એક સામાન્ય આઈડિયાથી આજે કરી રહી છે કરોડોનો બિઝનેસ આ યુવતીએ કર્યું અનોખું સ્ટાર્ટઅપ…

આ છોકરીએ માત્ર એક સામાન્ય આઈડીયાથી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કરી દીધું. વર્લ્ડ બેન્કની નોકરી છોડી આન્તરપ્રિન્યોરમાં જંપલાવ્યું.

દેશના મોટા શહેરોમાં મોટી મોટી ઘટનાઓનું થવું શહેરી લોકો માટે સાવ સામાન્ય વાત છે પણ દેશના નાના શહેરમાંથી નીકળી વિદેશમાં અને પછી પોતાના જ દેશમાં જો સફળતાનો ડંકો કોઈ ભારતીય છોકરી દ્વારા વગાડવામાં આવે તો તો ચોક્કસ તે એક ગર્વની વાત કહેવાય.ભારતના નાનકડા શહેર અલીગઢમાં જન્મેલી યોશા ગુપ્તાએ 16 વર્ષ અલીગઢમાં પસાર કર્યા. તેમના પિતા અલીગઢમાં મહિલાઓની સૌથી મોટી કોલેજ ચલાવે છે. પિતાના વેપારમાં આવતી ચડ-ઉતરને યોશાએ હંમેશા ખુબ જ નજીકથી જોઈ છે અને તેને હંમેશા સમજવાનો પ્રયાસ કર્યો છે. વર્લ્ડ બેન્કમાં સલાહકાર તરીકે કામ કરતી યોશાને વિયેતનામ, ઇન્ડોનેશિયા, મ્યાંમાર, ફિલીપીન્સ અને ચાઇના જેવા દેશોમાં ખેતી અને મોબાઈલ બેંકિંગ સાથે સંબંધીત કામ કરવાનો મોકો મળ્યો. આ દરમિયાન તેમણે મોબાઈલ બેન્કિંગના ક્ષેત્રમાં અત્યંત સંભાવનાઓ જોઈ.તે કારણસર ભારતમાં હમણા જ શરૂ કરેલા સ્ટાર્ટઅપ કાર્યક્રમની ભાવિ સફળતા માટે યોશાને પુરતો વિશ્વાસ હતો. બસ પછી તો શું તેણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કરી લીધો જ્યાં એક જ જગ્યાએ મૂલ્ય પસંદગી, કેશબેક, બેંક દ્વારા મોકો આપતી વેબસાઈટ તેમજ ઇનામના પોઇન્ટ આપનારી વેબસાઈને એક ખુબ મોટા સેવિંગ પ્લેટફોર્મ તરીકે રજુ કરશે. પોતાના 10 વર્ષના અનુભવને યોશાએ પોતાના નવા સ્ટાર્ટઅપ લાફાલાફા ડોટ કોમ પર સંપૂર્ણ રીતે લાગુ પાડી દીધું. આ અનોખું પ્લેટફોર્મ ગ્રાહકોને કેશબેક તેમજ ડિસ્કાઉન્ટ કૂપન આપે છે જેનાથી ગ્રાહક મની ટ્રાન્સફર, મોબાઈલ રિચાર્જ, શોપિંગ વાઉચર તરીકે પ્રાપ્ત કરે છે. લાફાલાફાના શરૂ થયા બાદ 7 મહિનામાં જ ચાર લાખથી વધારે લોકો એ આ એપ ડાઉનલોટ કરી તેના દ્વારા લાભ મેળવ્યો. સિલિકોન વેલીના ટોચના 500 સ્ટાર્ટ-અપમાં પોતાની જગ્યા બનાવનારી લાફાલાફાની એકલી સંસ્થાપક યોશા ગુપ્તા છે જે હોંગકોંગથી ભારતમાં કામ કરી રહેલા 17 લોકોની ટીમ સાથે ટ્યુનિંગ જાળવી રાખે છે.અસંખ્ય પડકારોનો સામનો કરીને સફળ વેપારને સ્થાપિત કરનારી યોશાનું માનવું છે કે બજારમાં પોતાના વેપારી ક્ષેત્રમાં જો પોતાના પ્રતિયોગી ગમે તેટલા વધારે કેમ ન હોય પણ તમારી ગુણવત્તાથી પોતાને ઉત્તમ સાબિત કરીને સૌથી આગળ નીકળી શકાય છે. યોશા ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પોતાનો વેપાર વધારવાની યોજના પર કામ કરી રહી છે. ખાસ કરીને તે દેશોમાં જ્યાં તે પહેલાં કામ કરી ચુકી છે કારણ કે એવું કરવાથી તેમનો અનુભવ તેમજ સારા સંબંધ તેમના વેપારને વિસ્તારશે. લાફાલાફા એપને દરેક એનરોઇડ ફોન પર જોવી તે યોશાનું સ્વપ્ન છે. તેના માટે સવારે 7 વાગ્યાથી યોજનાબદ્ધ રીતે તેણી પોતાના દિવસની શરૂઆત કરી પોતાની સહયોગી ટીમ અને ગ્રાહકો સાથે સંપર્ક જાળવી રાખે છે.પોતાના ટ્વિટર અકાઉન્ટના માધ્યમથી યોશા પોતાની સફળતાનું રહસ્ય સુંદર શબ્દોમાં જણાવે છે, “જે તમે કરવા ઇચ્છો છો તેને મનથી કરવું. તેવા જ લોકો પોતાના જીવનમાં સફળતા મેળવી શકે છે જે ગર્વ સાથે પોતાની લક્ષ પ્રાપ્તિ માટે આગળ વધતા રહે છે. અને આવા લોકોની સફળતા આડે કોઈ જ નથી આવી શકતું.”

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી અને અનોખી વ્યક્તિઓની વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી