આ ડેટીંગ ટિપ્સથી યુવતીઓ થાય છે ફાયદો, જાણી લો કેવી રીતે

આજની દરેક યુવતિએ આ ડેટીંગ ટિપ્સ ચોક્કસ ફોલો કરવી જોઈએ

ડેટીંગ માટેનો આ એક ઉત્તમ સમય છે. આજે એકબીજાની નજીક આવવા માટે તેમજ નવી ઓળખાણો માટે લોકો પાસે ઢગલાબંધ વિકલ્પો છે. મોબાઈલમાં વિવિધ એપ્લિકેશનો છે તો ઇન્ટરનેટ પર વિવિધ ડેટીંગ વેબસાઇટ્સ પણ છે. જો કે થોડા સમય પહેલાં ભારતમાં ડેટીંગનો કોઈ જ કેન્સેપ્ટ નહોતો પણ હવે ઝડપી ઇન્ટરનેટ કનેક્શન અને વધતા જતાં સ્માર્ટફોનના કારણે હવે ભારતમાં પણ ડેટીંગનો ટ્રેન્ડ વધવા લાગ્યો છે.

image source

સામાન્ય ખ્યાલ એવો રહેતો હતો કે હંમેશા પહેલ પુરુષે જ કરવી જોઈએ. સ્ત્રીએ નહીં, પુરુષ સારું કમાતો હોવો જોઈએ તો સ્ત્રી એક સારી કૂક હોવી જોઈએ પણ હવે ઘણું બધું બદલાઈ ગયું છે. હવે સ્ત્રીઓ પુરુષ સમોવડી બની ગઈ છે અને સ્ત્રી-પુરુષ એકબીજાના મૂલ્યોને સમજવા લાગ્યા છે. તો હવે નવા જમાના સાથે તમારે ડેટીંગના કેટલાક નવા નિયમો પણ જાણી લેવા જોઈએ. સૌ પ્રથમ તો તમારા માટે યોગ્ય પુરુષની શોધ કેવી રીતે કરવી કે જેમની સાથે તમે વાતચીત કરી શકો, એવો પુરુષ કે જે તમારા મિત્રનો મિત્ર ન હોય કે પછી તમારા કઝીનનો મિત્ર ન હોવો જોઈએ કે પછી તમારા મિત્રનો કઝિન ન હોવો જોઈએ. તો તમને જણાવી દઈએ કે સોશિયલ નેટવર્કિંગ એપ બંબલ સ્ત્રીઓની આ સમસ્યાને ઘણા અંશે દૂર કરી દીધી છે. આ ઉપરાંત પણ બીજા ઘણા બધા રસ્તા છે જેના દ્વારા તમે તમારી ડેટ મેળવી શકો છો. પણ ડેટ મેળવવા માટે તમારે આ પ્રમાણેની ટીપ્સ ચોક્કસ ફોલો કરવી જોઈએ.

તમારા બાયોડેટાને અપટુડેટ અને રીયલ રાખો

image source

હંમેશા યાદ રાખો કે તમારી પ્રથમ છાપ સૌથી મહત્ત્વની છે. કોઈને પણ પોતાની ડેટ માટે માત્ર તસ્વીરો જોવી કે માત્ર તમારા નામમાં રસ નથી હોતો. તમારે તમારી પ્રોફાઈલને રસપ્રદ બનાવવાની છે. તમારે તમારી જાતને વર્ણવતી કેટલીક વિગતો તમારી પ્રોફાઈલમાં લખવી જોઈએ. તે તમારા વિષે સામેવાળી વ્યક્તિને ઘણો બધો પરિચય આપશે અને તમને વધારે જાણવાની સામેવાળાની ઉત્સુકતા થશે. અને તમારા જેવી જ વ્યક્તિ તમને સામે મળી રહેશે.

જો તમે શું લખવું તે વિષે મુંઝવણમાં હોવ તો તમારા વિષે કેટલીક એવી બાબતો જણાવો જે ઘણા ઓછાને ખબર હોય. કોઈ એવા જાણીતા ક્વોટ્સને પસંદ કરો જે તમારી જાતને સુંદર રીતે વ્યક્ત કરતી હોય.

સામેવાળી વ્યક્તિમાં કોઈક સામ્યતા શોધો

image source

તમે તમારી જાતને સ્પષ્ટ રીતે રજુ તો કરી લીધી હવે તમારે સામેવાળી વ્યક્તિને તેની પ્રોફાઈલથી ઓળખવાની છે. ઇન્ટરનેટ પરની વિવિધ સાઇટ્સ તેમજે વિવિધ ડેટીંગ એપ્સ તમારા અન્ય સોશિયલ મિડિયા અકાઉન્ટને પોતાની સાથે લીંક કરે છે. આમ તમે સામેવાળી વ્યક્તિની તપાસ કરીને તે પણ તમારા જેવો જ કોઈ શોખ ધરાવે છે કે નહીં તે વિષે જાણી શકો છો.

તમારી યોગ્ય તસ્વીરો શેર કરો

સાઇટ પર તમારી સ્વચ્છ અને પૂર્ણ લાઈટમાં હોય તેવી તસ્વીરો શેર કરો અને બને ત્યાં સુધી તમારી વાસ્તવિક તસ્વીરો શેર કરો. પાંચ-છ વર્ષ પહેલાંની તસ્વીર ન મૂકો કે પછી વધારે પડતા ફિલ્ટરવાળી તસ્વીરો પણ ન મુકો. પણ તમારી રીયલ પર્સનાલીટીને વ્યક્ત કરતી હોય તેવી તસ્વીરો જ મુકો. તમારા વિવિધ શોખ સાથેની તસ્વીરો મુકો જેમ કે તમને ફૂડ બહુ ગમતું હોય તો ફૂડ સાથેની તસ્વીર તમને કોઈ સ્પેશિયલ રમત ગમતી હોય તો રમતી વખતની એકાદી તસ્વીર વિગેરે તમે મૂકી શકો છો. ટુંકમાં તમારે તમારી વાસ્તવિક જાતને જ તસ્વીરમાં દર્શાવવાનો પ્રયાસ કરવાનો છે.

image source

જોકે ડેટીંગ સાઇટ તરીકે તમારે જાણીતી અને પ્રમાણિત થયેલી સાઇટ કે એપ્લિકેશનનો જ ઉપયોગ કરવો જેથી કરીને છેતરપીંડી ન થઈ શકે. બંબલ એપ્લીકેશન તેના માટે ઉત્તમ છે. કારણ કે તેમાં દરેક સભ્યોનું વેરિફિકેશન કરીને જ તેને સભ્ય બનાવવામાં આવે છે જેથી કરીને મહિલાઓ સેફ રહે.

પ્રથમ પગલું લેતા જરા પણ ખચકાઓ નહીં

જો તમને યુવાન પસંદ આવી ગયો છે તો તમારે એક આત્મવિશ્વાસુ સ્ત્રીની જેમ વર્તવાનું છે. તમારે જરા પણ પાછુ નથી પડવાનું. તમારે પહેલ કરી જ લેવી. પણ તે તમે કેવી રીતે કરશો ? તેને એક meme કે પછી GIF મોકલશો ? જો તમે શ્યોર ન હોવ તો બંબલ નામની આ એપ્લિકેશનનું એક ફિચર કન્વર્સેશન સ્ટાર્ટર તમારી તેમાં મદદ કરશે. માટે જરા પણ ખચકાઓ નહીં પણ પહેલ કરી જ લો.

પ્રથમ ડેટ

image source

એક વાર સંપર્ક થઈ ગયા બાદ અને તમે જો એક બીજા સાથે વાતચીતમાં કન્ફર્ટેબલ રહેતા હોવ તો હવે તમારે તમારી પ્રથમ ડેટનું મૂહુર્ત કાઢી જ લેવું જોઈએ. જ્યારે તમને એવું લાગે કે હવે તમારે તેને મળવું જ જોઈએ. પણ તમે તેના માટે સમય ન કાઢી શકતા હોવ અથવા તો તમને કંઈક રોકી રહ્યું હોય તો બંબલ નામની આ એપમાં વિડિયો ચેટનું પણ એક ફિચર છે જે તમારા વચ્ચેની ઓક્વોર્ડનેસ દૂર કરી શકે છે. અહીં તમે ફેસ ટુ ફેસ એકબીજા સાથે વાત કરી શકશો.

જરા પણ નિરાશ ન થવું

ઘણા બધા પ્રયાસો છતાં તમને તમારો મેચ ન મળતો હોય તો તમારે જરા પણ નિરાશ થવાની જરૂર નથી. તમારે નવી નવી રીતે તમારી શોધ ચાલુ જ રાખવી. કારણ કે રોમેન્ટિંક ફિલ્મોમાં કહેવામાં આવે છે તેમ ભગવાને કોઈના માટે કોઈને કોઈ વ્યક્તિનુ સર્જન તો કર્યું જ હોય છે. તો હવે રાહ ન જુઓ પણ આજથી જ તમારી ડેટને શોધવા લાગી પડો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ