તમારી યુવાની જાળવી રાખવા માટેની ૫ ખાસ ટીપ્સ

જવાન અને સ્વસ્થ દેખાવું કોણ ન ઈચ્છે? પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગીમાં અને પૈસા કમાવવાની રેસમાં લોકો પોતાના સ્વાસ્થ્ય ઉપર જોઈએ એ પ્રમાણે ધ્યાન નથી રાખી શકતા.

આથી, આ કેટલીક એકદમ સામાન્ય ટીપ જેનાથી તમે ખુશ રહેવાની સાથે સાથે તમારી જાતને યુવાન રાખી શકો છો.

જાણો શું છે એ !

૧. તમારી હસી

તમારો ખુશ મિજાજ સ્વભાવ, હસતો ચહેરો અને હકારાત્મક ઉર્જા, તમારા ચહેરાને ચમકાવે છે. આટલું જ નહિ, તમારી હસી થાક દુર કરવાની સાથે સાથે હકારાત્મક ઉર્જા પણ લાવે છે.

૨. સમયસર ખાઈ લેવું.

જો તમે ભવિષ્યમાં પણ એકદમ સ્વસ્થ શરીર દેખવા માંગો છો, તો આજથી જ બહારના ખાવાનાને ના પાડી દેવી. આ ઉપરાંત ડાયેટમાં ખાંડનું પ્રમાણ પણ ઓછું કરો જે તમારી ત્વચાની ઉમર વધારી શકે છે. સમયસર ભોજનની સાથે સાથે પોશાણયુક્ત બ્રેક ફાસ્ટ, રેશાવાળા ફળો અને લીલા શાકભાજી પણ ખાવો.

૩. વ્યવસ્થિત ઊંઘ

ઉમર વધુ દેખાવાના મુખ્ય કારણોમાંથી એક કારણ ઊંઘ પણ છે. આજના અત્યાધુનિક યુગમાં વધેલી ભાગદોડને કારણે લોકોની ઊંઘ ઉપર પણ અસર થાય છે. દરરોજની ઓછામાં ઓછી ૭ થી ૮ કલાકની ઊંઘ એક સ્વસ્થ શરીર માટે ખુબ જ જરૂરી છે.

આ ઉપરાંત, આજના યુવાનો ઊંઘતા પહેલા સ્માર્ટ ફોન અને લેપટોપનો ઉપયોગ ખુબ જ કરે છે જેને કારણે તેમની આંખો બગડે છે.

૪. તણાવ દુર કરો.

તમારા તણાવભર્યા દિવસમાંથી થોડો સમય તમારા માટે કાઢો. આ ઉપરાંત પ્રાણાયમ કરો કે તમારા શરીરને અંદરથી શુદ્ધ કરી શકે છે. દિવસમાં થોડો પણ સમય મળે, ત્યારે ધ્યાન કરો. સામાન્ય રીતે દિવસની ઓછામાં ઓછી ૨૦ મિનીટ આ પ્રવૃત્તિમાં વિતાવો.

૫. કેફીનથી દુર રહો.

શરીરમાં એક હદ કરતા વધુ કેફેન શરીરને મોટાપાયે નુકસાન કરી શકે છે. ચા અને કોફી જેવા પીણાંમાં કેફીન મુખ્ય તત્વ હોય છે. આથી, બને એટલા ઓછા આ પ્રકારના પીણાં પીવો. પરંતુ જો તમને આ પ્રકારના પીણાંની લત લાગી ગઈ હોય તો કામમાં રચ્યા પચ્યા રહો. બને એટલા ઓછા બ્રેક લો.

લેખન.સંકલન : યશ મોદી