બાઇકથી ઘરે જઇ રહી હતી. આ વચ્ચે પોલીસે ઘરના વડીલની જેમ બન્નેને શુભેચ્છાઓ પાઠવી અને નેક પણ આપ્યું હતું.

મળતી માહિતી મુજબ આઈપીએસ અધિકારી દિપંશુ કબરાએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે અને આ કિસ્સો પંજાબનો છે તેવુ સામે આવ્યુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોયલ એનફિલ્ડમાં લગ્ન કર્યા બાદ વર-કન્યા ઘરે જઈ રહ્યાં હતા. પોલીસે બંનેને લગ્ન કરીને આવી રહેલાં જોતાની સાથે જ તેમને રોક્યાં હતાં.

એક પળ માટે તો આ દંપત્તિ પણ પોલીસે રોકયા તેથી ચોંકી ગયું હતું. તે બન્નેને રોકયા બાદ પોલીસે તે બન્નેનું સન્માન કર્યું હતું અને શગૂન પણ આપ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે જ્યાં પોલીસે તેમને સૌથી પહેલાં તો રોક્યા અને ત્યારબાદ તેમને માળા પહેરાવી અને સ્વાગત કર્યું. આ પછી પોલીસ અધિકારીઓએ વધૂને પોતે ઉંમરમાં મોટા હોવાનાં કારણે તેને નેક પણ આપ્યું.

પોલીસકર્મી ખુશ હતા કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે છે અને ઓછા લોકો સાથે લગ્ન કરીને આવી રહ્યાં છે. વીડિયો શેર કરતી વખતે આઈપીએસ અધિકારી દિપંશુ કબરાએ કેપ્શનમાં લખ્યું હતું કે ખાખી તરફથી અનોખો ઈશારો. મળતી માહિતી મુજબ આ વીડિયો તેણે 11 મેના રોજ શેર કર્યો હતો જેને અત્યાર સુધીમાં 44 હજારથી વધુ વ્યૂઝ મળ્યાં છે. આ સાથે 4 હજારથી વધુ લાઈક્સ પણ આ વીડિયો પર કરવામાં આવી છે અને 600થી વધુ રી-ટ્વીટ્સ થઈ ચૂક્યાં છે.

લોકો આ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યાં છે અને કમેન્ટ સેક્શનમાં જોઈ શકાય છે કે લોકો આ પોલીસ અધિકારીઓની આ કામગીરીને ખુબ વધાવી રહ્યાં છે. જો કે આ વીડિયો જૂનો છે તેવું જાણવા મળ્યું છે. ગયા વર્ષે મે મહિનામાં આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો અને તે સમયે પણ પંજાબ પોલીસની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!