સવારે વહેલું ઊઠાતું નથી? – અપનાવો આ ૫ ટીપ્સ!

ગુજરાતીમાં તો એક સુભાષિત છે કે” રાત્રે વહેલા જે સૂઈ વહેલા ઊઠે વીર ,બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર.” આ બળ બુદ્ધિ અને ધન વધારવા માટે વહેલા ઊઠવું એ એક શ્રેષ્ઠ ઉપાય છે.

image source

પણ આ ભાગદોડ ભરી દૈનિક વ્યસ્તતામાં એવું થતું હોય છે કે રાત્રે સુવામાં પણ મોડું થઇ જતું હોય છે.એવા સંજોગોમાં જ્યારે સવારે વહેલું ઊઠવું પડે ત્યારે તરત જ જાગૃત નથી થવાતું અને એવું લાગે છે કે ઊંઘ પૂરી થઈ નથી આવા સંજોગોમાં બોડી ક્લોક અનિયમિત થઈ જાય છે.

image source

દિવસના કામ કરવામાં પણ મુશ્કેલી સર્જાય છે.આખો દિવસ બેચેની લાગે છે. એમાં પણ વર્કિંગ વુમન હોય તો ઓફિસ જવાની ઉતાવળ માં અપૂરતી ઊંઘ સાથે જ ઘરનું કામ આપવામાં આવે એટલે એની તબિયત પર પણ લાંબા ગાળે અસર પડે છે.

image source

સવારે વહેલું ઘણું જ ફાયદાકારક છે.સમયસર કામ પૂર્ણ કરી શકાય છે. મિલ ફિકવન્સી પણ સારી રીતે સેટ કરી શકાય છે.સવારે વહેલા ઉઠી કસરત કરવાનો પણ થોડો સમય ફાળવવો જોઈએ જેથી  દિવસ જીવન બંને તાજગીસભર રાખી શકાય.

image source

થોડા ઘરેલુ ઉપાય અજમાવવાથી સવારની સુસ્તી દૂર કરી શકાય છે અને વહેલા ઉઠવાની ટેવ પાડી શકાય છે.સવારમાં ઓછી અને ઊંઘ ઉડાડવા માટે સામાન્ય રીતે ચા અને કોફી નો સહારો લેવામાં આવે છે પરંતુ ખાલી પેટે ચા પીવા એસીડીટીની સમસ્યા પણ થઈ શકે છે. સવારના ઊંઘ ઉડાડવાનો શ્રેષ્ઠ અનેક ઉપાય છે

હુંફાળું પાણી

image source

સવારે હૂંફાળું પાણી પીવાથી શરીર એક્ટિવ થઈ શકે છે. કબજીયાતની સમસ્યા હોય તો એમાં પણ રાહત મળે છે અને શરીરનું સારી રીતે  ડિટોક્સિફિકેશન થાય છે.

image source

એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને મધ મેળવીને પીવાથી શરીરની ચરબી પણ ઉતરે છે.

વોકિંગ

image source

સવારમાં વહેલા ઊઠીને થોડો સમય પોતાની જાતને પણ આપવો જોઈએ. ઊંઘ ઉડાડવા માટે સવારે ઉઠીને ચાલવા નીકળી જવું એ શ્રેષ્ઠ ઉપાય છે.

image source

શરીરને હળવી એક્સરસાઇઝ પણ મળે છે. ફ્રેશ ઓક્સિજન પણ મળે છે. વધારાની ચરબી પણ ઓગળે છે અને આરોગ્ય પણ સારું રહે છે.

રાત્રે હળવો ખોરાક લેવો.

image source

રાત્રે હળવો ખોરાક લેવાથી પણ સવારે પેટ હલકું રહે છે અને સુસ્તી દૂર થાય છે. રાત્રે જમવામાં ખીચડી ,દાળ ,ભાત ,શાક ,રોટલી ,સલાડ જેવો હળવો ખોરાક લેવો જોઈએ (આમાંથી કોઈ એકાદ વસ્તુ આ બધું જ નહીં.).

image source

જમવા અને સૂવાના સમય વચ્ચે પણ ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખવું જોઈએ. રાત્રે ભારે ભોજન લેવાથી પાચન અંગેની સમસ્યા પણ ઊભી થાય છે.

સુવાના સ્થળથી એલાર્મ દૂર રાખવો.

image source

આપણામાંના ઘણાને એની ટેવ હોય છે કે એલાર્મ વાગે ત્યારે બંધ કરીને ફરી વખત સૂઈ જતા હોઇએ છીએ. હવે તો આપણે બધા ફોનમાં એલાર્મ સેટ કરીએ છીએ. ફોન પણ પાસે રાખીને સૂવાથી તેના કિરણો શરીરને નુકસાન કરે છે ,એ કારણથી પણ ફોન દૂર રાખવો હિતાવહ છે.

image source

એલાર્મ દૂર રાખીને સૂવાથી એને બંધ કરવા સવારે ઉઠીને ચાર પાંચ પગલાં પણ ચાલવા પડે તો એ કારણથી પણ ઊંઘ ઊડી જાય છે.

લેપટોપ કે ફોન જોતાં-જોતાં સુવાની ટેવ સારી નથી.

image source

ઘણાને રાત્રે મોબાઈલ કે લેપટોપ પર નેટ સર્ફિંગ કરતા કરતા સૂઈ જવાની ટેવ હોય છે. પરંતુ રાતની ગાઢ નિદ્રા માટે આ પ્રકારના ગેજેટ દૂર રાખવા જરૂરી હોય છે.ટીવી, ફોન ,લેપટોપ બંધ કર્યા બાદ થોડીવાર શાંતિથી ઊંડા શ્વાસ લેવા અને ત્યારબાદ સુવા જવું જોઈએ.

image source

સુતા સમયે દૈનિક ઉપાધી અને તાણથી મુક્ત રહેવા માટે થોડીવાર પથારીમાં બેસીને આંખો બંધ કરી ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી .ઉપરાંત જે કોઈ ઇષ્ટદેવમાં માનતા હોઈએ તેની પ્રાર્થના કરીને સૂવાથી પણ મનને શાંતિ મળે છે અને સારી ઊંઘ પણ પ્રાપ્ત થાય છે.

image source

આ સરળ ઉપાયો અપનાવવાથી સવારે વહેલા ઉઠવાની ટેવ પડે છે.કોઈ પણ ટેવને વિકસાવવા માટે થોડો સમય આપવો પડે છે. ઉપરાંત શરૂઆતમાં થોડી તકલીફ પણ પડે છે .પરંતુ ધીરજપૂર્વક નિયમિતતા જાળવી રાખવાથી સારી ટેવોને જીવનમાં સ્થાન આપી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ