આખા પરિવારને કોરોના થાય અને ઘરમાં કોઈનું મોત થાય તો મૃતદેહને કાંધ આપવા કોઇ સગાંઓ પણ નથી ફરકતા…

-કોરોના વાયરસથી સંક્રમિત પરિવારમાં દર્દીનું સ્વાસ્થ્ય ગંભીર થાય તો હોમ ક્વોરન્તાઈનમાં રહેલ દર્દીઓને કરવી પડે છે ભાગદોડ.

કોરોના વાયરસ સંક્રમણની મહામારી અમદાવાદમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. દૈનિક નવા કેસનો આંકડો ૫ હજારને પાર કરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કેટલાક ઘરોમાં એક વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા બાદ પરીવારના તમામ સભ્યો પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના કેસ સામે આવ્યા છે. આવી પરિસ્થિતિમાં ગંભીર સ્થિતિ ધરાવતા દર્દી માટે હોમ ક્વોરન્ટાઈન થયેલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને હોસ્પિટલથી લઈને દવાઓ સહિત તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે ભાગદોડ કરવી પડતી હોય છે. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ છે કે, ઘર માંથી જો કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો તેના મૃતદેહને કાંધ આપવા માટે કોઈ સ્વજન પણ નથી આવતા. જેના લીધે પૈસા આપીને કાંધિયા બોલાવવા પડે છે.

મૃતદેહને કાંધ આપવા માટે પણ કોઈ સ્વજન નથી આવતા.

image source

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ સ્મશાનમાં એક મહિલાનું મોત થઈ જતા તેને શબવાહિની મારફતે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે ફક્ત પતિ અને દીકરી એમ બે જ વ્યક્તિ હાજર હતા. આવા કપરા સમયમાં કોરોના વાયરસના સંક્રમણથી સગાઓ પણ ડરી ગયા છે. આવી પરિસ્થિતિમાં કોઈના ખભે માથું મુકીને રડી શકાય તેવા સ્વજનો કે પછી સાંત્વનાના બે બોલ કહી શકે તેવી કોઈ વ્યક્તિ નહી હોવાના મામલા પણ સામે આવ્યા છે. ત્યાં જ કેટલાક કેસમાં અન્ય સગાઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાના લીધે તેમના શરીરમાં નબળાઈ આવી જવાથી કાંધ આપી શકવા સક્ષમ નહી હોવાથી પૈસા આપીને કાંધિયાને બોલાવવા પડ્યા હોય તેવા કેસ પણ જોવા મળી રહ્યા છે.

હોમ ક્વોરન્ટાઈન દર્દીને કરવી પડી રહી છે ભાગદોડ.

image source

એક બાજુ ઘરમાં તમામ સભ્યો એક સાથે કોરોના વાયરસથી સંક્રમિત આવી જતા તેમાંથી કોઈ સભ્યની સ્થિતિ ગંભીર થઈ જાય છે તો હોમ ક્વોરન્ટાઈન થયેલ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીને તમામ નિયમોનો ભંગ કરીને પણ તે સભ્ય માટે તમામ ભાગદોડ કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં હોમ ક્વોરન્ટાઈન દર્દીના અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાનો ભય રહે છે.

અમદાવાદ શહેરમાં શનિવારના રોજ ૫૬૧૭ કેસ નોંધવામાં આવ્યા.

images source

એપ્રિલ મહિનામાં શરુ થયેલ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર અમદાવાદ શહેર માટે ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના વાયરસની પહેલી લહેર દરમિયાન સૌથી વધારે દૈનિક કેસ તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ૩૫૪ કેસ નવા કેસ નોંધવામાં આવ્યા હતા ત્યાં જ હવે બીજી લહેરમાં ગઈકાલના રોજ શનિવારના દિવસે ૫૬૧૭ નવા કેસ નોંધવામાં આવ્યા છે જે પહેલી લહેરના દૈનિક સૌથી વધારે કેસની તુલનાએ ૧૬ ગણા વધારે છે.

એપ્રિલ મહિનાના ૨૪ દિવસમાં જ ૫૮ હજાર કરતા વધારે કેસ.

image source

છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના સંક્રમણથી અન્ય ૨૫ દર્દીઓના મૃત્યુ પણ થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ નોંધાયાને ૧૩ મહિના કરતા વધારે સમયમાં જ કુલ ૧,૨૭,૭૦૮ કેસ સામે આવ્યા છે. તેમાંથી એપ્રિલ મહિનાના ૨૪ દિવસમાં જ ૫૮,૯૧૨ કેસ એટલે કે, કુલ કેસના ૪૬% કેસ નોંધવામાં આવ્યા છે. લાંબા સમયગાળા બાદ અલગ અલગ હોસ્પિટલો માંથી ૧૫૮૫ દર્દીઓને રજા આપી દેવામાં આવી હતી. આજ રોજ પણ અમદાવાદ શહેરમાં અંદાજીત ૪૦ હજાર સક્રિય કેસ છે. પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં ૫ આઈસીયુ અને ૫ વેન્ટીલેટર બેડ ખાલી છે. આ દરમિયાન આઈઆઈએમમાં મ્યુનિસિપલ દ્વારા શનિવારના રોજ વધારે ૧૦૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧૫ વ્યક્તિઓના રીપોર્ટ પોઝેટીવ આવ્યા હતા. આમ સંસ્થામાં પોઝેટીવ કેસનો કુલ આંકડો ૪૦૨ સુધી પહોચી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!