ઝોયા – એક યથાર્થ પ્રેમ !!

શહેરમાં રાતના એક છોકરી એકલી જઈ રહી હતી ને અમુક ટપોરી છોકરા એમને જોઈ ગયા અને છોકરીની છેડતી કરવા લાગ્યા. છોકરીના દુપટા ને ખેંચ્યો ને એને ટચ પણ કરવા લાગ્યા ને એક જણ જોરથી સીટી મારી ને બોલ્યો , ” ઓ છોરી, શું છે આજ રાતનો પ્રોગ્રામ , બાહોમાં આવી જા મારી તને સ્વર્ગનો નજારો બતાવું……”

અચાનક દૂરથી પોલીસની ગાડી આવતા જોઈને એમાંથી એક બોલ્યો , “ભાગો સાસરા વાળા આવે છે.” ને બધા ગાડી લઈને ભાગ્યા અલગ અલગ દિશામાં , છોકરીના નસીબ સારા હોવાથી બચી ગઈ પરંતુ આ ટપોરી છોકરાઓનો ત્રાસ વધી ગયો હતો , અને આ ગ્રુપનો મેન લીડર હતો આયાન શેખ જે આ બધા ને ફૂલ સપોર્ટ કરતો હતો.

આયાન ના પિતાજી ન હતા પરંતુ એના પિતાજી આયાન અને એમના અમ્મી માટે કરોડોની સંપત્તિ મૂકી ગયા હતા. નાનપણથી જ આયાન ખરાબ સંગત માં ચડી ગયો હતો , જેમાંથી એમના અમ્મી પણ એમને બહાર ના લાવી શક્યા , દિવસે દિવસે આયાન ના કાંડ વધતા જતા હતા. છોકરી ની છેડતી કરવી એના માટે હવે રોજની દિનચર્યા થઈ ગઈ હતી.

આયાન અને એમના મિત્રો રાત્રે સ્ટ્રીટમાં નોનેવેજની લારી એ જમીને પૈસા આપ્યા વગર જઈ રહ્યા હતા ત્યાં લારીના માલિકે કહ્યું , ” સાહેબ પૈસા તો આપતા જાવ….” આયાને તેજ ક્ષણે લારી વાળા ને એક જોરદાર થપ્પડ મારી ને બોલ્યો , ” શું કહ્યું , પૈસા , જો તારે અહ્યા ધંધો કરવો હોય ને તો સામા તું લાવ બાકી શાંતિ થી ધંધો નહિ કરવા દવ.” આયાન આ બોલતો જ હતો ત્યાં જ એમના મિત્રો એ થોડી તોડફોડ શરૂ કરી દીધી. ઓલો બિચારો ભોળો માણસ માફી માંગવા લાગ્યો પણ આ લોકો માન્યા જ નહીં , છેલ્લે પૈસા લઈને જ શાંત થયા અને જતા જતા બોલ્યા , “જો હવે કોઈ બીજા કોઈ હેરાન કરે તો સીધો અમને આવીને કેજે.”

આ બાજુ એક મસ્ત ,હોટ, સેક્સી ગર્લ એમની ફ્રેન્ડ્સ સાથે પસાર થઈ ને ગ્રુપનું ધ્યાન તે બાજુ પસાર થયું , “આય હાય મહોતરમા ક્યાં કયામત ધા રહી હો ” ,” અરે હુસન કા દીદાર તો કરને દે” , ” અરે છીપકલી આકે હમસે ચીપક જા”

ગ્રુપમાંથી આવા અવાજ આવતા જ છોકરીઓ ડરી ગઈ તેઓને એક ક્ષણ તો એવું જ લાગ્યું કે ક્યાંક આજે એમની જોડે કંઈક ખોટું તો નહીં થઈ જાય ને ? , આ તરફ આયાને હજુ ગર્લ્સના ગ્રૂપને જોઈ ન હતી એટલે એના મિત્ર એ કહ્યું ,”અરે આયાન કિધર ? ખુદા ખુદ બક્ષિસ દે રહા હે ઔર તું હૈ દેખતા ભી નહિ ? ” આયાન એ હવે ગર્લ્સના ગ્રુપ બાજુ જેમ જોયું ને તે એક પળ માટે ધબકારો ચુકી ગયો એમના મિત્રો જે છોકરીને જોઈને આટલા ઉત્શુક થતા હતા એની સાથે રહેલી એક ક્યૂટ , સ્વીટ છોકરીને જોઈને આયાન સ્તબ્ધ થઈ ગયો એના શરીરમાં જાણે કોઈ કરંટ પસાર થયો હોય,આયાન એ તરત જ તેના મિત્રો ને મસ્તી ન કરવા જણાવ્યું , આયાન નું આવું કહેતા જ મિત્રો સમજી ગયા ને કોમેન્ટ કરી બેઠા “ઓહઃહો ભાઈજાનકા દિલ લગ ગયા હે.!” , “નહિ એવું કહીં જ નથી , બસ ! બસ! લાગે છે કે…….,નહિ રહેવા દો તમે ” આયાને પ્રત્યુતર આપ્યો અને ઉમેર્યું ” હું જવ છું કોઈ પીછો કરતા નહિ , મારે એ છોકરી વિશે જાણવું છે , મને લાગે છે કે…….” આયાન અધૂરું મૂકીને જ પેલીની પાછળ ગયો. છોકરીઓ ડરીને ઝડપથી ચાલવા લાગી ને આ બાજુ આયાન બાઇક પર હોવા છતા એની ઝડપ એટલી હતી કે કીડી પણ હાલી ને એનાથી આગળ નીકળી જાય ,અંધારા વાળારસ્તા પરથી છોકરી ક્યાં વઈ ગઈ આયાનને કાઈજ ખબર ના પડી , માટે આયાન પોતાને ઘરે ચાલ્યો ગયો.

ઘરે ગયા પછી પણ આયાનને આજે ચેન ન પડતો હતો આયાનને પાકી ખાતરી હતી કે તેણે આ છોકરીને ક્યાંક તો જોઈ જ છે પણ એને યાદ આવ્યું ના હતું. આખી રાત આયાન એ વિચાર્યું પરંતુ એને કંઈ યાદ ન આવ્યું. સવારે ઉઠ્યા પછી ફ્રેશ થઈને આયાન નાસ્તો કરવા બેથોને તેને કઈક વિચાર આવ્યો ને નાસ્તો અધુરો મૂકીને પોતાના રૂમમાં જય ને કૈક શોધવા લાગ્યો , હા એ જે શોધતો હતો તે એને મળી ગયું , આ એના સ્કૂલની ગ્રુપ ફોટો હતી જેને જોઈને આયાન બોલ્યો , ” અરે આ તો પેલી ઝોયા ખાન છે , પરંતુ , પરંતુ આ એ સમયે તો આટલી આકર્ષિત નહતી લાગતી અને આજે આટલી ચેન્જ……” આયાન ને બીજો પણ ખ્યાલ પણ આવ્યો કે , ” આ તો એ જ છોકરી છે જે સ્કૂલમાં પોતાની ઉપર ફિદા હતી , અને મેં કોઇદી એની સામે જોયું પણ નહિ…..”

આયાન તરત તૈયાર થઈને એ જગ્યા એ પહોંચી ગયો જ્યાં એને ઝોયાને ગઈકાલે જોઈ હતી , તેને આખો દિવસ એને શોધવાની કોશિશ કરી પરંતુ આયાનને ઝોયા વિશે કશી માહિતી ના મળી.આજે રાત્રે આયાન ઘરે ઉદાસ બેઠો હતો આ જોઈને એની અમ્મી એ પૂછ્યું , ” બેટા, શુ થયું ગમગીન કેમ છો ?” , “કશુ જ નહીં થયું અમ્મી , આ તો બસ એમનેમ જ…..” આયાન એ કહ્યું પરંતુ અમ્મી સમજી ગયા કે આયાનના દિલમાં કૈક ચાલી રહ્યું છે પણ કહી નથી શકતો એટલે એમને કહ્યું, ” જો દીકરા અલ્લાહ ની મહેરબાની થી મેં દુનિયા જોઈ છે એમાં તો તું મારો દીકરો છો , તારી ચહેરા ની હસીની પાછળનું દુઃખ પણ જોઈ શકું , હા તું કહી ના શકતો હોય તો રહેવા દે , પરંતુ એક કામ કર બાજુના શહેર ધોરાજીમાં લાલ શાહ બાબાની દરગાહ એ માથું નમાવતો આવ જા , તારી સમસ્યા દૂર થઈ જશે.” , ” શું અમ્મી સાચ્ચે ત્યાં માથું નમાવાથી મારી દિલની ઈચ્છા પૂરી થશે………??” આયાનએ પૂછ્યું. “બેટા સાચા મનથી દુવા કરીશ તો જરૂર ઈચ્છા પૂરી થશે.” અમ્મી એ સમજાવ્યું.

બીજે દિવસે ગુરુવાર હોવાથી સાંજે આયાન દરગાહ પર દુવા માંગવા ગયો હતો , આયાન દરગાહની અંદર દુવા કરી રહ્યો હતો ત્યાં તેની નજર સામે પડી ત્યાં લગભગ ઝોયા જ હતી જે બહાર જઇ રહી હતી. આયાન તરત જ બહાર નીકળ્યો ને જોયું કે ઝોયા એકલી જ જઇ રહી છે માટે આયાન તરત પાછળ ગયો ને પાછળથી જ ઝોયાનો હાથ પકડી લીધો , ઝોયા અચાનક થયેલી આ હરકત થી હેબતાઈ ગઈ અને પાછળ ફરીને સીધો એક તમાચો આયાનના ગાલ પર મારી દીધો, પરંતુ આયાન ક્યાં હોશમાં રહ્યો હતો ઝોયાને જોતાજ એ સ્તબ્ધ થઈ ગયો હતો.

આજુબાજુ લોકો જમા થઈ ગયા હતા માટે આયાનએ પરિસ્થિતિ સંભાળતા ફક્ત એટલું કહ્યું , ” સોરી મને એમ કે……સો સોરી ” લોકો અને ઝોયા સમજ્યા કે ભૂલથી બીજા વ્યક્તિ સમજી બેઠો એટલે ઝોયા બોલી ,” ઇટ્સ ઓકે બટ ધ્યાન રાખતા જાવ”” હા , અગેઇન સોરી ” આયાનએ કહ્યું.

ઝોયા સાંભળ્યા વગર જ ચાલી ગઈ આયાન પણ તરત એને ખબર ના પડે એમ તેની પાછળ જવા લાગ્યો , આગળ જ્યાં કોઈ ના હતું ત્યાં આયાન તેની પાસે આવી ને બોલ્યો , ” ઝોયા ખાન ?” , ” હા , લેકિન આપ કયું હમારે પીછે પડે હે ? ” ઝોયા એ ગુસ્સામાં પૂછ્યું અને ઉમેર્યું ,” મને લાગ્યું તમને કંઈક ભૂલ થઈ હશે પરંતુ તમે તો સાચ્ચે મારી પાછળ જ આવો છો. ”
એક મિનિટ શાંત રહીને ફરી બોલી ” હવે જાવ છોકે માર ખાઈને જ સમજશો”
આયાન શાંતિ થી બોલ્યો , ” અરે શાંત શાંત ઝોયા એક મિનિટ સાંભળ તો ખરા.” ,
“હું કોઈ અજાણ વ્યક્તિ સાથે વાત નહિ કરતી ,તમે હવે મારો પીછો છોડો”
” અરે ઝોયા તું મને ના ઓળખી , ભૂલી ગઈ મને ? ”
“ના હું તમને નહિ ઓળખતી”
“અરે ઝોયા હું આયાન , આયાન શેખ……હજુ યાદ નહિ , અરે યાદ કર”
“આયાન ! , હું કોઈ આયાનને નહિ ઓળખતી”
“ઝોયા આપડે સ્કૂલમાં ભેગા ભણતા હતા”
“કઈ સ્કૂલ હેં ? હું કોઈ સ્કૂલમાં નહિ ભણી”

આયાન વિચારમાં પડી ગયો આ ઝોયા જ છે તો કેમ ના પાડે છે , આયાન ઉદાસ થઈ ગયો એને એમ કે એની ભૂલ થઈ હશે એટલે એ ચુપચાપ ત્યાંથી જવા લાગ્યો ત્યાં ઝોયા બોલી , ” ઓ આયાન , ક્યાં જાય છે ? અરે હું તો મજાક કરતી હતી….. તને કઈ રીતે ભૂલું , સ્કૂલમાં તે મારી ઘણી મજાક ઉડાડી હતી કલાસમાં…….”
આયાન પાછળ ફર્યો ને ખુશ થઈ ગયો ને બોલ્યો , ” અરે ઝોયા ! ”
“અરે તે મારો હાથ પકડ્યો ને હું તને તમાચો મારવા જઈ રહી હતી ત્યાંજ તને ઓળખી ગઈ હતી પરંતુ થોડી મસ્તી સુજી મને”
“કોઈ પ્રોબ્લેમ નહિ , બસ હું યાદ છું તને એ જ મને ગમ્યું”
“હા , તને ભુલાઈ કોઇ’દી ? ક્લાસનો સૌથી તોફાની છોકરો હતો”
” હા એ મુક બધું તને મળીને હું ખૂબ ખુશ થયો મારે તારી જોડે વાત કરવી છે”
“હેં શુ કહ્યું ? તું ખુશ થયો , પણ મને યાદ છે ત્યાં સુધી તને તો હું જરાય પસંદ ન હતી , તું તો રોજ મને ચીડવતો”
“અરે ત્યારની વાત અલગ છે , મને શું ખબર હતી કે તું આવી સુંદર થઈ જવાની ”
“શું કહ્યું !” ઝોયા હસવા લાગી
“અરે કંઈજ નહિ , હું કઈ નહિ બોલ્યો !”
“જા ને હવે , હું બધું સમજુ છું. તું મને જોઈને વિચારમાં પડી ગયો છો કે આ આટલી બધી કેમ ચેન્જ થઈ ગઈ છે ?”
“હા પણ એ મુક હવે આ વાત પછી પણ થશે , મારે તારી જોડે વાત કરવી છે ”
“હા કરશું પણ હમણાં નહિ , હવે મારે ઘરે જવું જ પડશે , ઘરે મારી રાહ જોતા હશે”
“ઓહઃકે તો તું મને ક્યારે મળીશ? તું ક્યાં રહે છો? તું આહ્વાજ રહેશ કે જૂનાગઢ”
“ના હું હવે અહ્યા ધોરાજીમાં જ રહું છું , તું જો કાલે આવી શકતો હોય તો અહ્યા આવજે સાંજે મળવા”
“અરે ચોક્કસ કાલે સાંજે 5:30 એ આવું , ક્યાં મળીશ તું મને?”
“તું અહ્યા જ આવજે હું તને અહીજ મળીશ”
“ઓહઃકે તો કાલે મળ્યા”
બને છુટા થયા આયાન જૂનાગઢ તરફ બાઇક પર પાછો ઘર તરફ ચાલ્યો ને ખૂબ ખુશ હતો આજે કેમ કે એ કાલે ઝોયાને મળવાનો હતો જે આમતો એની લાઈફમાં સ્કૂલના સમયથી હતી પરંતુ 2 દિવસ પહેલા જ પહેલી વખત મળ્યા હોય એવું આયાનને લાગતું હતું કેમકે સ્કૂલની ઝોયાનો લુક આજની ઝોયાથી ઘણો જ અલગ હતો.

રમણીય હોટેલમાં એક ટેબલ પર ઝોયા અને આયાન બેઠા હતા , આયાન આજે પહેલી વખત ઇનશર્ટ કરીને આવ્યો હતો કારણકે એના મિત્ર એ કહ્યું હતું કે ગર્લ્સને ઇનશર્ટ કરતા બોય પસંદ પડે છે , ઝોયાના પુરા દીદાર બસ એની આંખ પરથી જ થતા હતા બાકી એનું પૂરું શરીર બુરખા વડે ઢાંકેલું હતું , એની આંખ જ એટલી માદક હતી કે એને જોઈને કોઈ પણ છોકરો એની આંખોમાં ખોવાઈ જતો.
આયાન એ વેઈટર ને 2 કોફી અને સેન્ડવીચ કહ્યા અને બોલ્યો , ” ઝોયા તું અચાનક કેમ ચાલી ગઈ હતી”
” મારા અબુ ના કામ ના લીધે , એમને એમનું કામકાજ અમદાવાદ શિફ્ટ કરવું પડ્યું હતું ને 8 મહિનાથી અમે હવે ધોરાજીમાં રહેવા આવ્યા છીએ”
“ઓહહ એવું છે ”
“હા”
“બોલ અમદાવાદમાં મારા જેવો કોઈ મળ્યો કે નહીં”
“હા , ઘણાય”
“હેં ! સાચ્ચે”
“હા તારા જેવા તો ઘણાય , પણ તું નહિ ”
“ઓહઃહઃહ તો ઠીક”

બંને આજે બવ ખુશ હતા , આજે વર્ષો પછી સ્કૂલના દિવસોની ખુબજ યાદ આવી ગઈ ને કલાકો સુધી વાતચીત કરી , આવી રીતના હવે બંને અવાર નવાર મળ્યા લાગ્યા. મોબાઈલમાં પણ બંને આખો દિવસ એકબીજા જોડે જ વાત કરતા હતા. બંને તરફથી આગ લાગી ચુકી હતી , બસ રાહ હતી એકબીજાને કહેવાની.

14 ફેબ્રુઆરી ના રોજ આયાન ઝોયાને પોતાના દિલની વાત જણાવશે એવું નક્કી કરે છે , તેથી એ એક સરપ્રાઈઝ ગોઠવે છે અને ઝોયા ને તે દિવસે મળવાનું કહે છે.

14 ફેબ્રુઆરી સવારે આયાન ઝોયાને મળવા જાય છે અને તેને શહેરથી દૂર એક સુમસાન પરંતુ ખુબજ સુંદર એવી જગ્યા પર લઈ જાય છે ત્યાં પહોંચતા આયાન ઝોયાની આંખમાં પટ્ટી બાંધે છે અને તેને પોતાના હાથથી ઉંચકીને લઈ જાય છે. એક જગ્યાએ આયાન ઉભો રહ્યો અને કહ્યું એક મિનિટ હો હું આવું હમણાં , ઝોયા વિચારે છે કે શું થઈ રહ્યું છે, અચાનક 5 મિનિટ પછી આયાન આવે છે અને ઝોયાની પટ્ટી ખોલે છે , ઝોયાની આંખ ખુલતા જ એ આશ્ચર્ય પામે છે સામે એક ઝરણાની બાજુમાં સુંદર મંડપ છે જેમાં ટેબલ પર ગુલાબની પાંદડીઓ વડે દિલ બનાવેલું છે અને એમાં “Zoya” લખેલું છે , ધીમું ધીમું વાયોલિન નું રોમેન્ટિક મ્યુઝીક ચાલુ છે અને આયાન ઝોયાનો હાથ પકડી ત્યાં લઈ જાય છે અને ઘૂંટણ પર બેસીને ઝોયાની સામે ડાયમંડ રિંગ આપીને કહે છે ” Zoya , I want to say something”
” હા તો બોલ ને ”
” ઝોયા હું…….હું.. એમ કહેતો હતો કે……….”આયાન બોલતા અટકી પડ્યો
” અરે બોલને આયાન શુ કહેવા માંગે છે ”
” Zoya , I Love You ” આયાન ઝડપથી બોલી ગયો
ઝોયા શરમાઈ ગઈ અને નીચે જોવા લાગી
આયાન બીજી દિશામાં ઉભો રહીને ફરી બોલ્યો , ” ઝોયા તને તે રાત્રે પહેલી વખત જોઈ હતી ત્યારે જ મારા મનમાં કૈક કૈક થઈ રહ્યું હતું , તને શોધવા માટે હું તે દિવસે દિવસ-રાત રખડયો હતો , પછી તારી સાથે મુલાકાત થઈ , વાતચીત થઈને હું તને દિલથી ચાહવા લાગ્યો ”
આયાનએ પાછળ ફરીને જોયું ત્યારે ઝોયા શરમાઈ ને બોલી “I Love You to Aayan but…….”
ઝોયા આટલું બોલીને આયાનને ધકો મારે છે અને ગોળીનો અવાજ આવે છે

.

ખુબજ દુઃખદ સ્વપ્ન જોઈને ઝોયા આંખ ખોલે છે અને ખુબજ ડરી ગઈ હતી કે તેને આ શું જોયું ? તે ખુબજ ડરેલી હતી પછી તે ઉઠવા માંગે છે પરંતુ પોતાને પલંગ પરથી ઉઠાડી નથી શકતી ને અવાજ સંભળાય છે ,”ડોકટર , ડોકટર રૂમ ન. 58વાળા દર્દીને હોશ આવી ગયો”
ઝોયા આ સાંભળી ને વિચારમાં પડે છે ને આસપાસ જુવે તો તે કોઈ હોસ્પિટલમાં હોય એવો એને ખ્યાલ આવે છે ને ત્યાં ડોકટર આવે છે અને એનું નોર્મલ ચેક અપ કરે છે. ઝોયા કૈક બોલવા માંગતી હતી પણ એનામાં બોલાઈ શકે એટલી તાકત ન હતી જે ડોકટરે જોયું ને કહ્યું ,” શાંત રહો મિસ ખાન , તમે ઠીક થઈ જાવ પછી જે કહેવું હોય એ કહેજો”
ડોકટર બાર જઈને ફેમિલી મેમ્બર્સને કહે છે ,” મિસ ઝોયાને હોશ આવી ગયો છે ” ત્યાં જ રહેલા પોલીસ કર્મચારી એ કહ્યું ,” શું અમે તેમને મળી શકીએ?”
” પરંતુ તે હજુ ખુબજ નબળા છે તેમનામાં બોલવા , હાલવા ચાલવાની શક્તિ નથી. તેઓને હજુ આરામની અને ટ્રીટમેન્ટની જરૂર છે એટલે તમે કે કોઈ પણ વ્યક્તિ હજુ તેમને નહિ મળી શકે.”

આ બાજુ આયાન જેલમાં હતો , બે મર્ડર અને ઝોયાને મારવાની કોશિશ ના કેસમાં તેને પકડવામાં આવ્યો હતો. પોલીસને શંકા હતી કે આ બધામાં જૂનાગઢના આયાન નો જ હાથ છે તેથી શંકાના દાયરામાં એને કેદ કરવામાં આવ્યો હતો અને ત્યાં મળેલા સબૂત પરથી એ જ સાબીત થતું કે ગુનેહગાર આયાન જ છે પરંતુ આ કેસની એક માત્ર આય વિટનેસ ઝોયા પોતે હતી તેથી પોલીસ વાળા અને ઝોયા ના ફેમેલી મેમ્બર ઝોયા ના હોશમાં આવવાની રાહ જોતા હતા જેથી તે ગુનેહગારને સજા આપી શકે.

કોર્ટ દ્વારા આયાનના રિમાન્ડ પણ મંજુર થયા હતા, પોલીસએ આયાનને ખુબજ માર્યો ને પૂછ્યું , “બોલ તે એ બંને ને અને ઝોયાને કેમ માર્યા , તે બંને તો તારા મિત્રો હતા તારી જ ટોળકીના સભ્ય હતા ને ઝોયાને તો તું પ્રેમ કરતો એવું તારા અમ્મી એ કહ્યું હતું છતાંય તે એને કેમ મારવાની કોશિશ કરી ” આ બોલતાની સાથેજ પોલીસ સાહેબ એ જોરદારનો દંડો એના પગમાં માર્યો અને આયાનની ચીસ નીકળી ગઈ અને બોલ્યો , “સાહેબ મેં ઝોયાને નથી મારી , ઝોયાને તો મારા મિત્રએ મારી છે , એ મને મારવા ઇચ્છતો હતો પરંતુ ઝોયા વચ્ચે આવી ગઈને એને ગોળી વાગી ગઈ , અને હું ગુસ્સામાં આવીને એક મોટો પથરો લઈને મારવા ગયો ત્યારે મને ખબર પડી કે આ મારો મિત્ર અસલમ છે ને એની જોડે રિઝવાન અને હજુ એક વ્યક્તિ હતો , મેં અસલમ ને પથરો માર્યો એટલે તે ત્યાં પડ્યો અને ઓલા બંને ભાગ્યા મેં અસલમની ગન લઈને ગુસ્સામાં એને 2 ગોળી મારી દીધી પછી મેં રિઝવાન ને મારી અને ઓલો ત્રીજો વ્યક્તિ ભાગી ગયો હતો તે મારા હાથમાં ન આવ્યો ,”
“સાહેબ મેં ઝોયાને નથી મારી”
સાહેબ માનતા નથી ને પાછા મારે છે ,”સાચું બોલ , ખોટી કહાની ના કે , સાચું બોલ બાકી આમ જ માર ખાઈશ”
આયાને કોર્ટમાં પણ આ જ બયાન આપ્યું હતું ને કહ્યું હતું ,”મેં તો ફક્ત ગુસ્સામાં ઝોયાના કાતીલને જ માર્યો છે”
જજ સાહેબે કહ્યું , “ઝોયાના હોશમાં આવ્યા બાદ એના બયાન પછી આ કેશનો આખરી ફેંસલો આપવામાં આવશે”

4 મહિના પછી ઝોયાને હોશ આવ્યો અને આયાનના અમ્મી ની એક ઉમ્મીદ જાગી કે હવે મારો દીકરો બચી જશે અને આયાનને જેલમાં ખુશખબરી જણાવે છે કે ઝોયાને હોશ આવી ગયો છે, આયાન આ સાંભળીને ખૂબ ખુશ થાય છે ને રોવા લાગે છે અમ્મી ફરીથી કહે છે બેટા ,”રો નહિ મને ખબર છે તે કાઈજ નથી કર્યું તું તો ઝોયાને પ્રેમ કરતો હતો પરંતુ હવે બધું ઠીક થઈ જશે”

ઝોયાને હોશ આવ્યા ને હવે 3 દિવસ થઈ ચૂક્યા હતા પરંતુ તે હજુ કાઈ એક્સન આપી રહી ન હતી , ડોકટર પોતાની પુરી કોશિશ કરી રહ્યા હતા પરંતુ ખુદાને કંઈ બીજું જ મંજુર હશે. ચોથો દિવસ થયો નર્સ સવારે ઈન્જેકશન દેવા ઝોયા પાસે ગયા ને તેણે જોયુ કે ઝોયાનું શરીર ઠંડુ પડી ગયું હતુ , ઝોયા આ દુનિયામાં ન રહી હતી , ને તેને તરત ડોકટર ને બોલાવ્યા ડોકટરે આવીને તપાસ કરીને બહાર રહેલા એમના ફેમિલી મેમ્બરને કહ્યું , ” સોરી અમે ઝોયાને ના બચાવી શક્યા. ” ઝોયાના પેરેન્ટ્સ હોસ્પિટલમાં ખુબજ રડી પડ્યા , ડોકટરે પોલિસને બોલાવીને કાનૂની કાર્યવાહી પુરી કરી અને ડેથ સર્ટિફિકેટ ઝોયાના ફાધરને આપ્યું.

અહીં પોલીસએ આયાનને આ સમાચાર આપ્યા અને આયાન ચોધાર આંસુએ રડી પડ્યો , આજે એને પોતાના જીવનની અમૂલ્ય વ્યક્તિ ગુમાવી દીધી હતી , આજે આયાન ફરીથી તૂટી ગયો હતો . આયાનને કંઈજ સુજી ન રહ્યું હતું એ દીવાલ જોડે પોતાના માથા પછાડી રહ્યો હતો.

બીજે દિવસે કોર્ટમાં જજે આયાન પાસે કોઈ પણ સબૂત કે ગવાહ ન હોવાથી દોષી કરાર કર્યો અને તેને ફાંસીની સજા સંભળાવી .

25 જૂનના દિવસે એક બાજુ શહેરમાં અષાઢી બીજની રથયાત્રા નીકળી રહી હતી ને આ બાજુ ઝોયાનો જનાજો નીકળી રહ્યો હતો , ઝોયાને દફનાવામાં આવી. સાંજે જૂનાગઢમાં વર્ષનો પહેલો વરસાદ ધોધમાર વરસ્યો, આજે કદાચ કુદરત પણ રડી રહી હતી , રાત્રે ઈદ નો ચાંદ નીકળ્યો શહેર આખું ખુશ લાગી રહ્યું હતું પરંતુ આજે આયાનનો ચાંદ જ ના રહ્યો હતો આયાન ખૂબજ દુઃખી હતો.

બીજે દિવસે ઈદ ના દિવસે આયાનના અમ્મી એને મળવા આવ્યાને બંને રડવા લાગ્યા ને આયાન રડતા બોલ્યો , ” અમ્મી આ શું થઈ ગયું , ”
“બેટા અલ્લાહ એ આપડી સાથે અન્યાય કર્યો છે”
” ના અમ્મી આ બધું મારા કરેલા પાપ ના હિસાબે જ મને મળ્યું છે , મેં ઘણાયના જીવન બગડ્યા છે આ એની જ સજા મળી છે. પણ અમ્મી મારા કરેલા પાપોની સજા ઝોયાને કેમ મળી , એ બિચારીનો શુ ગુન્હો હતો આમાં ?”
આયાનના મનમાં બસ એકજ વિચાર ચાલતો હતો હવે , “મારા કરેલા પાપ ની સજા ઝોયાને ભૂગતવી પડી”

આજ વિચાર સાથે તે રોજ રોતો હતો ને પોતાની ફાંસીની રાહ જોઈ રહ્યો હતો…..

આભાર

અહીં હું મારા મિત્રોનો આભારી છું જેમને મને લખવામાં સાથ આપ્યો છે.
માનસી વાઘેલા – હું ખુબ જ આળસુ છું, આમણે મને રોજ ટકોર કરી ને શરૂઆત થી અંત સુધી લખાવ્યું છે.
મિતાલી સોલંકી – જેમને મને ખુબ જ સપોર્ટ કર્યો છે , હંમેશા મારા લખાણ માટે સમય ફાળવ્યો છે.
ગિતા ઠાકર – જેમને મને મારી ભાષા માં સુધારો લાવવા હંમેશા ટકોર કરી છે.
પાર્થ ત્રિવેદી – જેને એટલું સુંદર શીર્ષક આપ્યું છે.

લેખક : નીખીલ વઢવા