યુવતી જશે યુવકના ઘરે તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈને પણ એક શર્ત..

“વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. તમાકુના સેવનથી દેશમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે.

image source

તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીનનું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે.

image source

તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.

તમાકુંની આદત છોડવી મુશ્કેલ બાબત નથી. તેમાં નિકોટીન એક મજબુત ઝેરી વ્યસન છે. કોઇ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનુ વ્યશન છોડી શકે છે.” આ શબ્દો છે પ્રિયલના. જે પોતાના પ્રેમી જયેશને વ્યસન મુક્તિ અંગે સમજ આપી રહી છે.

image source

પ્રિયલ તારી હું બધી વાતો માનીશ પરંતુ વ્યસન છોડવાની વાત રહેવા દે તો સારૂ અને પહેલા તું એ કહે કે વ્યસનની ગંભીરતા વિશે વિગતવાર અને સચોટ માહીતી તું ક્યાંથી જાણી લાવી? પ્રિયલે કહ્યુ કે થોડા દિવસો પહેલા આપણા ગામમાં અમદાવાદ જીલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ આવ્યા હતા અને તેમણે જ ગામના લોકોને વ્યસનની ગંભીરતા સમજાવી હતી તથા અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા હતા.

image source

પ્રિયલ હું તને મારા જીવ કરતા પણ વધુ પ્રેમ કરૂ છુ અને હું તારી સાથે લગ્ન કરીને સુખી જીવન સંસાર શરૂ કરવા માંગુ છું, તું તૈયાર છે ને તેવો જયેશે પ્રશ્ન કર્યો ત્યારે પ્રિયલે સ્પષ્ટ કહી દીધુ કે તું પહેલા વ્યસન મુક્ત થા, પછી સામેથી લગ્નનો પ્રસ્તાવ લઇને હું તારા ઘરે આવીશ. પ્રેમીકાને પામવા માટે મારે વ્યસન છોડવું જ પડશે તેમ જયેશે કહ્યુ.

image source

તું વ્યસન છોડ તો હું તારી તેમ પ્રિયલે પ્રેમથી સ્મિત સાથે જણાવ્યુ. તું તો મારી જ છું પરંતુ તને ખબર નથી કે તને પામવા માટે મેં કેટલી મહેનત કરી છે, મુશ્કેલીઓ વેઠી છે તેમ જયેશે કહ્યુ ત્યારે પ્રિયલે જણાવ્યુ કે તે મને ક્યારેય ક્યાં કઇ કીધુ છે. તો સાંભળ આખી વાત તેમ કહીને જયેશે ભુતકાળ વાગોળવાનો શરૂ કર્યો.

image source

સામાન્ય પરીવારમાંથી આવતો જયેશ ભણવામાં ખુબ જ હોંશિયાર હોવાથી માધ્યમિક શાળામા શિક્ષકોનો માનીતો વિદ્યાર્થી બની રહ્યો છે અને ધોરણ ૧૨ની પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરી રહ્યો છે. જયેશ પરીવારના સભ્યો સાથે અભ્યાસ ન બગડે તે માટે પ્રસંગોપાત પણ બહારગામ જવાનું ટાળે છે અને પરીક્ષાની તૈયારી જ કર્યા કરે છે. આખરે જયેશની મહેનત રંગ લાવે છે અને તે ધોરણ ૧૨ની પરીક્ષા ઉત્તમ પરીણામ સાથે પાસ કરે છે.

image source

જયેશના ઘરમાં ખુશીઓનો કોઇ પાર નથી રહેતો અને પરીવારના સભ્યો જયેશને ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં આવેલી જાણીતી કોલેજમાં મોકલે છે. ગામડામાં ઉંછરીને મોટો થયેલો જયેશ શહેરની વૈભવી જીવન શૈલીથી ખુબ જ આકર્ષાય છે અને તે વૈભવી જીવન જીવતા લોકોને પોતાના મિત્રો બનાવવા લાગે છે. ગામડામાં કોઇ પણ વ્યસનથી દુર રહેતો જયેશ મિત્રો વ્યસન કરતા હોવાથી બીડી, સિગારેટના રવાડે ચડી જાય છે.

image source

વ્યસનના કારણે જયેશનું મન કોલેજમાં ભણવામાં નથી લાગતું અને તે ભણવા સિવાયની અન્ય પ્રવૃતિઓ કરવા લાગે છે. જયેશ હવે ક્લાસરૂમ કરતા કોલેજ કેમ્પસમાં વધુ સમય જોવા મળી રહ્યો છે. ક્લાસરૂમમાંથી પ્રિયલ બહાર આવતી દેખાય એટલે જયેશ હાથમાં રહેલી સિગારેટ ફેંકી દે છે અને પ્રિયલ પાસે જઇને કહે છે કે, મારે થોડુ કામ હતુ એટલે હું ક્લાસમાં નહોતો આવી શક્યો, તું ક્લાસમાં જે શીખી હોય તે મને થોડુ શિખવાડ.

image source

તારા જેવા વ્યસની છોકરાઓ તો ક્લાસરૂમની બહાર જ સારા, અમો તો શાંતિથી ભણી શકીએ છીએ અને એક વાત સાંભળી લે જે કે હું કાંઇ તારા માટે નવરી નથી કે ક્લાસ પુરો થઇ જાય પછી તને ભણાવું તેમ પ્રિયલે કહી દીધુ. હું કાઇ વ્યસની છોકરો નથી, મને તો માત્ર તારા પ્રેમનો નશો છે તારા પ્રેમનો નશો તેમ જયેશે બુલંદ અવાજમાં કહ્યુ. હું કાઇ તને પ્રેમ કરતી નથી અને વ્યસન કરતા લોકોને હું નફરત કરૂ છું તેમ પ્રિયલને સ્પષ્ટ જણાવી દીધુ. જો આ વ્યસની વ્યસન છોડી દે તો તેમ ધીમા અવાજમાં જયેશે પ્રશ્ન કર્યો. પરંતુ કોઇ પ્રતિઉત્તર આપ્યા વગર જ પ્રિયલ ત્યાંથી ચાલતી થઇ ગઇ ત્યારે પ્રિયલની સહેલીએ કહ્યુ કે શું તું પણ પ્રિયલ આવા વ્યસની છોકરાઓ સાથે વાત કરવા ઉભી રહી જાય છે.

image source

પ્રિયલે કહ્યુ કે, કોલેજના આવા વ્યસની છોકરાઓને હું વ્યસન મુક્ત કરીશ અને તેની શરૂઆત જયેશથી કરીશ. પ્રિયલ તું જીવનનુ ખુબ જ મોટુ જોખમ ઉઠાવી રહી છું, આ વ્યસની જયેશ તને પ્રેમ કરી છે અને તે તને મેળવવા માટે કઇ પણ કરી શકે છે તેમ તેની સહેલીએ કહ્યુ. શું ખરેખર જયેશ મને મેળવવા માટે કઇ પણ કરી શકે છે તેવો પ્રિયલે પ્રશ્ન કર્યો. હા, એ તારી પાછળ પાગલ છે અને તને જીવની જેમ પ્રેમ કરે છે તેમ તેની સહેલીએ જણાવ્યુ.

image source

જયેશ મારા માટે વ્યસન છોડી શકે? તેવો પ્રિયલે તેની સહેલીને પ્રશ્ન કર્યો ત્યારે તેણે જણાવ્યુ કે, તું કહે તો એ ક્યારેય વ્યસનને હાથ પણ ન લગાવે. તો હું જયેશને ખુલ્લેઆમ પ્રેમ કરીશ અને તેને વ્યસન મુક્ત બનાવીશ. પ્રિયલ આ તું શુ બોલે છે તેનું તને ભાન છે, તું જયેશને પ્રેમ કરીશ તેમ સહેલીએ આશ્ચર્ય સાથે પુછ્યુ. હું જયેશ ને પ્રેમ કરૂ જ છુ પરંતુ તેનું વ્યસન છોડાવવા માટે તેનાથી દુર રહુ છું, મને ખબર છે કે જયેશથી હું દુર રહીશ તેટલો તે મારા નજીક આવવાનો પ્રયત્ન કરશે અને આ તકનો લાભ લઇને હું તેને વ્યસન મુક્ત બનાવીશ તેમ પ્રિયલે જણાવ્યુ.

image source

પ્રિયલ અને તેની સહેલી વાતચીત કરતા આગળ ચાલી રહ્યા હોય છે ત્યારે જયેશ પાછળથી બુમ પાડીને કહે છે કે પ્રિયલ તું ઉંભી રહે હું આવુ છુ, હવે મારા હાથમાં સિગારેટ નહી હોય તેમ કહીને જયેશ સિગારેટને ફેંકી દે છે. પ્રિયલે કહ્યુ મને તારા જેવા વ્યસની પર ભરોસો નથી. હું વ્યસની હતો, હવે હું વ્યસની નથી, તારે તારા પ્રેમ પર એક વખત તો ભરોસો રાખવો જ પડશે તેમ જયેશે કહ્યુ,

image source

ત્યારે પ્રિયલે કહ્યુ કે જો તું વ્યસન છોડી દઇશ તો જ હું તને પ્રેમ કરીશ. આ વાતને ઘણા વર્ષો વિતી ગયા પછી આજે જયેશ અને પ્રિયલ ફરીથી મળ્યા છે અને જયેશના ઘરે પ્રિયલ લગ્નનો પ્રસ્તાવ લઇને જાય છે ત્યારે બન્નેની ખુશીનો કોઇ પાર રહેતો નથી. પ્રિયલને જયેશ વ્યસન મુક્ત થવાની ખુશી છે જ્યારે જયેશને પ્રિયલને પામવાની ખુશી છે.

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ