અસાધારણ શિક્ષકનું તાજું ઉદાહરણ, કાળજાળ ગરમીમાં ઊંટ પર બેસીને બાળકોના ઘરે-ઘરે જઈને આપે છે શિક્ષણ

કોરોનાનાં કારણે સમગ્ર માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વાયરસની સ્થિતિ પર કાબુ મેળવવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું. આ દરમીયાન ધંધા રોજગાર બંધ રહ્યાં અને સાથે સાથે શિક્ષણ કાર્ય પણ સ્થગિત થઈ ગયું. બાળકો સ્કૂલે જઈને ભણી શકે તેવી સ્થિતિ ન હતી આથી ઓનલાઇન એજ્યુકેશન ચાલુ કરવામાં આવ્યું. ડિજીટલ માધ્યમથી શિક્ષક અને વિદ્યાર્થી જોડાઈને ભણતર આપવાની શરૂઆત થઈ. આ સમયે દેશમાં ઘણાં આવા સ્થળો છે જ્યાં બાળકો પાસે ડિજીટલ માધ્યમથી જોડાવવા કોઈ સાધન ઉલબ્ધ નથી. આ સમયે ત્યાંના બાળકો પાછળ ન રહી જાય તે માટે શિક્ષકોએ બીડું ઝડપ્યું છે. અહીં શિક્ષકોએ એક અનોખી પહેલ કરી છે જે સામે આવતાં ચર્ચાનો વિષય બની છે.

આ કિસ્સો રાજસ્થાનથી સામે આવ્યો છે. અહીંના કેટલાક પંથકના વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ કે કોઈ અન્ય માધ્યમથી શિક્ષક સાથે જોડાઈ શકે તેવી કોઈ વ્યવસ્થા હતી નહીં. આ કારણે ઘણા બાળકો એવા હતા જે મોબાઇલ નેટવર્કના અભાવે ઓનલાઇન વર્ગોમાં ભાગ લઈ શકતા ન હતાં. રાજસ્થાનનાં ઘણા એવા ક્ષેત્ર આજે પણ છે જ્યાં નેટવર્ક અસ્તિત્વમાં નથી અને જેના કારણે બાળકોને કોઈ રીતે ડિજીટલ માધ્યમથી વર્ગમાં જોડાવા અઘરા બન્યાં હતાં. આ પછી બાળકોની આ સમસ્યાને સમજીને બાડમેરના કેટલાક શિક્ષકોએ અનોખો અભિયાન શરૂ કર્યું છે.

વાત કરીએ તેમનાં આ અનોખા અભિયાન વિશે તો આ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકો ઊંટો પર સવાર થઈને જઈ તેમનાં સુધી જઈ રહ્યાં છે. સરકારી ઉચ્ચ સિનિયર સ્કૂલ ભીમથલના આચાર્ય રૂપસિંહ જાખર અને કેટલાક શિક્ષકો મળીને આ અભિયાન ચલાવી રહ્યા છે. આચાર્ય રૂપસિંહે આ અભિયાન બદલ તેમની શાળાન શિક્ષકોની પ્રશંસા કરતા કહ્યું હતું કે હું શિક્ષકોની આ ટીમને સલામ કરું છું અને તેમનો આભાર માનું છું. આ અભિયાન આગળ પણ ચાલુ રાખવામાં આવશે અને આવા પ્રયત્નો અમે બધા કરતાં રહીશું.

આ શિક્ષકો માત્ર બાળકોને ભણાવી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ કોરોના ગાઈડ લાઈન વિશે પણ બાળકોને માહિતગાર કરે છે. તેઓ માસ્ક અને સેનિટાઈઝર સહિતના બેગમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને માટે નોટબુક, પુસ્તકો, પેન્સિલ અને પેન જેવી અન્ય શિક્ષણ સામગ્રી રાખે છે અને બાળકોને વિના મૂલ્યે વહેંચી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે આ આચાર્ય અને શિક્ષકોએ તેમના પોતાના ખર્ચે પણ ઘણાં વિદ્યાર્થીઓને ભણવાની સામગ્રી ઉપલબ્ધ કરાવી છે. લોકો તેમનાં આ કામને ખુબ વખાણી રહ્યાં છે. હાલમાં તેમનાં ઊંટ પર બેસીને જઈ રહેલો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong