ઝાંસીની ૧૬ વર્ષી વિદ્યાર્થીનીએ બનાવ્યું એસી એ પણ ફક્ત ૧૮૦૦ રૂપિયાના ખર્ચે…

ભારતની આ દીકરીએ માત્ર 1800 રૂપિયામાં બનાવ્યું ઇકોફ્રેન્ડલી AC. જાપાને પણ તેને સેલ્યુટ કર્યું.

ભારત એક એવો દેશ છે જ્યાં ટેલેન્ટની કોઈ જ કમી નથી અને આ જ ટેલેન્ટથી સમૃદ્ધ વ્યક્તિત્વોના કારણે ભારત આજે વિશ્વ ફલક પર પોતાની એક અલગ જ છવી રજુ કરવામાં સફળ રહ્યું છે. મોટા સુવિધા સંપ્પન શહેરોમાં જ નહીં પણ હવે તો ભારતના ગામડે ગામડે અવનવી પ્રતિભાઓ છૂપાયેલી છે અને જ્યારે આ જ ટેલેન્ટ ઉભરીને તમારી સામે આવે છે ત્યારે માત્ર દેશ જ નહીં પણ સંપૂર્ણ વિશ્વ પણ તેમને નમન કરે છે. અને આજ પ્રતિભાવંત લોકોની યાદીમાં એક નવું નામ જોડાઈ ગયું છે, તે છે ઉત્તર પ્રદેશની ઝાંસીમાં રહેનારી કલ્યાણી શ્રીવાસ્તવ નામની વિદ્યાર્થીની.


કલ્યાણી ઝાંસીની લોકમાન્ય તિલક ઇન્ટર કોલેજમાં 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. કલ્યાણીના પિતા દિનેશ શ્રીવાસ્તવ બેસિક શિક્ષણ વિભાગમાં અદ્યાપક છે. અને તેમની માતા દિવ્યા શ્રીવાસ્તવ પણ શિક્ષિકા છે. આજે જ્યાં સમગ્ર વિશ્વ નવી નવી ટેક્નોલોજી વિકસાવવાની હરિફાઈમાં પર્યાવરણને ભૂલી રહ્યું છે ત્યાં આ વિદ્યાર્થીનીએ દેશના સામાન્ય અને ગ્રામીણ લોકોની સુવિધા માટે માત્ર 1800 રૂપિયાના ખર્ચે સૌર ઉર્જાથી ચાલતા ACનું નિર્માણ કર્યું છે. એક એવું AC જેણે વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિનું વાતાવરણ ઉભુ કરી દીધું છે.


ભારત જ નહીં પણ કલ્યાણીની આ શોધને ટેક્નોલોજીના જનક એવું જાપાન પણ ચકિત થઈ ગયું છે, માટે જ કલ્યાણીને તેના પ્રોજેક્ટના આધારે ‘ઇન્સ્પાયર અવોર્ડ યોજના’ જાપાન સરકાર તરફથી સંચાલીત ‘જાપાન એશિયા યુથ એક્સ્ચેન્જ પ્રોગ્રામ ઇન સાઇન્સ સકૂરા સાઇન્સ પ્લાન’માં મે મહીનામાં વિજ્ઞાન વિષય પર યોજવામાં આવેલા સેમિનાર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.


આ સેમિનારમાં કલ્યાણી પોતાના વિચારો સમગ્ર એશિયા ખંડના દેશો સમક્ષ રજૂ કરશે.


કલ્યાણીએ પોતાની આ શોધ માટે ખુબ જ સરળ રીતનો પ્રયોગ કર્યો છે. કલ્યાણીનું આ AC કેવી રીતે કામ કરે છે તેના જવાબમાં કલ્યાણી ખુબ જ સરળ રીત જણાવે છે કે થર્મોકોલથી બનેલા આઇસ બોક્સમાં 12 વોલ્ટના ડીસી પંખાથી હવા છોડવામાં આવે છે અને બીજા એલ્બોથી ઠંડી હવાનો પ્રવાહ થાય છે.


એક કલાક નિરંતર આ પ્રક્રિયા ચાલે છે જેનાથી તાપમાનમાં ચારથી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે અને સાથે સાથે તે પર્યાવરણને અનુકુળ પણ છે. તેનાથી કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાવાની સંભાવના નથી. કલ્યાણીની આ વાતને ટેકો આપતા IIT દિલ્લીએ એ નેશનલ લેવલ પર ઓર્ગેનાઇઝ કરવામાં આવેલા મોડલ કમ્પિટીશનમાં આ દેશી AC ને સિલેક્ટ કર્યું છે.


કલ્યાણીની આ શોધથી એક તરફ જ્યાં વીજળીના વધતા દર પર નિયંત્રણ લાગશે તો બીજી બાજુ દેશના દરેક ક્ષેત્ર પછી તે ગામ હોય કે શહેર હોય બધાને પ્રચંડ ગરમીથી થોડી રાહત મળશે. એક એવું એસી જે સામાન્ય માણસના બજેટમાં હશે.


આજે આપણો દેશ ખરેખર કલ્યાણી શ્રીવાસ્તવ જેવી ટેલેન્ટ પામી પોતાને ધન્ય અનુભવી રહ્યો છે.