કેનેડામાં રહેતા યુવકે દાદીને યાદ કરીને લખ્યો ઈમોશનલ પત્ર, જે વાંચીને તમારી આંખોમાં પણ આવી જશે આસું

હાલના મોડર્ન યુગમાં બાળકો તેમના માતા પિતા અને દાદા-દાદીથી દૂર થઈ રહ્યા છે, ઘણા ભણેલા ગણેલા બાળકોને તેમના વૃદ્ધ દાદા-દાદી જૂનવાણી વિચારસરણીના લાગે છે. તેઓ કઈ પણ સલાહ સુચન આપે તો અત્યારના બાળકોને તે ગમતુ નથી. આવા સમયે મહેસાણાના એક યુવાનનો પત્ર વાઈરલ થયો છે. જેની સોશિયલ મીડિયા પર અત્યારે ખુબ ચર્ચા થઈ રહી છે. દાદી-પૌત્રના સંબંધને ઉજાગર કરતો આ પત્ર લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે અંબાસણમાં રહેતા કનુભાઈ પટેલનો પુત્ર સૌરભ હાલમાં કેનેડા સ્થાઈ થયો છે. તે છેલ્લા દોઢેક વર્ષથી ફોરેનમાં રહે છે.

સૌરભ તેના દાદીની અત્યંત નજીક હતો

આ સમય દરમિયાન સૌરભના 83 વર્ષીય દાદી સંતોકબાનું નિધન થયું. જેના સમાચાર મળતા અંત્યંત દુખી થયો. સૌરભ તેના દાદીની અત્યંત નજીક હતો. ત્યાર બાદ સૌરભે તેમની દાદી સાથે વિતાવેલા સમયને યાદ કરીને એક ઈમોશનલ પત્ર લખ્યો છે. જે હાલમાં વ્હોટ્સએપ, ફેસબુક ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આધુનિક જમાનામાં દાદી-પૌત્રના આ સંબંધને જોઈને બધાની આંખોમાં આસુ આવી જાય. સૌરભે લખેલા આ પત્રની કેટલીક વાતો તમને જણાવીએ.

બાળપણથી જ મારાં મમ્મી-પપ્પા તું હતી

ૐ શાંતિ! બા તારા જવાથી જે ખોટ પડી છે એ કદાચ હું શબ્દોમાં વર્ણન નહીં કરી શકું, પણ તું ગઈ છે તો સાથે બહુ જ સારી યાદો મૂકીને ગઈ છે, જે યાદ કરું ત્યારે મને રડવાની જગ્યાએ મને હસતો કરી દેશે અને કંઈક શિખવાડશે, જે છેલ્લાં 25 વરસથી હું જોતો હતો. છેલ્લા સમય તારી જોડે નહીં હોવાનું પસ્તાવો મને જીવીશ ત્યાં સુધી રહેશે. નોંધનિય છે કે હાલમાં સૌરભ કેનેડા છે અને તેમના દાદીનું અહિ નિધન થયું છે. જેના કારણે તે તેની છેલ્લી ઘડીમાં હાજર રહી શક્યો તેનું તેને બઙુ દુખ લાગ્યું હતું, તેમણે આગળ લખતા કહ્યું કે બાળપણથી જ મારાં મમ્મી-પપ્પા તું હતી, કારણ કે મને કંઈપણ દુઃખ હોય તો તેમના પહેલાં તું હાજર હોય. સૌરભે તેમના શાળકીય અભ્યાસને યાદ કરીને લખ્યું કે હું જ્યારે સાંજે શાળાથી આવું તો નાસ્તો તૈયાર જ રહેતો, કારણ કે તને ખબર હતી કે પહેલા આવીને હું એ જ માગીશ અને હા છાસ વલોવ્યા પછી વધેલું માખણ અમે ખાઈએ નહીં ત્યાં સુધી પાછળ પાછળ જ ફર્યા કરતી.

હું 100 માગું તો તું 200 આપતી

તો બીજી તરફ તેમણે તેમના બિમાર પડવાના સમયને યાદ કરતા લખ્યું કે, તાવ આવે તો ડૉક્ટર કરતાં વધારે સારી દેશી દવા તારી પાસે હાજર હતી. અમને નાનું અમથું કંઈક વાગે તો તું તરત દવા કરતી અને બહુ ધમકાવતી કે સાચવીને ફરો. જ્યારે તને ગમે તેવો તાવ કે જખમ હોય તો અમારે સામેથી તને આરામ કરવા કેવું પડે. હું 100 માગું તો તું 200 આપતી અને હા એનો હિસાબ પણ આપવાનો કે ક્યાંય ખોટા તો નથી વાપર્યા ને. તું જ્યારે માથામાં તેલ નાખતી ત્યારે મને એટલી શાંતિ મળતી કે હું ક્યાંય વિચારોમાં ખોવાઈ જતો અને તું ઊભી કરતી કે ચાલ ઊભો થા અને હું હજુ 5 મિનિટ વધારે બા પ્લીઝ કહીને તને મનાવી લેતો.

દરેક સારા પ્રસંગે તારી જોડે કંઈક એક્સ્ટ્રા હોય જ

image source

આ ઉપરાંત તેમના મમ્મી સાથેના સંબંધોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું કે જો મમ્મી મારે તો તારી આગળ આવીને રડવાનું એટલે મમ્મીનું આઈ બન્યું સમજો અને હા તું ગીતા વાંચતી વખતે અમુક ફકરા મારી જોડે તું ખાસ વંચાવતી અને એનો મતલબ તું જાણતી હોય છતાં મારે તને ખબર ના હોય એમ સમજાવાનો. ખોટું કોઈ દિવસ બોલવાનું નહીં કે કોઈનું ચલાવી નહીં લેવાનું. સૌરેભે પૈસાની બચત કેમ કરી શકાય તેના પાઠ પણ તેમના દાદી પાસેથી નાનપણથી જ શીખ્યા હતા. આ અંગે તેમણે લખ્યું કે, હા બચત કેવી રીતે કરવી એ તારા જોડેથી જ કોઈક શીખી શકે, કારણ કે દરેક સારા પ્રસંગે તારી જોડે કંઈક એક્સ્ટ્રા હોય જ, જે તું બધાને આપતી.

તને વીઆઈપી સુવિધા આપવાની બહુ મજા આવતી

તેમના દાદીએ કરેલા સંઘર્ષ વિશે વાત કરતા સૌરભે લખ્યું કે, દાદા લગભગ 30 વરસ પહેલાં ધામ થયેલા, ત્યારથી આજ સુધી તે જે શૂન્યમાંથી સર્જન કરવા સંઘર્ષ કર્યો છે એના દસમા ભાગનો પણ કદાચ અમે ના કરી શકીએ. દરેક પૂનમે તને ગાડીમાં બેસાડીને તારા મનપસંદ ભજનો ગાડીમાં વગાડવાના અને તને અલગ અલગ મંદિરે ફેરવવાની એના પછી તારી સાથે આપડા દરેક ખેતરમાં ફરવાનું અને હા કોઈપણ બમ્પ પર ગાડી કૂદવી ના જોઈએ, તને એ વીઆઈપી સુવિધા આપવાની બહુ જ મજા આવતી. જાણે એમ લાગે કે આપડે બે જણા ડેટ પર નીકળ્યા છીએ.

તારી જોડે મારા બધા પ્રશ્નોના જવાબ હોય

image source

સૌરભે તેમના દાદીની યાદ શક્તિ અને તેમના ઉચ્ચ સંસ્કારો વિશે વાત કરતા લખ્યું કે, તને મારુ પર્સનલ ગૂગલ કહીશ, કારણ કે તારી જોડે મારા અને ઘરના બધા જ સભ્યોના પ્રશ્નોના જવાબ હોય. આપડી જોડે કંઈ નહીં તો ચાલશે પણ હાસ્ય સાથે હંમેશા આંગણે આવતા દરેક મહેમાનને બોલાવ્યા અને જમાડ્યા છે અને કોઈ નાના કે ગરીબ માણસને તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હંમેશા આપી છે, જે જોઈને બહુ જ આનંદ થતો.

ભગવાન, બાના આત્માને શાંતિ આપજે

સૌરભ નાનપણમાં દાદીએ કેવી સારી સારી આદતો પડાવી હતી તેને પણ યાદ કરીને લખ્યું કે, રાતે વહેલા સૂઈ જઈ ફરજિયાત વહેલા ઉઠવાનું અને કોઈપણ દિવસ હોટેલનો કે બહારનો નાસ્તો નહીં ખાવાનો કદાચ એ જ તારા આટલા મોટા આયુષ્ય અને તંદુરસ્તીનું કારણ છે. અંતમાં એમ કહીશ કે તું જોડે હોય તો એમ લાગતું કે, ભગવાન આપડી જોડે બેઠા છે આપણને કોઈ તકલીફ છે જ નહીં. તારી હાજરી અને તારી રસમય વાતો અમે દાયકાઓથી દરેક સુખ-દુઃખમાં જોતા આવ્યા છીએ. અમે ભૂલી જ ગયા કે કોઈક દિવસ તારે પણ અમારા બધાથી દૂર જવું પડશે, જે માન્યામાં જ નથી આવતું. હે ભગવાન, બાના આત્માને શાંતિ આપજે અને જન્મોજન્મ સુધી અમને આવા જ બા મળે એવી તારા ચરણોમાં પ્રાર્થના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ