બાપ રે! જર્મનીના વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કાગડા પણ સમજે છે ઝીરોનો મતલબ

કાગડાને સૌથી હોંશિયાર પક્ષી માનવામાં આવે છે. નાનપણમાં, તમે એક ચાલાક કાગડાની વાર્તા પણ વાંચી હશે, જેમાં એક તરસ્યો કાગડો ઘડામાં કાંકરી નાખીને પાણી ઉપર લાવે છે. પછી તેની તરસ છીપાવે છે. ભલે આ પક્ષીની ખોપરીમાં મગજ ખૂબ નાનું હોય, પણ તે શૂન્યનો અર્થ પણ સમજે છે. તાજેતરના અધ્યયનમાં આ વાત સામે આવી છે. આમ તો શૂન્યનો ખ્યાલ પાંચમી સદીમાં અથવા થોડો સમય પહેલાં આપવામાં આવ્યો હતો.

image source

જો કે, તે ખૂબ આશ્ચર્યજનક છે કે કાગડાઓ પણ આ અવધારમાને સમજે છે. જ્યારે કે, આ પક્ષીને ન તો કોઈ શૂન્ય વિશે તાલીમ આપવામાં આવી છે કે ન તો શીખવવામાં આવી છે. આવી સ્થિતિમાં, કાગડાઓ પણ શૂન્ય વિશે સમજે તે કેવી રીતે શક્ય છે. ચાલો પહેલા શૂન્યની અવધારણાને સમજીએ. કોઈપણ અન્ય સંખ્યાને શૂન્યમાં ઉમેરવામાં આવે, બાદબાકી કરવામાં આવે, ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે, પરંતુ શૂન્યનું અસ્તિત્વ ક્યારેય ખતમ થતું નથી.

image source

જર્મની સ્થિત યુનિવર્સિટી ઓફ તુબિનજેનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોબાયોલોજીમાં એનિમલ ફિજિયોલોજીના પ્રોફેસર આન્ડ્રિયા નિએડર કહે છે કે કોઈપણ ગણિતશાસ્ત્રી શૂન્યની શોધને મોટી સિદ્ધિ ગણે છે. જો કે, શૂન્ય વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે સામાન્ય રૂટની ગણતરીઓમાં શૂન્યનો સમાવેશ ક્યાંય નથી. ઉદાહરણ તરીકે, જો ટોપલીમાં ત્રણ સફરજન હોય, તો પછી તમે તેમને એક, બે, ત્રણ દ્વારા ગણાવી શકો છો.

image source

એન્ડ્રીયા નિએડર કહે છે કે શૂન્ય પણ ખાલીપણું રજૂ કરે છે, પરંતુ કાગડાઓના સંબંધમાં તે સંપૂર્ણપણે અલગ છે. અભ્યાસ દરમિયાન, આપણે કાગડાઓનાં મગજ વાંચવાની કોશિશ કરી, તે જાણવા મળ્યું કે તેઓ અન્ય કોઈ પણ સંખ્યાની જેમ શૂન્યને પમ સમજે છે. કાગડાઓની મગજની પ્રવૃત્તિથી તે સ્પષ્ટ છે કે તેઓ એક પહેલાં શૂન્ય સમજે છે.

image source

ધ જર્નલ ઓફ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત આ અધ્યયન મુજબ વૈજ્ઞાનિકોએ કાગડાઓનાં મગજનો અભ્યાસ કરવા માટે બે પ્રયોગો કર્યાં હતાં અને આ માટે બે પુરુષ કેરીયન કાગડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાગડાને કમ્પ્યુટરની સ્ક્રીન સામે લાકડાના ટુકડા પર બેસાડવામાં આવ્યા હતા. દરેક પ્રયોગમાં કાગડાઓ સામે ગ્રે કલરની સ્ક્રીન ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં શૂન્ય અને ચાર કાળા બિંદુઓ એક સાથે દેખાયા હતા.

image source

આ પછી કાગડાને અન્ય નંબરો સાથે બિંદુઓ બતાવવામાં આવ્યા હતા. કાગડાએ સ્ક્રીન પર બે સરખા ચિત્રો જોતાંની સાથે જ તેઓ તરત જ સ્ક્રીન પર ચાંચ મારતા અથવા તે તસવીરની સાથે માથું હલાવતા. જો સંખ્યા ન મળતી તો તે ચૂપચાપ બેસી રહેતા.

image source

2015માં કાગડાઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એવું બહાર આવ્યું છે કે કાગડાઓ એકબીજા સાથે મળતા ચિત્રો અને ન મળતી તસવીરોની વચ્ચેના અંતરને 75 ટકા સમજે છે. આ અધ્યયન રાષ્ટ્રીય એકેડેમી ઓફ સાયન્સની કાર્યવાહીમાં પ્રકાશિત થયો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પક્ષીઓ બધું નજીકમાં રાખેલી વસ્તુઓને ભેળવીને જોવે છે અથવા તેના કદને સમાન માને છે. આ પ્રક્રિયાને ‘ન્યુમેરિકલ ડિસ્ટન્સ ઇફેક્ટ’ કહેવામાં આવે છે. પરંતુ કાગડાઓ અન્ય સંખ્યાઓથી શૂન્યને પારખવામાં પારંગત છે.

image source

એંડ્રીઆ નાએડર કહે છે કે જ્યારે બંને કાગડાઓ કમ્પ્યુટર સ્ક્રીન પર ગોળ ટપકાઓ જોઈ રહ્યા હતા, ત્યારે કોઈના મગજમાં 500 ન્યુરોનમાંથી 233 અને બીજાના 268 ન્યુરોન સક્રિય હતા. જેમ જેમ સ્ક્રીન પર શૂન્ય સિવાયના નંબરો દેખાયા, કાગડોની ચેતાકોષોની પ્રવૃત્તિમાં ઘટાડો થયો અને તેઓએ સ્ક્રીન તરફ જોવાનું બંધ કરી દીધું. પરંતુ શૂન્ય આવતાની સાથે જ તેઓ ફરીથી સક્રિય થઈ ગયા. શૂન્યનો અર્થ કાગડાઓ માટે શું છે, તે સ્પષ્ટ થઈ શકશે નહીં, પરંતુ તે પુષ્ટિ થઈ ગઈ છે કે તેઓ શૂન્યને સમજે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong