ખિસ્સામાં રૂપિયામાં નથી અને સારો બિઝનેસ શરુ કરવાની ઇચ્છા છે? તો સોનૂ સુદ આ રીતે કરશે મદદ

કોરોના વાયરસ સંક્રમણની મહામારીમાં લોકડાઉનના સમયથી જ બોલીવુડ અભિનેતા સોનુ સુદ (Sonu Sood) લાખો વ્યક્તિઓ માટે મસીહા બનીને મદદ કરતા આવી રહ્યા છે. સોનુ સુદની મદદ કરવાનો સિલસિલો હજી પણ અટક્યો નથી. સોનુ સુદએ ગયા વર્ષે જ પ્રવાસી મજૂરો અને દેશ- વિદેશના અલગ અલગ ભાગોમાં ફસાઈ ગયેલ વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી પહોચાડવામાં મદદ કરી છે. રસપ્રદ વાત એ છે કે, બોલીવુડના આ મસીહાએ સમય અને જરૂરિયાત મુજબ પોતાની મદદ કરવાની રીત પણ બદલી છે. હવે સોનુ સુદ કોઈને પરીક્ષાની તૈયારી કરવામાં તો કોઈને મફતમાં ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. આ કડીમાં હવે સોનુ સુદ =એ એક નવી પહેલ શરુ કરવાનું એલાન કર્યું છે. ચાલો જાણીએ એના વિષે…

image source

ખરેખરમાં, બેરોજગાર બેસી રહેલ યુવાઓ માટે સોનુ સુદ એક નવી સ્કીમ લાવી રહ્યા છે. સોનુ સુદની આ નવી સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે, જો આપના ખિસ્સામાં પૈસા નથી તો પણ આપ પોતાનો બિઝનેસ શરુ કરી શકશો. આપની પાસે તો પણ મલિક બનીને પોતાનો બિઝનેસ ચલાવવાનો અવસર મળશે. સોનુ સુદએ પોતે જ ટ્વીટર પર એની જાણકારી આપી છે.

સોનુ સુદએ ટ્વીટર પર એક ફોટો શેર કરીને જાણકારી આપી છે. આ પોસ્ટરના કેપ્શનમાં સોનુ સુદએ લખ્યું છે કે, ‘તૈયાર રહીએ’. જયારે પોસ્ટરમાં લખ્યું છે કે, ‘હવે ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં બનો પોતાના માલિક. પોતાના ગામમાં કરો પોતાનો વેપાર.’ પોતાની આ નવી પહેલ હેઠળ ગામડાના યુવાઓને સશક્ત બનાવવાનો પ્રયત્ન કરશે.

image soucre

અભિનેતા સોનુ સુદ દ્વારા આ જાણકારીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દીધા પછી પણ લોકો દ્વારા તેની પર અલગ અલગ પ્રકરના રીએક્શન પણ આપી રહ્યા છે. સોનુ સુદની આ પહેલની ખુબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે. એક વ્યક્તિએ સોનુ સુદના આ ટ્વીટના રીપ્લાય કરતા લખ્યું છે કે, દિલ મોટું હોવું જોઈએ,ભાવના સારી હોવી જોઈએ, મુશ્કેલમાં મુશ્કેલ સમય સરળતાથી પસાર થઈ જાય છે. બીજા માટે કઈક કરવાની અલગ જ ખુશી મળે છે વિશ્વાસ નથી થતો તો કરીને જોવો.’

પ્રવાસી મજૂરોની મદદ કરવાથી કરી હતી શરુઆત.

image source

લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી મજુરોને તેમના ઘર સુધી પહોચાડવાની સાથે સોનુ સુદ પહેલીવાર લોકોની મદદ કરવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ લાખો લોકોએ તેમની પાસે મદદ માંગી અને સોનુ સુદએ કોઈને પણ નિરાશ કર્યા નહી. જયારે બિહાર અને અસમમાં પુર આવ્યું, ત્યારે પણ તેમણે ના જાણે કેટલાય લોકોની મદદ કરી. ત્યાર બાદ એક નવા અભિયાન હેઠળ જરૂરીયાતમંદ વ્યક્તિઓને નોકરી અપાવવામાં મદદ કરી. તાજેતરમાં જ સોનુ સુદએ પોતાના શહેરમાં ઈ- રિક્ષા વહેચવાની શરુઆત કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ