આમળાના માત્ર ખાવામાં જ નહીં પરંતુ તેને લગાડવાથી પણ ફાયદો થાય છે, જાણો કેવી રીતે

આમળા એક ફળ આપનારું વૃક્ષ છે. આ વૃક્ષ 20 થી 24 ફીટની આસપાસ હોય છે. આ એશિયા અને યુરોપ બંનેમાં જોવા મળે છે. ભારતમાં હિમાલય ક્ષેત્રમાં આ વૃક્ષ વધુ જોવા મળે છે. આ વૃક્ષના ફૂલ ઘંટી જેવા હોય છે અને આના ફળ સામાન્ય રીતે નાના હોય છે. આ વૃક્ષના ફળ જોવામાં લીલા રંગના, ચીકણા અને ભરાવદાર હોય છે. શિયાળાના દિવસોમાં આમળાના ફળ વધુ જોવા મળે છે.

દરેક રસોડામાં આમળાનો ઉપયોગ અલગ રીતે થાય છે. ઘણા લોકો તેને બાફેલા ખાય છે, ઘણા લોકો તેને હળદરના પાણીમાં પલાળીને ખાય છે અથવા ઘણા લોકો એને છીણીને ખાય છે. આમળા ખાવાથી આપણી શારીરિક સમસ્યાઓ દુર થાય છે, પરંતુ શું તમે જાણો છો કે આમળાનો ઉપયોગ કરવાથી આપણા સફેદ વાળ પણ કાળા થઈ શકે છે, આ જાણીને તમે થોડું આશ્ચ્ર્ય થશે પણ આ સાચું છે. તમે ઘણા હેર પ્રોડક્ટ્સમાં પણ જોયું હશે કે તેમાં આમળા ઉમેરવામાં આવે છે. આમળા વાળને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેથી અત્યારે અમે તમને આમળાનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદા વિશે જણાવીશું.

image source

આમળામાં ફાયટો-ન્યૂટ્રીએસન્ટ, વિટામિન અને ખનિજો હોય છે, જે માથાની ચામડી પર લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે. આ વાળને સ્વસ્થ, લાંબા અને જાડા બનાવે છે. આમળામાં હાજર વિટામિન-સી પ્રોટીન ઉત્પન્ન કરે છે, જેનાથી વાળ મજબૂત અને જાડા બને છે. આ કોલેજન વાળના મૃત કોષોને દૂર કરવામાં અને નવા કોષોની રચનામાં પણ મદદ કરે છે. તે વાળના રંગ માટે પણ કામ કરે છે. જો તમારા વાળ સફેદ છે, તો તેને કાળા કરવા માટે આ ઘરેલુ ઉપાય અપનાવો.

આ રીતે આમળાનો ઉપયોગ કરો-

image source

– સૌથી પેહલા આમળાને પાણીમાં ઉકાળો. આમળા ત્યાં સુધી પાણીમાં ઉકાળો જ્યાં સુધી તે કાળા ના પડી જાય. કારણ કે જયારે આમળા કાળા પડે ત્યારબાદ તમે તેના પાણીનો ઉપયોગ કરી શકો છો. જયારે આમળા કાળા થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને એ પાણીને થોડું ઠંડુ થવા દો. પછી આ પાણીને ગાળી લો અને તેને તમારા સફેદ વાળ પર લગાવો. થોડા સમય આ ઉપાય અજમાવવાથી તમારા સફેદ વાળ તો કાળા થશે જ, સાથે તમારા વાળ લાંબા, જાડા અને મજબૂત બનશે.

– વાળને કાળા કરવા માટે તાજા આમળા લો પછી તેને ગ્રાઈન્ડ કરી તેનો રસ કાઢો. ત્યારબાદ આ રસ વાળના મૂળમાં તેલની જેમ લગાવો અને થોડા સમય પછી નવશેકા પાણીથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાયથી તમારા વાળ જાડા અને લાંબા તો થશે જ સાથે તમારા વાળ એકદમ નરમ પણ બનશે.

image source

– વાળને કુદરતી રીતે કાળા કરવા માટે સૌથી પેહલા ગેસ પર લોખંડની કડાઈ મુકો અને તેમાં 1 કપ પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં આમળા પાવડર નાખો અને 15 મિનિટ સુધી ઉકાળો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરો. હવે થોડા સમય પછી આ મિશ્રણને બાઉલમાં ગાળી લો. હવે ટૂથબ્રશ વડે તમારા વાળમાં આ રંગ લગાવો. જે લોકોના વાળ બધા જ પડી ગયા છે અથવા જે લોકોને ટાલ છે તેમને માથા પરની ચામડી પર આ પેસ્ટ લગાવવી જોઈએ. ત્યારબાદ આ પેસ્ટને ઓછામાં ઓછા 8 કલાક સુધી લગાવો, પછી વાળને સાદા પાણીથી ધોઈ લો. એક બાબત ધ્યાનમાં રાખો કે આ રંગ લગાવ્યા પછી તમારા વાળને માત્ર સાદા પાણીથી જ ધોવા, જો તમે વાળ પર શેમ્પુ લગાડશો તો વાળનો રંગ સંપૂર્ણ કાળો નહીં થાય.