જાણો આ જીવ વિશે, જે છે વિશ્વનો સૌથી મજબૂત જીવ, જેને 300 ફેરનહીટ ગરમીમાં પણ નથી પડતો કોઇ ફેર

જેને ધરતી પરના સૌથી કઠોર જીવ કહેવામાં આવે છે તે વોટર બિયર એટલે કે ” ટાર્ડીગ્રેડસની અમુક વિશેષતા જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. ટાર્ડીગ્રેડસને ઉકળતા પાણીમાં નાખી દેવામાં આવે કે તેને ભારે વજન નીચે ચગદી નાખવામાં આવે તેમજ જો તેને અંતરીક્ષમાં ફેંકી દેવામાં આવે તો પણ આ જીવ જીવીત રહી જશે. એટલું જ નહીં વર્ષ 2007 માં વૈજ્ઞાનિકોએ હજારો ટાર્ડીગ્રેડસને સેટેલાઇટમાં ભરી અંતરિક્ષમાં મોકલ્યા હતા જ્યારે આ સ્પેસ્ક્રાફ્ટ ધરતી પર પાછું ફર્યું ત્યારે જોયું તો ટાર્ડીગ્રેડસ જીવિત હતા ત્યાં સુધી કે માદા ટાર્ડીગ્રેડસે ઈંડા પણ આપ્યા હતા.

IMAGE SOURCE

સામાન્ય રીતે માણસ 35 થી 40 ડિગ્રીની ગરમીમાં પણ હેરાન પરેશાન થઈ જાય છે ત્યારે ટાર્ડીગ્રેડસ નામના આ જીવ 300 ફેરનહિટનું વાતાવરણ પણ સહન કરી શકે છે. એટલું ઓછું હોય તેમ આ જીવ અંતરીક્ષની ઠંડક અને મરીયાના ટ્રેચ જેવા ભારે દબાણવાળા ક્ષેત્રમાં પણ જીવિત રહી શકે છે. એવું મનાય છે કે ટાર્ડીગ્રેડસ વિશ્વમાં સૌથી મજબૂત જીવ છે જે જ્વાળામુખીથી લઈને બરફમાં પણ જીવિત રહી શકે છે.

રેડિએશન સહન કરવાની પણ ક્ષમતા

image soucre

વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ આ જીવની અંદર ” પેરામેક્રોબિયોટ્સ “નામક જીન હોય છે. પેરામેક્રોબિયોટ્સ એક સુરક્ષાત્મક ફ્લોરોસેંટ કવચ છે જે અલ્ટ્રાવાયોલેટ રેડિએશન સામે લડે છે. આ જીન હાનિકારક પરાબૈગની વિકિરણને અવશોષિત કરી તેને બિનનુકશાનકારક વાદળી પ્રકાશમાં પરત બહાર કાઢે છે. જ્યારે સામાન્ય જીવ આ હાનિકારક કિરણોમાં માંડ 15 મિનિટ સુધી જીવિત રહી શકે છે.

image source

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના બાયોકેમિસ્ટ હરીકુમાર સુમાએ પોતાના રિસર્ચ પેપરમાં લખ્યું છે કે અમારા સંશોધનમાં એ જાણવા મળ્યું છે કે પેરામેક્રોબિયોટ્સ ના નમૂના યુવી પ્રકાશ અંતર્ગત પ્રાકૃતિક પ્રતિદીપ્તિ પ્રદર્શિત કરે છે જે યુવી વિકિરણના ઘાતક ખોરાક સામે રક્ષા કરે છે.

image source

શોધકર્તાઓના જણાવ્યા મુજબ આ જીવના શરીરમાં રહેલા પેરામેક્રોબિયોટ્સ તત્વને કાઢીને અન્ય જીવના શરીરમાં નાખી શકાય છે. આમ કરવાથી અન્ય જીવ પણ ખતરનાક પરિસ્થિતિ અને રેડિએશન વચ્ચે પણ જીવિત રહી શકે છે. જો કે અન્ય દેશોમાં એકસપર્ટ આ સંશોધનને અધૂરું માને છે. અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકોના સંશોધનને લઈને અલગ અલગ મંતવ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ