જલ્સા કરોને જેંતીલાલ

યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા હનીમૂન મનાવવા પહોંચ્યા દુબઈ, સોશિયલ મડિયા પર વાયરલ થઈ કપલની આ તસવીરો

યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા હનીમૂન મનાવવા પહોંચ્યા દુબઈ, સોશિયલ મડિયા પર વાયરલ થઈ કપલની તસ્વીરો

2020નું વર્ષ મહારીનું વર્ષ છે. આ વર્ષે ઘણા બધા લગ્નોની રોનક મહામારીના કારણે ઝાંખી પડી ગઈ છે. પણ તેમ છતાં કપલ્સ વચ્ચે પ્રેમ તો ભરપુર જોવા મળ્યો છે. ખાસ કરીને સેલેબ્રીટી કપલ્સ પોતાના લગ્નને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા છે. આ વર્ષે નેહા કક્કર, આદિત્ય નારાયણ, યુજવેન્દ્ર ચહલ તેમજ બીજા કેટલાક સેલેબ્રીટીઝે લગ્ન કર્યા અને તેમની લગ્નની, તેમજ હનીમૂનની તસ્વીરો પણ સોશયિલ મડિયા પર ખૂબ વાયરલ થઈ છે.

ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ગર્લફ્રેન્ડ ધનશ્રી વર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમના લગ્ન સાથે જોડાયેલી તસ્વીરો અને વિડિયો પણ સોશયિલ મડિયા પર ખૂબ વાયરલ થયા હતા. લગ્ન બાદ ધનશ્રી વર્મા અને યુજવેન્દ્ર ચહલ હાલમાં પોતાનું હનીમૂન મનાવી રહ્યા છે, અને તેની સાથે જોડાયેલી તસ્વીરો પણ ખૂબ વયારલ થઈ રહી છે. આ તસ્વીરો ધનશ્રી વર્માએ પોતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે, જેને અત્યાર સુધીમા છ લાખ કરતાં પણ વધારે લાઇક્સ મળી ગઈ છે. તેની સાથે સાથે જ ફેન્સે પણ ધનશ્રી અને યુજવેન્દ્ર ચહલની તસ્વીરો પર ખૂબ કમેન્ટ કરી છે.

ધનશ્રી વર્માએ આ તસ્વીરોને શેર કરતા લખ્યું છે, ‘ગુડ આફ્ટરનૂન…’ તસ્વીરમાં જ્યાં યુ-ટ્યૂબર ધનશ્રી વર્મા ઝેબ્રા પ્રિન્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે ત્યાં જ યુજવેન્દ્ર ચહલ વ્હાઇટ ટી શર્ટ, શોર્ટ્સ અને જેકેટમાં દેખાઈ રહ્યા છે. તસ્વીરમાં ધનશ્રી વર્માનો લૂક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. ધનશ્રી વર્મા ઉપરાંત યુજવેન્દ્ર ચહલે પણ આ તસ્વીરોને શેર કરી છે, જેના પર શૂટર દાદી સહિત ફેંસ પણ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. શૂટર દાદી ચંદ્ર તોમરે યુજવેન્દ્ર અને ધનશ્રીની આ તસ્વીરો પર કમેન્ટ કરીને લખ્યું છે, ‘બહુ સરસ…’

ધનશ્રી વર્મા અને યુજવેન્દ્ર ચહલે પોતાના લગ્ન સાથે જોડાયેલી ઘણી બધી તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. સગાઈથી લઈને હલ્દી, ફેરા, રિસેપ્શન અને કેટલીએ વિધિઓ સાથે જોડાયેલી તસ્વીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર પણ ખૂબ વાયરલ થયા હતા. તમને જણાવી દઈ કે યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ આ જ વર્ષના ઓગસ્ટ મહિનામાં સગાઈ કરી હતી. જ્યાં યુજવેન્દ્ર ચહલે પોતાની રમતના અંદાજથી લોકોના દીલ જીતી લીધા છે તો બીજી બાજું ધનશ્રી વર્માએ પોતાની ડાન્સથી ખૂબ ઓળખ ઉભી કરી છે.

ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર હોવાની સાથે સાથે એક ડેંટિસ્ટ પણ છે અને યૂ-ટ્યૂબ પર પણ તેણીના લગભઘ 20 લાખ કરતાં વધારે ફોલોઅર્સ છે. તેણી લગભગ દરેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પોતાનું અકાઉન્ટ ધરાવે છે. અને પોતાની ડાન્સ વિડિયો અવારનવાર શેર કરતી રહે છે. તેણી આ ડાન્સ વિડિયો દ્વારા ડાન્સ શીખવા ઇચ્છતા લોકોને માર્ગદર્શન પુરુ પાડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version