જો વાળમાં આ રીતે કરશો મસાજ, તો હેર થશે એકદમ મસ્ત

તમારા વાળમાં તેલ લગાવ્યા પછી તમારી આ ભૂલો જ તમારા વાળ ખરવાનું (હેયર ફોલ) કારણ બને છે.

image source

વાળને તેલથી મસાજ કરવાની ટીપ્સ

શરીરને સ્વસ્થ રાખવા માટે તેને પૂરતો પૌષ્ટિક ખોરાક અને સંભાળની જરૂર હોય છે. તે જ રીતે, મજબૂત અને સ્વસ્થ વાળ માટે, તેને પુષ્કળ પોષણની જરૂર છે. જ્યારે વાળને સંપૂર્ણ પોષણ મળે છે, ત્યારે તે આપમેળે ભરાવદાર, લાંબા અને ચમકતા બનવા લાગે છે.

image source

રાસાયણિક વાળના ઉત્પાદનો અને બાહ્ય પ્રદૂષણને કારણે વાળ વધુ ખરાબ બની રહ્યા છે. હાલના સમયમાં વાળ જાળવવા ખૂબ જ મુશ્કેલ થઈ ગયા છે. આને કારણે નાની ઉંમરે સફેદ વાળ, ડેન્ડ્રફ, વાળ ખરવા વગેરેની સમસ્યા વધી રહી છે.

સારા શેમ્પૂથી વાળ ધોવા જ પર્યાપ્ત નથી, પણ મજબૂત અને ચમકતા વાળ માટે માથાની ચામડીની માલિશ કરવી પણ ખૂબ જરૂરી છે. વાળમાં વાળ માટેનું સારું તેલ લગાવી શાંતિથી અને હળવેથી મસાજ કરો. માથાની ચામડીની માલિશ વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ તેલ લગાવ્યા પછી થોડી સાવચેતી રાખવી જરૂરી છે.

image source

આજે આપણે જાણીએ કે, તમારા વાળમાં તેલ લગાવ્યા પછી શું ધ્યાનમાં રાખવું જરૂરી છે, નહીં તો તમારા વાળ ખૂબ જ ઝડપથી ક્ષતિગ્રસ્ત થઈ શકે છે?

એક જ વખતમાં હેર ઓઇલનો વધુ ઉપયોગ ન કરો:

હાલના સમયની વ્યસ્ત જીવનશૈલીને કારણે, લોકો પાસે પોતાને માટે સમય હોતો નથી. તેમના માટે આરામથી બેસી અને વાળમાં તેલ મસાજ કરવું ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તે એક જ સમયે ઘણું બધુ તેલ લગાવે છે.

image source

તમને એ જણાવી દઇએ કે આવું કરવું યોગ્ય નથી. તમે જેટલું વધારે તેલ લગાવશો, શેમ્પૂનો તેટલો વધારે ઉપયોગ સંપૂર્ણપણે સાફ કરવા માટે કરવો પડશે. આનાથી તમારા વાળની કુદરતી ભેજશક્તિ નાશ પામે છે. એટલે જ તમને વાળ ધોયા પછી વધુ સુકા લાગે છે.

ઓઇલિંગ કર્યા પછી વાળને કસીને કે ફિટ રીતે બાંધો નહીં:

image source

વાળમાં તેલ લગાવવાને કારણે તે ખૂબ નરમ થઈ જાય છે. તમે વાળને જેટલા કસીને કે ફિટ રીતે બાંધશો, તેના તૂટવાની એટલી જ શક્યતા વધારે છે. તમારે ટાઈટ બન અથવા પોનીટેલ બનાવવાનું ટાળવું જોઈએ. તેના બદલે તમે વાળ ખુલ્લા છોડી શકો છો અથવા હળવી એક ચોટલી બનાવી શકો છો.

તૈલીય વાળને લાંબા સમય સુધી રાખશો નહીં:

image source

લોકો માને છે કે વાળ પર જેટલો વધુ સમય તેલ લગાવી રાખ્યું હોય તેટલું જ વધુ સારું છે, પરંતુ આ ધારણા ખોટી છે. વાળમાં તેલ લગાવ્યા પછી વાળ ચીકણા (સ્ટીકી) થઈ જાય છે. ઓઇલિંગને કારણે જેટલી વધુ ગંદકી તમારા વાળ પર ચોંટશે, તેનાથી તમારા વાળને એટલું વધુ નુકસાન થશે.

તેલની માલિશ કર્યા પછી તરત જ કાંસકો ન વાપરો:

image source

વાળ અને માથાની ચામડીમાં તેલની માલિશ કર્યા પછી તે ખૂબ નરમ થઈ જાય છે. તેલ સંપૂર્ણ માથા માં સેટ કરવા માટે એને એમ ને એમ છોડવું વધુ સારું છે. આ કિસ્સામાં, કોમ્બિંગ દ્વારા, તમે વાળ પર વધુ દબાણ કરો છો, જેનાથી વાળ તૂટી જાય છે. તેલની માલિશ કર્યા પછી તમારા વાળને કાંસકાથી ઓળવવા ને બદલે, તેને હળવેથી આંગળીઓ વડે સુલઝાવવાનો પ્રયાસ કરો.

તેલની માલિશ કર્યા પછી વાળના અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં:

image source

હેયર મસાજ થયા પછી વાળના અન્ય ઉત્પાદનોનો ઉપયોગ ટાળવો જોઈએ. તમારા વાળને યોગ્ય રીતે શેમ્પૂ કર્યા પછી જ તમે તેનો ઉપયોગ કરો તે વધુ સારું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ