જલ્સા કરોને જેંતીલાલ

પ્રિટી ઝિન્ટાએ કરી ભાત પૂજા, તેને સલવાર કૂર્તા અને માથે દુપટ્ટો ઓઢેલી જોઈને તેના પ્રસંશકોએ કર્યા તેના ફોટોઝ વાઈરલ…

કહેવાય છે કે ભગવાનના મંદિરના દરવાજા સૌ માટે ખુલ્લા હોય છે તે પછી કોઈ રાજા હોય કે ઝૂંપડીમાં રહેતો રંક. પરંતુ આપણાં સેલિબ્રિટીઝનું જીવન એવું હોય છે કે જો તેઓ ભગવાનના માત્ર દર્શન કરવા જાય તો પણ તે એક સમાચાર બની જાય છે.

અને પછી બને એવું છે કે તેમના પ્રસંશક લોકોનું ટોળું ઘેરી વળે છે ત્યારે તેઓ વધુ મુસીબતમાં ફસાય છે.


સોશિયલ મીડિયામાં કોઈપણ સામાન્ય સમાચારને પણ વાઈરલ કે ટ્રોલ થવામાં વાર નથી લાગતી તો જો તે કોઈ ફિલ્મી સીતારાઓ કે સ્પોર્ટ્સ પર્સનના સમાચાર હોય તો તે વધુ ચર્ચાએ ચડે છે. એ મુજબ એક સૂત્ર પ્રમાણે ગયા મંગળાવારે પ્રિટી ઝિંટાએ ભગવાન મંગળનાથની ભાતપૂજા કરાવી હતી.

મંગળનાથ મહાદેવના પૂજારીએ એ વાતની જાતે જ પૂષ્ટિ કરી છે તેવું નિવેદન આવ્યું છે. તેઓ વહેલી સવારે પાંચ વગ્યામાં મંદિરે પહોંચી ગયાં હતાં અને પૂજા શરૂ થઈ હતી. ત્યાં તેમણે પંચામૃત અભિષેક સાથે નવગ્રહ પૂજા કરાવી હતી અને શાંતિપાઠ કરાવ્યા હતા.


ત્યારબાદ ભાતપૂજા પણ કરાઈ હતી. મહારાજના કહેવા પ્રમાણે તેઓ ત્યાં લગભગ દોઢ કલાક રહ્યાં હતાં અને આખો સમય તેમણે ચહેરાને દુપટ્ટાથી ઢાંકી રાખ્યો હતો.

વાઈરલ થઈ રહેલી તસ્વીરમાં તેમણે કોટનનો ગુલાબી અને સફેદ સંગનો પંજાબી ડ્રેસ પહેરી રાખ્યો હતો. અને વધુ એક તસ્વર મુજબ ચહેરા પર ગોગ્લસ પહેરેલી અને કપાળે કંકુ ચોખાનો ચાંદલો કરેલો હતો.

કહેવાય છે કે આ ખાસ પ્રકારની ભાતપૂજા છે. જે સફળતા અને સિદ્ધિ હાંસલ કરવાના હેતુથી કરાવાય છે. એક માન્યતા મુજબ તેમની આઈ.પી.એલ. ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર પ્રદર્શન કરીને ૧૨ રનો સાથે જીતી ગઈ હતી. ત્યારે આ પૂજા ફળી હોય તેવું લાગે છે.

પ્રિટી ઝિન્ટા કિંગ્સ ઇલેવન પંજાબ ટીમની માલિક છે અને એક તસ્વીરમાં તેઓ મેચ જોવા આવેલ ફેન્સને ટીમના લેબલવાળા ટી શર્ટ આપતી વખતે એકદમ ખુશ દેખાય છે. તેઓ કાયમ મેચના સમયે તેમની ટીમનો ઉત્સાહ વધારવા હાજર પણ રહે છે.

સૂત્રોના અનુસાર તેઓએ આ ભાતપૂજા કરાવીને ભગવાન મંગળનાથના આશીર્વાદ લઈને જ ઇન્ડોર તરફની સફર શરી કરી હતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ

Exit mobile version