‘બાલિકા વધુ’ની ‘આનંદી’ એ આ કામ કરવાની ચોખ્ખી પાડી દીધી ના, કારણ જાણીને તમે પણ કહેશો OMG!

બાલ વિવાહ પર આધારિત ખૂબ જ લોકપ્રિય સિરિયલ બાલિકા વધુની આનંદી એટલે કે અવિકા ગૌરને કોણ નથી ઓળખતું. અવિકાએ ખૂબ જ નાની ઉંમરમાં બાલિકા વધુ સીરિયલમાં પોતાના દમદાર અભિનયથી બધાને હેરાન કરી દીધા હતા. ત્યારથી અવિકા દરેક ઘરની લાડલી અભિનેત્રી બની ગઈ છે.

image source

અવિકા ગૌરે બાલિકા વધુ સીરિયલમાં તો શાનદાર અભિનય કર્યો જ છે એ પછી સસુરાલ સીમર કા સિરિયલમાં અવિકાએ જ્યારે રોલીનું પાત્ર ભજવ્યું હતું, ત્યારે પણ એમની ઉંમર માત્ર 15 વર્ષની હતી અને આ સીરિયલમાં અવિકાનો રોલ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો. એ પછી અવિકાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

image source

હાલના દિવસોમાં અવિકા ફેરનેસ ક્રીમની એડને ઠુકરાવવા માટે ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે અવિકા ગૌરે ત્રણ ફેરનેસ ક્રીમની એડને ઠુકરાવીને ફેન્સનું દિલ જીતી લીધું છે.

image source

વાત જાણે એમ છે કે પોતાના એક ઇન્ટરવ્યૂમાં અવિકાએ કહ્યું કે હું ફેરનેસ ક્રીમની એડ નથી કરી શકતી. બ્યુટી ક્રિમોએ એવી ઇમેજ બનાવી લીધી છે કે સુંદરતાનો મતલબ છે ગોરાપણું અને એનાથી જ તમને કોન્ફિડન્સ અને સફળતા મળે છે, પણ હું એની સાથે સહમત નથી. આપના કોન્ફિડન્સનું કારણ આપણું કામ, મહેનત અને આપણું નોલેજ હોય છે.

image source

સામાજિક રીતે પણ ફક્ત એક રંગને આદર્શ માનવું ઠીક નથી, આવા વિચારોમાં પરિવર્તન જરૂરી છે. હું ખુદ પણ આ વિચારોને બદલવા માંગુ છું. મને ફેરનેસ ક્રીમની એડથી મળતા પૈસાની ચિંતા નથી કારણ કે મારૂ એ માનવું છે કે આવા વિચારો અને આવા પ્રચારથી સમાજ પર ખરાબ અસર પડે છે. એટલે મેં ફેરનેસ ક્રીમની એડ કરવાની ના પાડી દીધી.

image source

આને વિડંબના જ કહીશું કે ખાસ કરીને લગ્નની બાબતમાં આજે પણ ગોરી છોકરીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે, એવામાં અવિકા ગૌર જેવી યુવા અને જાણીતી અભિનેત્રીનું ફેરનેસ ક્રીમની એડ માટે ના પાડવું એ સમાજ માટે એક મિસાલ છે.

image source

અવિકાને આ ત્રણેય એડ કરીને ઘણા બધા પૈસા મળવાના હતા પણ એમને પૈસાથી વધુ જરૂરી એ સમજ્યું કે એમના એવું કરવાથી સમાજ પર ખરાબ અસર પડશે. બૉલીવુડ અને ટીવી સ્ટાર્સને લાખો ફેન્સ ફોલો કરે છે એવામાં કલકરોની એ નૈતિક જવાબદારી હોવી જોઈએ કે એ એવી કોઈપણ વસ્તુને પ્રોત્સાહન ન આપે જેનાથી સમાજમાં ખોટો મેસેજ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong