ગૅરેજમાંથી મળ્યાં આ પ્રકારના રમકડાં, આ યુગલ થઈ ગયું રાતોરાત માલામાલ, જાણો કેવી રીતે

અમુક ઘટના એવી ઘટતી હોય કે આપણે પણ અંચબામા પડી જઈએ. હાલમાં થોડા સમય પહેલાં જ એક ઘટના બની હતી કે જેમાં એક મહિલાએ એક ઘડિયાળ ખરીદી હતી અને એમાંથી વર્ષો પછી કંઈક એવું મળ્યું કે લાખો પતિ બની ગઈ. તો એવો જ એક કિસ્સો ફરીથી સામે આવ્યો છે અને આ કિસ્સો છે ઇંગ્લૅન્ડનો.

ઈંગ્લેન્ડના આ યુગલના પાડોશી મૃત્યુ પામતાં તેની પાસેની ચીજોમાંથી કાંઈક એવું મળ્યું જે ખરેખર અણધાર્યું હતું. પાડોશી પાસેની બૅગમાંથી તેમને સ્ટાર વૉર્સનાં પાત્રોના તેમ જ અન્ય રમકડાં મળ્યાં હતાં. આ રમકડાંની કિંમત લગભગ ૪ લાખ પાઉન્ડ (એટલે કે લગભગ ૩.૮૯ કરોડ રૂપિયા) જેટલી છે, એટલું જ નહીં, આ રમકડાં એવી રીતે સચવાયાં જાણે તે વપરાયાં જ ન હોય. રમકડાના આ સંગ્રહમાં સ્ટાર વૉર્સની આઠ સિરીઝનાં રમકડાં સામેલ છે.

વાત કંઈક એવી છે કે, પહેલી નજરે આ રમકડાંનું શું કરવું એની યુગલને ખબર જ નહોતી પડતી, પરંતુ જ્યારે તેના દીકરાને એની ખબર પડી ત્યારે તેણે એની કિંમત બહુ મોટી હોવાનો અંદાજ માંડ્યો હતો અને તેણે આ રમકડાંનું ઑક્શન કરવાનો વિચાર આપતાં તેમણે ઑક્શન-હાઉસનો સંપર્ક કર્યો. ઑક્શન-હાઉસે પણ આ ટૉય સામાન્ય નહીં, પણ કંઈક વિશિષ્ટ કિંમત ધરાવતાં હોવાનું નોંધ્યું હતું અને એની અંદાજિત કિંમત લગભગ ૪ લાખ પાઉન્ડ જેટલી આંકી છે. બસ આ ઘટના સામે આવતા જ લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો અને કુતૂહલ પેદા થયું હતું. તો આવી ઘટના પ્રકાશમાં આવતા ચારેકોર ચર્ચા જાગી હતી.

2020ના જુલાઈ મહિનામાં જ બુગાટી બ્રેન્ડ વેરયોન અને ચિરોન જેવી શાનદાર સુપર કારોથી જાણીતી છે, પરંતુ આ વખતે કંપની એક ઈલેકટ્રીક રમકડા ઘરના કારણે સુર્ખિયોમાં છે, જેની કિંમત લાખોમાં છે, આ રમકડાં કાર છે. બુગાટી બેબી-2, જેને પ્રથમ ચાર વર્ષ 2019ના જીનિવ મોટર શોમાં થ્રીડી પ્રિન્ટેડ મોડેલના રૂપમાં રજૂ કરવામાં આવી હતી. હવે કંપનીએ તેનું ફાઈનલ મોડલ યુરોપના માર્કેટમાં ઉતાર્યું છે, જો કે, લાખોની કિંમતની આ યુનિક રમકડાં કાર ખરીદવા માટેની ઈચ્છા માત્ર 500 લોકોની જ પુરી થશે, કારણ કે કંપની માત્ર 500 યુનિટ બેબી-2 કાર બનાવશે.

કારની વિગત જાણીએ તો બુગાટીની શાનદાર, રમકડાં કાર ‘બેબી-2 કંપનીની વર્ષ 1927માં આવેલી ‘બેબી’ કારનું મોડર્ન વર્ઝન છે. બુગાટીની ફાઉન્ડર એતોરે બુગાટીએ 1926માં પોતાના પુત્ર રોલન્ડના ચોથા જન્મ દિવસના અવસરે પહેલી વાર ‘બેબી’ કાર બનાવી હતી. આ કેપ મીની 1920ના દાયકાની પોપ્યુલર રેસીંગ કાર ટાઈપ કેપનું નાનુ વર્ઝન હતી. ત્યારબાદ આ બર્થ ડે ગીફટ બુગાટીની ઓફીશ્યલ કાર બની ગઈ. કંપનીએ 1927થી 1936 દરમિયાન 500 યુનિટ બેબી કાર વેચી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ