અમદાવાદ: એકા-એક માસ્કના મેમો થયા ઓછા, Corona ઓછો થયો કે ચૂંટણી આવી એટલે?

રાજ્યમાં જ્યારે કડક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારથી જ માસ્ક પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. જો કે શરુઆતમાં જ્યારે લોકો કોરોનાની ભયંકરતાને સમજ્યા ન હતા ત્યારે માસ્કને લઈને ગંભીર ન હતા. વળી ગુજરાતીઓને કોઈ વાતની આદત પાડવી પણ સહેલી નથી હોતી તેથી સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કરવાની સાથે દંડની જોગવાઈ કરી જેથી લોકો દંડના ભયના કારણે પણ માસ્ક પહેરે અને સુરક્ષિત રહે.

image source

રાજ્યભરમાં શહેરથી લઈ ગામડાઓમાં માસ્કને લઈને સઘન કામગીરી થતી શરુઆતમાં માસ્ક ન પહેરવાનો દંડ ઓછો હતો પરંતુ ત્યારબાદ તેને વધારી દેવામાં આવ્યો. તેવામાં જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાતા હતા તેવા અમદાવાદમાં અગાઉ તો માસ્કને લઈને લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવતી હતી. ચૂંટણી જાહેર થઈ ન હતી ત્યાં સુધી માસ્કના દંડની રકમ વસુલવા પોલીસ ખડેપગે જોવા મળતી હતી.

image source

લોકો રોડ પરથી માસ્ક વગર ફરતા જણાય એટલે તેમની પાસેથી દંડ લઈ જ લેવામાં આવતો. ભલે માસ્ક 2 મિનિટ માટે જ ઉતાર્યું હોય પણ પોલીસ કંઈજ સાંભળતી નહીં અને રોજ લોકો પાસેથી રોજના લાખો રૂપિયાનો દંડ વસુલવામાં આવતો. એક અનુમાન અનુસાર શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા 50 લોકો પાસેથી તો દંડ વસુલવામાં આવતો જ હતો.

પરંતુ જ્યારથી ચુંટણી આવી છે ત્યારથી સ્થિતિમાં બદલાવ આવ્યો છે. જ્યાં એક તરફ અમદાવાદમાં જાન્યુઆરી સુધી રોજના 3000થી વધુ માસ્કના મેમો ફાડી અને લોકો પાસેથી દંડ વસુલવામાં આવતો હતો ત્યાં હવે 100થી 150 જેટલા જ મેમો આપવામાં આવે છે.

image source

અચાનક આવેલા આ ફેરફારનું કારણ ચૂંટણી હોવાનું અનુમાન છે. કારણ કે લોકોમાં મેમોને લઈને અગાઉ પણ ભારે રોષ જોવા મળ્યો હતો. તેવામાં ચૂંટણીની સભાઓ અને રેલી દરમિયાન નેતાઓ પણ ઘણીવાર માસ્ક વિના જોવા મળે છે તેવામાં જો લોકો પાસેથી માસ્કના મેમો લેવામાં આવે તો લોકોનો રોષ મત પર ઉતરી શકે છે તેથી કદાચ સલામતીના ભાગરૂપે હાલ મેમો ઓછા કરી દેવામાં આવ્યા છે.

image source

મહત્વપૂર્ણ છે કે ગત માર્ચ 2020 થી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 4,70,000થી વધુ લોકોને માસ્કનો દંડ ફટકારવામાં આવ્યો અને 34,06,00,000થી વધુ રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ચૂંટણીની અસર લોકોને આ રીતે પણ જોવા મળી છે. જેના કારણે ચૂંટણી ટાણે લોકોને મેમોમાંથી રાહત અપાતી હોવાની અને ચૂંટણી બાદ ફરીથી માસ્કને લઈને મેમો ફટકારવાનું શરુ કરી દેવામાં આવશે તેવી ચર્ચાઓ લોકમુખે વધી છે. જોકે માસ્ક પહેરવું જરૂરી તો છે જ કારણ કે કોરોના હજુ સુધી ગયો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ