મંગેતરે કર્યુ કંઇક એવુ કે, યુવતી આવી ગઇ સ્ટ્રેસમાં અને પછી..આ કરુ ઘટના વાંચીને તમે પણ થઇ જશો દુખી-દુખી

આત્મ હત્યા કરતા પહેલા યુવતીએ પરિવારને કહ્યું હતું કે હું તુલસીની પૂજા કરીશ

લગ્ન એક એવો પ્રસંગ છે જેની ઉત્સુકતા નજીક આવતા સમય સાથે વધતી જાય છે. જો કે આ પ્રસંગ બંને પરિવાર તેમજ પાત્રો માટે ખુબ જ અગત્યનો હોય છે. જો કે મધ્યપ્રદેશના ઇંદોરમાં એવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે, જેના કારણે લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઇ ગઇ છે. અહી જે ઘટના સામે આવી છે એમાં એક યુવતીએ સગાઇના એક દિવસ પછી જ આપઘાત કરીને દુનિયાને અલવીદા કરી દીધું છે. જો કે આપઘાત કરતા પહેલા એણે એક ઇમોશનલ સુસાઇડ નોટ પણ લખી હતી, જે વાંચી તેના પરિવારજનો તેમજ પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠયા હતા.

image source

મૃતકનો ફોન ચેક કરવામાં આવી રહ્યો છે

આ ઘટનાની તપાસ કરી રહેલા ઓફિસર અશોક પાટીદારે કહ્યું હતું કે, પ્રીતિની સગાઇ રવિવારે 9 જુને ઇંદોરમાં રહેતા પવન મુર્રમકર સાથે થઇ છે. આ બંનેના લગ્ન આ મહિનાની ૨૬ જુનના દિવસે થવાના હતા. જો કે આ લગ્ન પહેલા જ પ્રીતિએ આત્મહત્યા કરી લીધી. આ અંગે પોલીસે જણાવ્યું છે કે અમે હજુ ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. મૃતકનો ફોન પણ ચેક કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ એમના મંગેતરની પુછપરછ પણ કરવામાં આવી હતી.

image source

પ્રીતિએ સુસાઇડ નોટ લખી હતી

ઘટનાની વાત કરીએ તો આ પગલુ ઉઠાવનારી યુવતીનું નામ પ્રીતિ નિર્મલ છે અને અશોક નગરમાં તે રહેતી હતી. પ્રીતિએ તેના સુસાઇડ નોટમાં લખ્યું હતું ”હું મારી મરજીથી મરવા માગું છું, કારણ કે જીવન ખુબ જ ખરાબ છે. મારે હવે જીવવું નથી. ડોન્ટ ટ્રસ્ટ એની વન. પપ્પા પ્લીઝ મને માફ કરી દેજો હું તમારું દિલ દુભાવીને જાવ છું. મેં તમારા ઘણા પૈસા મારા પર ખર્ચ કરાવ્યા આથી મને માફ કરી દેજો”

image source

લગ્ન ગ્યારસ બાદ કરવાનો નિર્ણય લીધો હતો

આ બાબતે પ્રીતિના મંગેતર પવન કહે છે કે તેઓ બંને મેટ્રિમોનિયલ સાઇટની મદદથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. લગભગ ત્રણ મહિના પહેલા અમારી મુલાકાત થઇ હતી અને અમે મિત્રો બન્યા, બાદ એક-બીજાને ચાહવા લાગ્યા હતા. જો કે સમય રહેતા અમે એકબીજાના પરિવાર સાથે વાત કરીને લગ્ન કરવાની મજુરી પણ મેળવી હતી.

image source

વધુમાં મંગેતર પવને કહ્યું હતું કે પ્રીતિની કુંડળી પ્રમાણે તે માંગલીક હતી, આથી અમારા પંડિતજીએ કહ્યું હતું કે લગ્ન બાદ બંનેમાંથી કોઇ એકના જીવનને ખતરો રહેશે. આ કારણે અમે પુજા પણ કરાવી હતી. પણ પ્રીતિના પરિવારના લોકો અમારા લગ્ન 26 જુને કરાવવા માંગતા હતા. આ માટે અમે એટલે રાજી ન હતા કારણ કે મારી બહેન ગર્ભવતી હતી અને તે આ લગ્નમાં સામેલ થઇ શકે તેમ ન હતી. એવા સમયે મેં આ લગ્ન દેવઉઠની ગ્યારસ બાદ કરવાનો નિર્ણય લીધો હતો, પણ તેઓ આ માટે તૈયાર ન હતા. આ માટે પ્રીતિને પણ મેં સમજાવી હતી પણ તે ન માની અને તે તણાવમાં રહેવા લાગી. એણે કહ્યું હતું કે મારા પરિવારના લોકો આ માટે રાજી નહી થાય.

મૃતક પ્રીતિએ કહ્યું હું તુલસી માતાની પુજા કરીશ

image source

મૃતકના પરિવારનું કહેવું છે કે પવનની માતા અને બહેને ફોન કરી કહ્યું હતું કે અમે અત્યારે લગ્ન કરી શકીએ એમ નથી. આ લગ્ન અમે ગ્યારસ બાદ જ કરી શકીશું. આ સાંભળી દીકરી ટેન્શનમાં આવી ગઇ હતી. અને સોમવારના દિવસે સવારે ઉઠીને તે તુલસીનો છોડ લઇ આવી હતી અને અમને કહ્યું કે હવે હું રોજ તુલસી માતાની પુજા કરીશ. આટલું કહીને પ્રીતિ પોતાના રૂમમાં ગઈ અને 10 મિનિટ પછી એણે ફાંસી લગાવીને પોતાનો જીવ આપી દીધો.

અહી પ્રીતિની કેટલીક તસ્વીરો છે.

આ તસ્વીરમાં પ્રીતિ પોતાના જન્મ દિવસે બહેનપણી સાથે કેક કાપી રહી છે.

image source

થોડા દિવસ પહેલા એણે બહેન અને સંબંધીઓ સાથે સેલ્ફી લીધી હતી. આ ફોટો જોઇ કોઇ ન કહી શકે કે પ્રીતિ એક દિવસ આપઘાત કરી લેશે.

આ તસ્વીરમાં કોલેજના મિત્રો અને કંપનીમાં કામ કરતી બહેનપણીઓ સાથે જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ