પ્રેમ એટલે શું ? કઇ બલા છે એ ? જાણવા માંગો છો ? તો વાંચો..

એક યુવક હમણા મળ્યો, એણે વાતવાતમાં કહ્યુ એક છોકરીના પ્રેમમાં હું છુ. એ પણ મને ચાહે છે. જો હું તેની સાથે લગ્‍ન નહિ કરૂ તો તે આપઘાત કરશે, મારા કુટુંબીજનોને ખબર પડી ગઇ છે. તેઓ મને તેની સાથે લગ્‍ન કરવાની ના પાડે છે. હવે મારૂ શું થશે ? તેનો જ સમદુઃખિયો તેની સાથે ચાલતો ચાલતો મને વાત કરેઃ ‘મારી બાબતમાં ઉંધુ છે. હું એક છોકરીને પ્રેમ કરૂ છુ પણ તે મને કરતી નથી, એ છોકરી મારા વર્તનને મૂર્ખામી, ગાંડપણ અને મુફલિસીપણુ માને છે. તે બોલો મારે શું કરવુ ? એક મિત્રએ મને કહ્યુઃ ‘એક છોકરી મને ટ્રેનમાં મળી. હું બિસ્‍કીટ ખાતો હતો એક સ્‍ટેશનેથી મે વેફર્સ લીધી. અમે બન્‍નેએ ખાધી. એટલામાં મારૂ સ્‍ટેશન આવી ગયુ. તેણે મને કહ્યુ તમે ઉતરી જાઓ છો ? મે કહ્યુ હા, પણ તમે- ‘મારે તો આગળ જવાનું છે ‘બસ આટલી જ વાત અને અંતે હું તેને પ્રેમ કરી બેઠો. પણ ડર, સંકોચ અને શરમને લીધે હું તેનું નામ પૂછી ન શકયો ગામનું નામ પણ ન પૂછી શકયો ? પણ આઇ કાન્‍ટ ફરગેટ ઇટ. હું કયારેય, ભૂલી શકીશ નહિ., હવે મને એ મળશે ? મે જયોતિષને પણ પૂછ્યુ તો એણે કહ્યુ એક સોમવાર કરો.

એક કર્મચારી મિત્રે મને કહ્યુ મારી સાથે જોબ કરતી એક મેરીડ યુવતીને હું ચાહુ છુ. કદાચ તે પણ મને ચાહે છે. પણ અમો એકરાર કરી શકતા નથી. અને હું તો રાત દિવસ એને ભૂલી શકતો નથી. હવે મારી ટ્રાન્‍સફરના ભણકારા વાગે છે. મારે શું કરવુ ?

સમાજમાં સાંભળવા મળતા, જોવા મળતા અને કહેતા ફરતા કેટલાય પાત્રોને આપણે જોઇએ છીએ. જુવાની છે જોશ છે યૌવન છે ત્‍યાં સુધીતો કોઇ પ્રશ્ન નથી. વિજાતિય આકર્ષણ પણ પ્રેમના હોર્મોન્‍સ શરીરમાં ઉત્‍પન્‍ન કરતા હોય છે. પણ બબ્‍બે ત્રણ બાળકની મમ્‍મી કે પપ્‍પા બન્‍યા પછી પણ અન્‍ય પાત્ર જોડે પ્રથમ નજરનો વળી પાછો પ્રેમનો ઉભરો આવી જાય છે. એ બાબત વિચારવી રહી.

યુવાની ‘ ઇટ મીન્‍સ‘ યૌવન જયારે વસંતઋતુ જેમ શરીર, ચહેરા, આંખોમાં અંગડાઇ લેવા માંડે અને તેને આ યુગમાં કોઇની સાથે પ્રેમ ન થાય તો નવાઇ લાગે. સ્‍વાભાવિક છે કે, વિજાતિય આકર્ષણ છોકરા કે છોકરીના દિલમાં લીલી લીલી ભીની ભીની ઘાસ પતીઓ જેમ ફૂટી નીકળવા લાગે. પણ મહદ અંશે છોકરી કરતા છોકરામાં પ્રેમનો ફલો એકદમ વહી નીકળે છે. છોકરીના સ્‍પંદનો શર્મીલા હોય છે. જયારે છોકરામાં પ્રેમ કરવાની વૃતિ ઝનૂની અને બેકાબૂ ગતિમાં હોય છે. સ્‍વાભાવિક છે કે એટલે જ છોકરો પ્રેમ કરવાના ઇકરારમાં પહેલ કરે છે. ‘ આઇ લવ યુ ‘ છોકરો જ પહેલા કહે છે, પુરૂષોમાં સ્‍ત્રી પ્રત્‍યેનું એક શારીરીક આકર્ષણ રહેલુ છે. અલબત છોકરી (સ્‍ત્રી) માં પણ પુરૂષ (છોકરા) પ્રત્‍યેનું ખેંચતાણ પરસ્‍પરના પ્રથમ નજરના ટકરાવમાં ફૂટતી પ્રણયની બાબતે જવાબદાર હોય છે.

પણ આકર્ષણનું પ્રાંબલ્‍ય છોકરાઓમાં ઘણુ કરીને વધારે રહેલુ હોય છે. એવુ કેમ હશે ? એનો જવાબતો શરીરની ‘બાયોલોજી‘, ‘સાયન્‍સ‘, હોર્મોન્‍સની વધઘટ અને માત્ર ઇશ્વર અથવાતો પ્રથમ નજરે ફૂટતો પરસ્‍તારનો ‘પ્રેમ‘ જ આપી શકે છે. જે મનુષ્‍યએ પ્રેમ કર્યો નથી એ આ પ્રશ્નનો જવાબ આપી શકે નહિ. અલબત પ્રેમ બાબતે ઉદભવતી કેટલીક વિટંબણાઓ, મુશ્‍કેલીઓ અને સંઘર્ષોને ને નિવારવા પગલા ભરી શકાય. આગળ જણાવ્‍યુ તેમ, (૧) છોકરી આપઘાતના માર્ગે છે (ર) છોકરો એકલો જ પ્રેમ કરે છે (૩) ટ્રેનમાં મળી ગયા પછી મિત્ર પ્રેમમાં પાગલ છે. અને એકસઠ સોમવરા કરી રહ્યા છે. (૪) નોકરીમાં સાથે હોવાથી ભાઇ, બહેનના પ્રેમમાં પડ્યા છે. પ્રેમનો એક દસ્‍તુર છેઃ ‘‘ લગ્‍ન પહેલા પ્રેમ થાય છે, અને લગ્‍ન કર્યા પછી એ પ્રેમ ટકતો નથી‘‘અથવા તો માણસ પ્રેમ કરીને લગ્‍ન કરે છે પણ લગ્‍ન પછી પ્રેમ કરી શકતો નથી.

કોઇ છોકરો છોકરીને જુએ. છોકરી છોકરાને જુએ ત્‍યારે પ્રેમનું આકર્ષણ થાય છે. પણ બીજુ સ્‍ટેપ પરસ્‍પરની અભિવ્‍યકિત છે. વાત કરવાની તક મળે છે ત્‍યારે વાત થઇ શકતી નથી અને જયારે હદયના કમાડ ખૂલે છે ત્‍યારે સમય વીતી ગયો હોય છે. આપણી કૌટુમ્બિક વ્‍યવસ્‍થા સોસાયટી (સમાજ) અને સંસ્‍કાર આગળ વધતા રોકે છે. પણ ફોરેનમાં બધુ જ સાહજીક છે. બે કલાકમાં પ્રેમ થાય છે. ચાર કલાકે લગ્‍ન થાય છે અને છઠ્ઠી કલાકે ડાઇવોર્સી થાય છે. આઠમી કલાકે પછી એ ‘ગાડી‘ ફરી પાછી કોઇ પ્રેમના સ્‍ટેશને આવીને ઉભી રહે છે. જયાંથી કોઇ પ્રેમ મુસાફર ચડવાનો હોય છે. ?

પ્રેમનું એકસપ્રેસન સાહજીક છે. એકસપોર્ટ જટીલ છે. એની લાગણીની અભિવ્‍યકિત કરવી એક આર્ટ (કલા) છે. કેવળ મૂંગા રહેવાથી શું ? એટલે કે થોડી હિંમત કેળવો. બીક ખંખેરીને કહી દેવુ જોઇએ કે ‘ હું તને ચાહુ છુ ? આઇ લવ બટ ડુ યુ લવ મી ? પરીણામ આવી જશે. કાંતો શર્મભરી નજર ઝૂકી જશે. અથવા (તમારા ગાલ ઉપર કોઇ હસ્‍તરેખાઓની સાઇન થઇ જશે. નો બીજુ શું કહેવુ ? અન્‍યથા ગાડી ચાલી જાય અને મિણ રહી જાય) બાય ધ વે અત્‍યારે છોકરીઓમાં યુગપ્રવર્તક સમજણ વધી છે. એટલે પહેલા જેવુ સેન્‍ડલ-ચપ્‍પલ કે તમાચો તો નહિ પડે – એટલી ફોરવર્ડનેસ છે. પણ કહેવાનું એટલુ જ છે કે પ્રેમ એ ધ્‍યાન નથી. બક્ષ્‍િાસ પણ નથી. તેતો પરસ્‍પરિક લાગણી છે. વ્‍યકિતઓમાં ભિન્‍ન ભિન્‍ન સ્‍વરૂપે તે આવી શકે છે.

પર્સનાલીટી, લેંગ્‍વેજ, લુકઆઉટ, જોબ અને થીંકીંગ છોકરીઓ છોકરાઓમાં જુએ છે. આજના છોકરાઓ પણ સામ્‍યતાઓ ચકાસે છે. સમાન રસ, શોખ રૂચિ અને અભ્‍યાસ હોય તો લાગણી તરત જ ઉદભવે છે. એ બાબતે વિચાર્યા વગર કૂદી પડવુ એ પ્રેમમાં નિરાશા જ સાંપડે છે.
ઉપરના પ્રશ્નો વિચારીએ તો પહેલો કિસ્‍સો અટપટો છે. કેમકે છોકરા-છોકરીના લગ્‍ન એ વ્‍યકિતગત બાબત નથી. પણ કૌટુમ્બિક છે. એમાં જ્ઞાતિ, ગોત્ર, ન્‍યાત, જાત, વગેરે જોવાતુ હોય છે. કુટુંબીઓ સમજી લે તો ઘણુ સારૂ ગણાય, એ માટે યુવકે પ્રયત્‍ન કરવા જોઇએ. પણ ન સમજે તો શું ? હવે સામેના પાત્રને સમજાવવુ જોઇએ કે ખરેખર મને જોતુ પ્રેમ કરતી હોય તો આપણી પ્રેમની દુહાઇ છે કે આપઘાત કરવાનું માંડી વાળ, પ્રેમ માત્ર શરીરનું મિલન જ નથી. કશો વાંધો નહિ. આવતા જન્‍મે. બાકી, તુ આપઘાત કરીને ચાલી જઇશ પછી હું તો કયાં સુખે જીવવાનો બીજો પ્રશ્ન વિચિત્ર છે, જો છોકરી ચાહતી જ ન હોય તો અં:તે એના પ્રેમમાં ઝૂરવાથી શું મળવાનુ ? કદાચ લગ્‍ન થાય તોય શું ? એક દિસ એ ભૂલ ભૂલમાં ય કહી દે કે, હું તમને ચાહી જ શકતી નથી. અથવાતો મારૂ મન તમારામાં હતુ જ નહિ. આતો તમારા એક તરફી પ્રેમને કારણે મારે લગ્‍ન કરવા પડ્યા. એ પછી એ લગ્‍ન જીંદગી નહિ ‘દોજખ‘ બની જાય છે.

ત્રીજુ કે, માત્ર સજાતીય પાત્રો વચ્‍ચે જ મિત્રતા હોય તેવુ નથી બનતુ. છોકરા-છોકરી વચ્‍ચે પણ આજના યુગમાં ગાઢ ફ્રેન્‍ડશીપ બંધાય છે. એનો અર્થ એ જ તો નથી કે પરસ્‍પર પ્રેમમાં છે, ટ્રેનમાં મળી ગયા તો શું ? એમ માનવુ કે છોકરી પ્રેમ કરે છે… એ ન પણ કરતી હોય કે ન પણ કરે અથવા તો છોકરો એકરાર ન કરી શકયો તો ભૂલ એની છે. મેડીકલ સાયન્‍સ એમ કહે છે કે આવેગોને ટાળો નહિ. પછીએ બાયોલોજી હોય કે સાયકોલોજી એ બાબતે છોકરાએ પહેલ કરવી જોઇએ. અલૌકિક બાબતોમાં જો માનતો હોય તો જયોતિષ શાસ્‍ત્ર સાચુ પડી શકે ખરૂ પણ એ તર્ક નો વિષય છે. સાચી શ્રધ્‍ધા એક બીજાના એકરારમાં છે કાં ઇસપાર કાં ઉસપાર ચોથુ કે સાથે નોકરી કરતા કરતા પ્રેમમાં પડવુ અને એ પણ મેરીડ યુવતી સાથે. હવે આ ઉંમરે બાળકો મોટા થઇ ગયા હોય. સામાજીક પ્રતિષ્‍ઠા હોય, આયખાની અધ વચ્‍ચે પહોંચ્‍યા પછી પત્‍ની ને મઝધારે છૂટી મૂકીને નાસી જવુ યોગ્‍ય લાગતુ નથી. આ કિસ્‍સો માત્ર દૈહિક આકર્ષણનો જ છે. હા, પુરૂષ એકલો હોય બાળકો નાના હોય, સામેનું પાત્ર પણ ત્‍યકતા, વિધવા કે પછી અનમેરીડ હોય એ સઘળી પરિસ્થિતિ જાણીને પણ પ્રેમમાં પડે તો પછી વાત અલગ છે. એટલે જ સ્‍તો કવિ ગુંજન શાહ કહે છેઃ જો શકય હોય તો એને તુ સામે જઇને મળ, એ સતયના આઇનાની પાછળ નહિ મળે. …

લેખક : યોગેશ પંડ્યા

દરરોજ અવનવી વાર્તા અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી