અમદાવાદના વેજલપુરમાં અમિત શાહના આગમન સમયે પોલીસે લોકોને બારી-બારણા બંધ રાખવાનું કહેતા રોષ

એક તરફ અમદાવાદમાં ભગવાનના રથયાત્રી તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ કેન્દ્રિય ગૃહ મંત્રી ગઈ કાલે સાંજે અમદાવાદ આવી ગયા છે. સોમવારે ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે. જો કે આજે અમિત શાહ અમદાવાદામાં વિવિધ વિસ્તારમાં વિકાસ કાર્યોને લીલીઝંડી આપશે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને લઈને સુરક્ષાનાં કારણોસર વેજલપુર વિસ્તારમાં કેટલીક સોસાયટીનાં સભ્યોને ઘરના બારી-બારણાં બંધ રાખવાનું કહેતા વિવાદ સર્જાયો છે.

image source

નોંધનિય છે કે,રવિવારે સવારે અમિત શાહ વેજલપુરમાં નવનિર્મિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવાના હોઇ વેજલપુર પોલીસે પત્ર પાઠવીને હોલ તરફનાં બારી બારણાં બંધ રાખવા સુચના આપી હતી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બારી-બારણાં બંધ નહીં રાખે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંદેશાઓ સોશિયલ મીડિયામાં ફરતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તમને જમાવી દઈએ કે, પોલીસે સ્વામિનારાયણ, સ્વાતિ એપોર્ટમેન્ટ સહિતની સોસાયટીને લખેલા પત્રમાં ઝેડ પ્લસ સુરક્ષા અને વીવીઆઇપી બંદોબસ્તને પગલે બારી બારણાં બંધ રાખવા જણાવ્યું છે. નોંધનિય છે કે, આ પત્રમાં સભ્યોને સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી બારી બારણાં બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે.

image source

તો બીજી તરફ સામે આવેલી વીગતો અનુસાર નવનિર્મિત હોલની સામે સ્વામિનારાયણ ફ્લેટસમાં રહેતાં પંક્તિબેન જોગે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી મેસેજ વાઈરલ થઈ રહ્યો છે કે અમિત શાહની મુલાકાતમાં જો હોલ તરફના બારી-બારણાં બંધ નહીં કરાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ બાબતે જ્યારે લેખિતમાં આદેશ મંગાયો તો તેમાં કાર્યવાહીનો કોઇ ઉલ્લેખ ન હતો. સામે આવેલી લિગતો અનુસાર પોલીસ મૌખિક સૂચનાઓ આપીને લોકોને ડરાવી રહી છે. હું અસ્થમાની દર્દી છું જેથી મેં પોલીસને સ્પષ્ટ જણાવી દીધું છે કે હું બારી-બારણાં ખુલ્લા જ રાખીશ.

image source

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 11 જુલાઈના રોજ શહેરના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે. જેમા બોપલ ખાતે સવારે 9.30 વાગે યોજાનારા કાર્યક્રમ સ્થળથી શાહના હસ્તે અનેક રેલવે સુવિધાઓનું લોકાર્પણ કરાશે. જેમાં નવનિર્મિત ચાંદલોડિયા બાયપાસ સ્ટેશનની સાથે રિનોવેટ કરાયેલા અમદાવાદ સ્ટેશન, આંબલીરોડ સ્ટેશન, ખોડિયાર સ્ટેશન તેમજ કલોલ સ્ટેશન ખાતે પેસેન્જરો માટે શરૂ કરેલી સુવિધાઓનું ઓનલાઈન લોકાર્પણ કરાશે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને પગલે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તો બીજી તરફ આ અંગે જ્યારે વેજલપુરના પીઆઈને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે સોસાયટીઓને વિનંતી કરી છે કે બારી-બારણાં બંધ રાખે. નોંધનિય છે કે, જ્યારે પણ વીવીઆઇપી મુવમેન્ટ હોય ત્યારે આ પ્રકારે અમે લોકોનો સહકાર માગીએ છીએ. તેમના કહેવા પ્રમાણે જો બધી બારીઓ બંધ હોય તો કોઇ એક બારીમાંથી મુવમેન્ટ થાય તો અમે ધ્યાન રાખી શકીએ. બીજી તરફ જો બધી બારીઓ ખુલ્લી હોય તો સિક્યુરિટીને લઇને તે જોખમી બને છે. અમે લોકોને વિનંતી કરી છે. કાર્યવાહીની કોઈ વાત જ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong