યુટ્યુબનો ઉપયોગ જરા વધુ સહેલો બનાવો

યુટ્યુબ પર તમારો કેટલોક સમય પસાર થાય છે ? દર મહીને યુટ્યુબ પર ભીડ જમાવતા એક અબજથી વધુ લોકોમાં તમે પણ સામેલ હો અને જો તમે ખાસ્સો સમય યુટ્યુબ પર ગાળતા હો તો નીચે આપેલી કેટલીક જાણકારી તમને ઉપયોગી થશે.

હવે મોટા ભાગના વીડીયો પર જોવા મળતા, એ વીડીયો સબંધિત વધુ માહિતી આપતા એનોટેશન્સ તમને એનોઈંગ કંટાળાજનક લાગતા હોય તો તેમનાથી છુટકારો મેળવવો સહેલો છે. યુટ્યુબમાં લોગ્ડ – ઇન હો ત્યારે તમારા પ્રોફાઈલ પિક્સર પર ક્લિક કરો, ત્યાર પછી ગીયર આઇકન પર ક્લિક કરીને યુટ્યુબના સેટીન્ગસમાં જાઓ. અહી ડાબી તરફના સાઈડબારમાં પ્લેબેક પર ક્લિક કરો અને તેમાં એનોટેશન્સ એન્ડ ઇન્ટરએક્ટીવટી વિકલ્પનું બોક્સ અનટીક કરી દો !
જો તમે યુટ્યુબમાં જુદા જુદા વિડિયોની લિંક પર ક્લિક કરીને, પછી શું જોવું એ નક્કી કરી રહ્યા હો તો તમે જોયું હશે કે અલગ અલગ ટેબમાં અલગ વિડીયો લોડ થતાની સાથે ઓટોપ્લે થવા લાગે છે, બેધ્યાનપણે ફક્ત બે-ચાર વિડીયો ઓપન કરી દો તો પણ બધા વિડીયોના વોઈસ એક સાથે કકળાટ ઉભો કરી દે. યુટ્યુબ સર્વિસ પોતે આનો ઉપાય આપતી નથી, પણ ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝરમાં એ માટેના એક્સટેન્શન ઉમેરી શકાય છે, જેનાથી યુટ્યુબને તમે ઘણી બધી રીતે કંટ્રોલ કરી શકો છો. આવું એક એક્સટેન્શન છે સ્માર્ટવિડીયો ફોર યુટ્યુબ. આ એક્સટેન્શન તમને અલગ અલગ વેબસાઈટમાં એમ્બેડ કરેલા યુટ્યુબ વિડીયો એક સાથે ચાલુ ન થાય એવા કંટ્રોલ પણ આપે છે. તે ઉપરાંત બફરિંગમાં કંટ્રોલના વિકલ્પો પણ આપે છે. આપણે કોઈ વિડીયો પોઝ કર્યો હોય તો યુટ્યુબ સામાન્ય રીતે પછીની ૩૦ સેકન્ડ સુધીનો વિડીયો ફ્રીઝ કરી રાખે છે જો નેટ કનેક્શન સારું ન હોય તો પછીનો વિડીયો કટકે કટકે જોવો પડે. તેના બદલે, આ એક્સટેન્શનની મદદથી આપણે યુટ્યુબ આખા વિડીયોને ફ્રીઝ કરી રાખે એવું સેટિંગ કરી શકાય છે.
ઉપરની વાત તો પીસીમાં યુટ્યુબ જોતા હોઈએ ત્યારની થઇ, પણ હવે મોટા ભાગના લોકો સ્માર્ટફોનમાં યુટ્યુબનો ઉપયોગ વધુ કરે છે. યુટ્યુબની એપમાં, સેટીન્ગસમાં જનરલ સેટીન્ગસમાં જઈને પહેલું કામ લિમીટ મોબાઈલ ડેટા યુઝેજ વિકલ્પ ઈનેબલ કરી દેવાનું કરો. આ રીતે એચડી વિડીયો ફક્ત વાઈ-ફાઈ ઉપલબ્ધ હોય ત્યારે જ પ્લે થશે અને ડેટા પ્લાનની બચત થશે.
એપમાં તમે કોઈ ચોક્કસ દેશના વિડીયો જ જોવા માંગતા હો તો ફરી જનરલ સેટીન્ગસમાં દેશ મુજબ કન્ટેન્ટ બતાવવાના વિકલ્પમાં આખી દુનિયા અથવા કોઈ ચોક્કસ દેશની પસંદગી કરી શકો છો.
એપમાં વિડીયો જોતી વખતે તેની ગુણવતા સેટ કરી શકાય એ તમે જાણતા હશો. ફક્ત ગીત સાંભળવા યુટ્યુબનો ઉપયોગ કરતા હો ત્યારે વિડીયોની ગુણવતા સૌથી નબળી રાખશો તો બચત થશે !
કોઈ વિડીયો પહેલી નજરે સારો લાગ્યો, પણ તેને આખે આખો જોવાનો અત્યારે સમય નથી ? તો નો પ્રોબ્લેમ ! વિડીયો સાથેના ત્રણ ડોટ પર ક્લિક કરો અને એ વિડીયોને એડ ટુ વોચ લેટર લીસ્ટમાં મૂકી દો, અથવા ઓફલાઈન જોવા માટે ડાઉનલોડ કરી લો !

સૌજન્યઃ દિપેન પટેલ

તમારે ઘરે બેઠા મોરારી બાપુ (https://goo.gl/vCWMUs) , જય વસાવડા (https://goo.gl/AfACv2), કાજલ ઓઝા વૈદ્યના (https://goo.gl/HxvJJa) કે અન્ય કોઈ પણ  પુસ્તકો જોઇએ છે? – તો અત્યારે જ www.dealdil.com પર જાઓ અથવા 08000057004 પર WHATSAPP કરો આપનું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલાવી આપો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે.

ટીપ્પણી