તસવીરોમાં જોઇ લો યુવરાજ અને હેઝલનો આલિશાન બંગલો, જે જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

યુવરાજ સિંહ અને હેઝલ

image source

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનું નામ જ ક્રિકેટ ફેંસ માટે પુરતું છે. જો કે, યુવરાજ સિંહ હવે આપણને ક્રીકેટના મેદાન પર જોવા નથી મળતા પણ યુવરાજ સિંહે ભારતીય ટીમ માટે જે યોગદાન આપ્યું છે તેના લીધે આજે પણ લોકો યુવરાજ સિંહને યાદ કરે છે. યુવરાજ સિંહને જયારે કેન્સર હોવાની વાત સામે આવી તો યુવરાજે ક્રિકેટ માંથી બ્રેક લઈ લીધો હતો.

ત્યાર પછી કેન્સર સામેની લડતમાં કેન્સરને હરાવીને યુવરાજ સિંહ ક્રિકેટમાં પાછા ફર્યા હતા. તેમ છતાં યુવરાજ સિંહ પહેલા જેવી ભૂમિકા ના આપી શક્યા, પરંતુ યુવરાજ સિંહ પોતાની પર્સનલ લાઈફમાં ખુબ જ ખુશ જોવા મળે છે.

image source

બોલીવુડ અને બ્રિટીશ એક્ટ્રેસ એવી હેઝલ કીચ સાથે યુવરાજ સિંહે વર્ષ ૨૦૧૬માં મેરેજ કરી લીધા હતા. મેરેજ પછી હેઝલ અને યુવરાજ સિંહ બન્ને પોતાનું જીવન ઘણી પ્રસન્નતાથી જીવી રહ્યા છે. હેઝલે પોતાના કરિયરની શરુઆત એક મોડેલના રૂપમાં કરી હતી. ઉપરાંત હેઝલએ ઇંગ્લેન્ડની પણ કેટલીક ફિલ્મ્સ અને ટીવી સિરીયલ્સમાં કામ કર્યું છે. આ પછી હેઝલ કીચએ બોલીવુડની ફિલ્મ ‘બિલ્લા’ અને ‘બોડીગાર્ડ’ જેવી કેટલીક ફિલ્મોમાં નજર આવી હતી. હેઝલ કીચએ યુવરાજ સિંહ સાથે મેરેજ કર્યા પછી હાલમાં મુંબઈના એક શાનદાર ઘરમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on

યુવરાજ સિંહ અને હેઝલ કીચ અત્યારે જે બિલ્ડીંગમાં રહે છે તે જ બિલ્ડીંગમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે ત્યાં જ રહે છે. આ બિલ્ડીંગ મુંબઈના પોશ એરિયામાં આવેલ છે. યુવરાજ સિંહએ પોતાના ઘરની દીવાલો પર પોતે કરતા હોય તેવા ફોટોઝ પણ લગાવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

મેરેજ પહેલા યુવરાજ સિંહ માતા શબનમ પાસે ચંડીગઢમાં રહેતો હતો, જયારે મેરેજ પછી યુવરાજ સિંહ પત્ની હેઝલ કીચ સાથે મુંબઈના ઘરમાં રહેવા આવી ગયા છે.

હેઝલ કીચ અને યુવરાજ સિંહનું આ ઘર ૧૬ હજાર સ્કેવર ફૂટમાં બનેલ છે. હેઝલ કીચ દર વર્ષે ઘરે ગણેશજીની સ્થાપના કરીને ધામધૂમથી ગણેશોત્સવ ઉજવે છે. ઉપરાંત યુવરાજ સિંહ પાસે કેટલીક મિલકત ગુરુગ્રામમાં પણ ધરાવે છે.

સોશિયલ મીડિયામાં યુવરાજ સિંહ અને હેઝલ કીચના અફેરની ચર્ચા ઘણી વાયરલ થઈ હતી. ત્યાર પછી યુવરાજ સિંહે હેઝલ સાથે વર્ષ ૨૦૧૬માં મેરેજ કરી લીધા હતા.

image source

એક ઇન્ટરવ્યુ દરમિયાન યુવરાજ સિંહએ જણાવ્યું હતું કે, ‘હેઝલને ખુશ કરવા માટે ખુબ મ્હર્ન્ત કરવી પડે છે. યુવરાજ સિંહએ હેઝલ કીચને ફક્ત એક કોફી પીવા માટે લઈ જવા ઈચ્છતા હતા તેના માટે યુવરાજ સિંહએ સતત ત્રણ મહિના સુધી પ્રયત્નો કરતા રહ્યા હતા, પરંતુ યુવરાજ સિંહે હાર માન્ય વગર પોતાના સતત ત્રણ મહિના સુધી પ્રયત્નો ચાલુ રાખ્યા, ઉપરાંત ફક્ત સોશિયલ મીડિયા પર એકબીજા સાથે જોડાયા પરંતુ યુવરાજ સિંહ માટે આટલું હોવું પુરતું હતું નહી.

image source

યુવરાજ સિંહે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે હેઝલ કીચએ ત્રણ મહિના પછી સોશિયલ મીડિયા પર તેની રીક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યાર પછી યુવરાજ અને હેઝલ વચ્ચે વાતચીત દૌર શરુ થઈ ગયો. હેઝલએ ક્યારેય કોફી માટે ના પાડી નહી પણ જયારે હા પાડી ત્યાર પછી હેઝલએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ