આ કલાકારોની જોડી જોવા માટે દર્શકો થઇ રહ્યા છે તલપાપડ, કોમેન્ટમાં જણાવો તમારું કોણ છે ફેવરિટ

ફિલ્મોમાં ઘણીવાર મલ્ટીસ્ટારર કાસ્ટ જોવા મળે છે જ્યાં ઘણા કલાકારો એકબીજા સાથે કામ કરતા દેખાય છે. તો ક્યારેક અમુક સેલેબ્સ વચ્ચે એવી કેમેસ્ટ્રી દેખાય છે કે એમને ઘણી ફિલ્મોમાં વારંવાર કાસ્ટ કરી લેવામાં આવે છે. જો કે શું તમે ક્યારેય ધ્યાન આપ્યું કે બોલિવુડના અમુક કલાકારો એવા પણ છે જેમને એક પણ વાર પડદા પર સ્ક્રીન શેર નથી કરી. આ કલાકારોનો દમદાર અભિનય જોઈને મનમાં સવાલ ઉઠે છે કે આ કલાકારો જો સાથે જોવા મળ્યા તો પડદા પર તહેલકો મચાવી દેતા.

શાહરુખ ખાન અને આમિર ખાન

image source

બોલિવુડના કિંગ ખાન અને મિસ્ટર પરફેક્ટનિષ્ટ આમિર ખાન આજ સુધી કોઈ જ ફિલ્મમાં સાથે નથી દેખાયા. એક બાજુ જ્યાં સલમાન ખાને બંને કલાકારો સાથે કામ કર્યું છે તો શાહરુખ અને આમિર ક્યારેય સાથે કોઈ ફિલ્મનો ભાગ નથી બન્યા. જો કે શાહરુખ અને આમિર ઓનસ્ક્રીન ઘણીવાર સાથે દેખાયા છે. ક્યારેક ક્યારેક બંનેમાં મનભેદની ખબર આવી તો ક્યારેક દોસ્તીની, પણ દર્શકો આજ સુધી આ બંને સુપરસ્ટારને એક ફ્રેમમાં નથી જોઈ શક્યા.

કંગના રનૌત અને રણબીર કપૂર.

image source

કંગના બોલીવુડમાં ઘણીવાર મહિલા કેન્દ્રિત ફિલ્મો જ કરતી દેખાતી હતી. જો કે એમને પડદા પર ઘણા હીરો સાથે રોમાન્સ પણ કર્યો પણ રણબીર કપૂર સાથે એમને ક્યારેય કામ. નથી કર્યું. એટલું જ નહીં ઘણીવાર કંગનાએ રણબીર કપૂર પર નિશાનો પણ સાધ્યો છે. એવામાં એની આશા ઓછી કે કંગના અને રણબીર ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે દેખાય.

સલમાન ખાન અને દીપિકા પાદુકોણ.

image source

દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત શાહરુખ ખાન સાથે ફિલ્મ ઓમ શાંતિ ઓમ દ્વારા કરી હતી. એ સિવાય એ ઇન્ડસ્ટ્રીના બીજા ઘણા મોટા કલાકારો સાથે પણ દેખાઈ ચુકી છે. જો કે આજ સુધી પડદા પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણની જોડી નથી બની.દીપિકા જ્યારે પણ સલમાન સાથે કોઈ રિયાલિટી શોમાં દેખાઈ તો એમની કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરવામાં આવી. એવામાં આ જોડીને પડદા પર જોવાની મજા આવે.

ગોવિંદા અને કાજોલ.

image source

ગોવિંદાએ પડદા પર ઘણી હિરોઇન સાથે રોમાન્સ કર્યો પણ કાજોલ સાથે એ કોઈ ફિલ્મમાં નથી દેખાયા. એવું જણાવવામાં આવે છે કે બંને સાથે એક ફિલ્મ કરવાના હતા પણ કોઈ કારણસર શૂટિંગ ન થઈ શકી અને બંનેની જોડી બનતા બનતા રહી ગઈ. જો કે ઓફસ્ક્રીન બંનેએ ફોટોશૂટ કરાવ્યું હતું જેના ફોટા ખૂબ જ વાયરલ થયા હતા.

અક્ષય કુમાર અને રાની મુખર્જી.

image source

અક્ષય અને રાની લગભગ 90ના દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે અને ફિલ્મો કરી રહ્યા છે. એવામાં એ વાત હેરાન કરે છે કે આજ સુધી અક્ષય અને રાનીની જોડી પડદા પર નથી બની. રાનીએ ગોવિંદા, શાહરુખ, સલમાન જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું પણ અક્ષયની સાથે એ ક્યારેય કોઈ ફિલ્મમાં નથી દેખાઈ. જો કે ઓફસ્ક્રીન બન્નેની મિત્રતા ઘણી સારી છે એવામાં જો ભવિષ્યમાં બંને કોઈ ફિલ્મમાં સાથે દેખાય તો ફેન્સને ઘણું સારું લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!