કોલ સેન્ટરમાં કામ કરતી હતી આ એક્ટ્રેર્સ અને ચલાવતી હતી પોતાનુ ઘર, પિતાએ પણ છોડી દીધો હતો સાથ

બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી કામ રહી છે. ઝરીન ખાનએ પોતાના કરિયરની શરુઆત સલમાન ખાનની સાથે કરી હતી, પરંતુ ઝરીન માટે બોલીવુડ સુધી પહોચવું સરળ હતું નહી. ઝરીન ખાનએ જણાવ્યું હતું કે, જયારે તેમના પિતા ઘર છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે ઝરીનની માં એકદમ તૂટી ગઈ હતી. તે સમયે ઝરીન ખાનને માં અને બહેનને સંભાળવાના હતા.

image source

ઝરીન ખાનએ પિંકવિલાની સાથે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘એક સાંજે કઈક એવું થયું કે, અમારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. મારા પિતા ઘર છોડીને ચાલ્યા ગયા. અમારી પાસે પૈસા હતા નહી. કેમ કે, અમે એવા પરિવારથી હતા નહી, જેને વિરાસતમાં ઘણી બધી સંપત્તિ મળી હોય.’

‘તે રાતે અમે સાથે હતા. ત્યારે આ દરમિયાન અચાનક માં ખુબ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. મેં તેમને શાંત કરાવવાનો પ્રયત્ન કર્યા અને કહ્યું કે, ચિંતા કરવાની કોઈ વાત નથી.’

image source

‘મેં કહ્યું કે, હું બધું જ સાંભળી લઇશ. હવે મેં કહી તો દીધું હતું, પરંતુ તે સમયે મારું વજન ૧૦૦ કિલો હતું અને મને એ પણ ખબર હતી નહી કે, હું શું કરવા ઈચ્છું છું.’

ઝરીન ખાન આગળ જણાવતા કહે છે કે, પછી મેં કોલ સેન્ટરમાં જોબ કરવાનું શરુ કરી દીધું. મારી બહેન અભ્યાસ કરી રહી હતી. તે સમયે મેં ૧૨મી ક્લાસ પૂર્ણ કર્યું હતું.’

image source

‘હું એરલાઈન્સમાં જોબ કરવા ઈચ્છતી હતી. મેં પોતાનું ૫૨ કિલો વજન ઘટાડી દીધું હતું. વજન એટલું કે હું લગભગ એક વ્યક્તિને પોતાનાથી અલગ કરી દીધા હતા. પરંતુ હું ખુબ જ ખુશ છું, મારી માંને સારું ફિલ થાય છે કે અમે આ સ્થિતીનો સામનો અડગતાથી સામનો કર્યો.’

image source

આપને જણાવીએ કે, ઝરીન ખાનએ સલમાન ખાનની ફિલ્મ ‘વીર’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ ‘વીર’માં ઝરીન ખાનની એક્ટિંગને ખુબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ ‘વીર’ વર્ષ ૨૦૧૦માં રીલીઝ કરવામાં આવી હતી અને ‘વીર’ ફિલ્મનું નિર્દેશન અનીલ શર્માએ કર્યું હતું.

image source

ઝરીન ખાનએ એક ઇન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાનની સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. ઝરીન ખાન સલમાન ખાન સાથે પોતાનો કામ કરવાનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે, ‘હું હંમેશાથી જ સલમાન ખાનને જોતી રહેતી હતી. મને ખરેખરમાં જ વિશ્વાસ ના હતો થઈ રહ્યો કે, હું સલમાન ખાન સાથે કામ કરી રહી છું.’

image source

ઝરીન ખાન આગળ જણાવતા કહે છે કે, આ લોકડાઉન દરમિયાન હું એક વસ્તુ શીખી છું કે, આપણે દરેક વસ્તુની કીમત કરવી જોઈએ. આની સાથે જ મેં ઘરમાં કામ કરનાર વ્યક્તિઓની કીમત કરવાનું પણ શીખી લીધું છે કે, કેવી રીતે એ લોકો આટલા બધા ઘરોમાં કામ કરે છે.

image source

ઝરીન ખાનને જયારે પૂછવામાં આવ્યું કે શું તમને ખબર છે કે સલમાન ખાન લોકડાઉન દરમિયાન કેવી રીતે સમય પસાર કરી રહ્યા છે તો આ પ્રશ્નના જવાબમાં ઝરીન ખાનએ કહ્યું કે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા મને બધું ખબર મળે છે અને ક્યારેક ક્યારેક તેઓ મેસેજ દ્વારા પણ એકબીજા સાથે વાત કરતા રહે છે.

Source : Live હિન્દુસ્તાન .com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ