વડોદરા: યુવક-યુવતીએ ધામધૂમથી કર્યા લગ્ન, અને ચક્કર આવતાં જ કન્યાનું થયુ કરુણ મોત, કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં લગ્ન મંડપમાં સાત ફેરા ફર્યા પછી સાસરે ગયેલી નવવધુને જ્યારે પહેલી વાર પિતાના ઘરે લઈ જવાનો રિવાજ ચાલતો હતો ત્યાં જ ચક્કર આવી જતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અને ત્યાં એનું મોત નીપજ્યું હતું.

આ નવોઢાનું મૃત્યુ થયું એ પછી કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ નવવધૂની પરિવારજનો દ્વારા કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.

નવવધૂ પોતાના પતિ સાથે પોતાનું દામ્પત્ય જીવન શરૂ કરે તે પહેલાં જ તે મોતને ભેટી હોવાથી સમગ્ર પરિવાર ઊંડા આઘાતમાં ડૂબી ગયા છે.

image source

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી 37, ક્રિષ્ણા ટાઉનશિપ-1માં રહેતા મુક્તાબહેન સોલંકી જેમની ઉંમર 45 વર્ષની છે અને તેમની જ સોસાયટીના મકાન નંબર-એ-101માં રહેતા હિમાંશુભાઇ શુક્લા વચ્ચે પ્રેમ સંબધ હતો. 1 માર્ચના રોજ પરિવારજનોની હાજરીમાં આ બંનેના લગ્ન થયા હતા. ત્યાર બાદ નવવધુને વિદાય આપવામાં આવી હતી..

ત્યાર બાદ સાસરે જઈને મુક્તાબહેન શુક્લાને તાવ આવ્યો હતો. બે દિવસ સ્થાનિક ફેમિલી ડોક્ટરની દવા લીધી હતી. ડોક્ટરની દવા લીધા બાદ થોડો આરામ મળ્યો હતો..એ પછી પરિવારજનો દ્વારા આજે મુક્તાને પતિ ગૃહેથી પિતાના ઘરે લઈ જવાની વિધિ કરવાની હતી.

image source

પરિવારજનોમાં ખુશીનો માહોલ હતો. ત્રણ દિવસ પહેલાં પોતાના પ્રિયતમ હિમાંશુ સાથે સપ્તપદીના સાત ફેરા ફરનાર મુક્તા પણ પોતાના પતિ હિમાંશુ સાથે દામ્પત્ય જીવનની શરૂઆત કરવા માટે ખુશ હતી. તાવના કારણે મુક્તાબહેન અશક્ત હતા. પરંતુ, તેઓના ચહેરા ઉપર પતિ ગૃહે આવીને અનેરો ઉત્સાહ હતો.

લગ્ન પહેલા પોતાના સુખી દામ્પત્ય જીવનના સપના જોતી મુકતા પોતાના પતિને ઘરે આવ્યા બાદ પહેલીવાર પિયર જવા તૈયાર થઈ હતી. એ જ સમયે અચાનક મુકતાને ચક્કર આવ્યા અને તે જમીન પર ફસડાઈ પડી હતી.

image source

ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ 108માં ફોન કરી એમ્બ્યુલન્સને બોલાવી હતી અને પછી મુકતા બેનેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોકટરોએ સારવાર કરતા પહેલા જ મુક્તાને મૃત જાહેર કરી હતી અને એથી તેના પતિ સહિત અન્ય પરિવાર જનો પણ જાણે આભ તૂટી પડ્યું હતું. અને આ દુઃખદ ઘટનાથી સોસાયટીમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો.

3 દિવસ પહેલા જ લગ્ન બંધનમાં બંધાયેલી મુક્તા શુક્લાનું અવસાન થયા બાદ હોસ્પિટલમાં કોવિડ19ની ગાઇડ લાઇન મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુક્તાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.

image source

હોસ્પિટલ દ્વારા કોવિડ-19ની ગાઇડ લાઇન મુજબ મુક્તાની અંતિમવિધિ કરવામાં આવી હતી. બીજી બાજુ આ બનાવની જાણ લક્ષ્મીપુરા પોલીસ મથકને કરવામાં આવતા એ.એસ.આઇ. નટવરભાઇ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોતાની પ્રેમિકા મુકતા સાથે લગ્ન થયું હોવાથી એગ્રીકલ્ચરમાં વપરાતી ચિજવસ્તુઓના વ્યવસાય સાથે સંકળાયેલ હિમાંશુ પણ ખુશ હતો. પરંતુ, મુક્તા લગ્ન કરીને એના ઘરે લાવ્યા બાદ તુરંત જ તેનું અવસાન થતાં તેને ઊંડો આઘાત લાગ્યો હતો..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!