જલ્સા કરોને જેંતીલાલ

દહીંમાં આ વસ્તુ મેળવીને લગાવો ચહેરા ઉપર – તમારી સુંદરતાને ચાર ચાંદ લાગી જશે…

આયુર્વેદમાં હંમેશા દૂધ કરતાં દહીંને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. દહીં તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે પણ દહીંના એ ઉપરાંત પણ ઘણા બધા ઉપયોગ છે ખાસ કરીને સૌંદર્ય વધારતા ઉપયોગો. તો આજે અમે તમારા માટે દહીંના સૌંદર્ય નિખારતા ઉપયોગો વિષેની જાણકારી લાવ્યા છે.

 

image source

દહીં ત્વચાને ઘણી બધી રીતે લાભ પહોંચાડે છે

 

image source

માત્ર દહીં- લીંબુનો ફેસપેક

આ ફેસપેક માટે તમારે માત્ર બે મોટા ચમચા દહીં અને એક નાની ચમચી લીંબુનો રસ લેવાનો છે. આ બન્ને સામગ્રીને એકબીજા સાથે બરાબર મિક્સ કરી દેવી. હવે ચહેરો ધોઈને સાફ કર્યા બાદ સૌ પ્રથમ તો આ જ ફેસપેકથી તમારે ચહેરા તેમજ ડોક પર પાંચ મિનિટ મસાજ કરવું અને ત્યાર બાદ બાકીનો જે ફેસપેક વધ્યો છે તેને સપ્રમાણ ચહેરા તેમજ ડોકની આગળ પાછળ લગાવી લેવો. તેને તેમજ 15-20 મિનિટ રાખી મુકવું અને ત્યાર બાદ નોર્મલ પાણી વડે ધોઈ લેવું. જો તમને દહીંની ચિકાસ લાગતી હોય તો તમે ગરમ પાણીમાં નેપ્કિન પલાળીને તેનાથી ચહેરો હળવા હાથે લુછી શકો છો.

 

image source

આ ફેસપેકનો તમે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ઉપયોગ કરી શકો છો તેનાથી ત્વચાને કોઈ જ નુકસાન પહોંચતું નથી. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા માત્ર બહારથી જ નહીં પણ અંદરથી પણ સ્વચ્છ થશે અને તેના નિયમિત ઉપયોગથી માત્ર બે અઠવાડિયામાં જ ચહેરો ચમકવા લાગશે અને તમારે દર મહિને પાર્લરમાં ફેશિયલ કરાવવાની પણ જરૂર નહીં પડે.

 

image source

દહી-મુલાતની માટી- મધનો ફેસપેક

આ ફેસ પેક બનાવવા માટે તમારે દહીં, મુલતાની માટી, મધ અને સંતરાની છાલનો પાઉડર જોઈશે. આ પ્રયોગ કરતાં પહેલાં તમારે તમારા ચહેરાને પાણી વડે જ વ્યવસ્થિત સાફ કરી લેવો. ત્યાર બાદ તેને એક ચમચી દહીં અને તેમાં ત્રણથી ચાર ટીપા મધ નાખીને તેને બરાબર મિક્સ કરીને તેનું પાંચ મિનિટ સુધી મસાજ કરવું.

 

image source

મસાજ કરી લીધા બાદ ચહેરાને રૂ અથવા તો હુંફાળા પાણીમાં નેપ્કીનને પલાળીને હળવા હાથે સાફ કરી લેવો. હવે એક નાની વાટકી લેવી તેમાં એક ચમચી દહીં, એક ચમચી મુલતાની માટી અને અરધી ચમચી સંતરાની છાલનો પાઉડર ઉમેરવો. આ ત્રણે સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી લેવી. હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારા ચહેરા તેમજ ડોકના ભાગ પર સરખા પ્રમાણમાં લગાવી લેવી.

આ ફેસપેકને તેમજ 15-20 મિનિટ સુધી લગાવી રાખવો. ત્યાર બાદ ચહેરાને વ્યવસ્થિત સાફ કરી લેવો, તેના માટે તમે ભીનું કપડું કે નોર્મલ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફેસપેકનો તમે દર પંદર દિવસે નિયમિત પણે પ્રયોગ કરી શકો છો. તેનાથી તમારા ચહેરા પરના ડાઘ, ચહેરાની કાળાશ તેમજ ખીલ અને જીણીજીણી ફોલ્લીઓ થતી હોય તે દૂર થશે.

 

image source

દહીં અને હળદરનો ફેસપેક

હળદર આપણે બધા જાણીએ છીએ કે તે કેટલી સૌંદર્ય વર્ધક છે. તે તમારા ચહેરાને ગોરો બનાવવામાં મદદ કરે છે. અને દહીં તમારા ચહેરા પર યોગ્ય ભેજ એટલે કે મોઇશ્ચર રાખવામાં મદદ કરે છે.

આ ફેસપેક બનાવવા માટે તમારે બે ચમચી દહીં અને અરધી નાની ચમચી હળદર અને અરધી નાની ચમચી લીંબુનો રસ લેવાનો રહેશે. હવે બધી જ સામગ્રીને એકબીજામાં વ્યવસ્થિત કરી લેવી તે એકબીજામાં એકરસ થઈ ગઈ હોવી જોઈએ. ફેસપેક લગાવતા પહેલાં તમારે તમારા ચહેરાને પાણી વળે સાફ કરી લેવો અને હળવા હાથે લુછી લેવો.

 

image source

હવે તૈયાર કરેલા ફેસપેકને તમારા ચહેરા તેમજ ડોક પર વ્યવસ્થિત લગાવી લેવો. તેને તેમ જ 15-20 મિનિટ સુધી રહેવા દેવું. અને ત્યાર બાદ હુંફાળા પાણી કે પછી ભીના ટુવાલ વડે સ્વચ્છ કરી લેવો. ચહેરો સ્વચ્છ થઈ ગયા બાદ ચહેરા પર માઇલ્ડ મોઇશ્ચરાઇઝર લગાવી લેવું.

આ ફેસપેકનો તમે અઠવાડિયામાં બે વાર પ્રયોગ કરી શકો છો. તે તમારા ચહેરાને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે પણ દીવસેને દીવસે તમારી ત્વચા કાંતિવાન બની જશે. તેનાથી ચહેરા પરના કાળા ધબ્બા, ચહેરાની ઝાંખપ તેમજ તડકાના કારણે ચહેરા પર આવેલી કાળાશ પણ દૂર થાય છે.

 

image source

આ ફેસપેકનો ઉપયોગ તમે માત્ર ચહેરા પર જ નહી પણ હાથ અને પગના પંજા પર પણ કરી શકો છો. તેના ઉપયોગથી તમારા હાથની ત્વચા પણ લીસ્સી બનશે.

દહીંના અન્ય સૌંદર્ય વધારતા ઉપયોગો વિષે જાણો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version