શું તમે ક્યારેય એવા પક્ષી વિશે સાંભળ્યું છે કે, જે ક્યારેય પણ નથી આવતુ જમીન પર…?

નમસ્તે મિત્રો આજે આપણે એક એવા પક્ષી વિશે ચર્ચા કરીશું જે કયારેય પણ જમીન પર પગ મુક્તું નથી.આપણાં ભારત દેશને વિવિધતા માં એકતા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વની અંદર અનેક પ્રકારના જીવ જંતુઑ, પશુઓ તેમજ પક્ષીઓ થાય છે.આ દરેક જીવ પોતાની અલગ અલગ ખાસિયતો ધરાવે છે. સામાન્ય રીતે તમે પક્ષીઓને ઝાડ પર અથવા તો ઉડતા જોયા હશે. પરંતુ આજે એવા પક્ષી વિશે તમને જણાવશું જે ક્યારે જમીન પર પગ મુકતા નથી.

image soucre

આ પક્ષીને લીલો પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. જેનું વૈજ્ઞાનીક નામ છે ટ્રેનર ફોનિકોપ્ટેરા છે.જે જમીન પર કયારેય પણ પગ મુક્તું નથી તો આજે આપણે આ પક્ષીના રહસ્ય વિશે જાણીશું.આ પક્ષીના દેખાવની વાત કરીએ તો તે રાખ જેવા ગ્રે અને લીલો રંગના હોય છે. જેની આંખોમાં વાદળી રંગની સાથે સુંદર પીળા પટ્ટા જોવા મળે છે.

image soucre

આ પક્ષીની ચાંચ જાડી અને મજબૂત હોય છે. તેમની આંખો પાસે ગુલાબી વર્તુળ હોય છે. પીળા પગ અને ગ્રે રંગની પૂંછડી હોય છે.આ પક્ષી હમેશા હવા તેમજ વૃક્ષ પર જોવા મળે છે. આ પક્ષી ક્યારેય પણ જમીન પર આવતું નથી.આ પક્ષી શાકાહારી હોવાથી ફળ, ફૂલ અને અનાજ ખાવાનું પસંદ કરે છે.આ પક્ષી પાકેલાં ફળોને ખુબજ આનંદ પૂર્વક ખાય છે.

image socure

કોઈ પણ ખોરાક ખાતી વખતે તેમની લાંબી અને મજબૂત ચાંચ ખુબ જ ઉપયોગી થાય છે.આ પક્ષી જમીન પર ન આવતા હોવાથી તેને વૃક્ષ વાસી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે.જે જમીન પર નહીં પરંતુ વૃક્ષ પર રેહવાનું વધારે પસંદ કરે છે.આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ ટ્રેનર ફોનિકોપ્ટેરા છે.

image soucre

જેમ ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. તેમ મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી તરીકે ટ્રેનર ફોનિકોપ્ટેરાને ઓળખવામાં આવે છે.આ પક્ષિનું રેહણાક ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા , બર્મા તેમજ ચીન જેવા પ્રદેશોમાં જોવા મળે છે.ક્યારેય જમીન પર ન ઊતરવું તે આ પક્ષીની ખાસિયત માનવમાં આવે છે.

image soucre

આ પક્ષી બીજા પક્ષીઓની જેમ માળો બાંધીને રેહવાનું પસંદ કરે છે.આ પક્ષી ખાસ કરીને માળો બાંધવા માટે વડ અને પીપળા જેવા વૃક્ષોની પસંદગી કરે છે.ખાસ કરીને પાંદડાના ઉપયોગથી આ પક્ષી પોતાનો માળો બાંધે છે. જે ઊંચા અને ઘટાદાર વૃક્ષમાં જ પોતાનો માળો બાંધવાનું પસંદ કરે છે. અને આ પક્ષી હંમેશા ઝુંડમાં રહેવાનું વધારે પસંદ કરે છે.આમ આ પક્ષીની અંદર અનેક એવી વિશેષતાઓ રહેલી છે જેના કારણે લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong