પિતાની અંતિમયાત્રામાં સામેલ નહી થાય CM યોગી આદિત્યનાથ, માતાને લખ્યો પત્ર

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું દિલ્લી ખાતે અખિલ ભારતીય આયુંવિજ્ઞાન સંસ્થાન (એમ્સ) માં સોમવાર સવારે ૧૦:૪૪ વાગે નિધન થઈ ગયું છે. ઉત્તરાખંડ સ્થિત પૈતૃક ગામમાં મંગળવારના તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ધ્યાન આપવા જેવી વાત છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા લીવર અને કીડનીની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. તકલીફ વધવાના કારણે યોગી આદિત્યનાથના પિતાને સારવાર અર્થે એમ્સમાં એડમીટ કરવામાં આવ્યા હતા. એમ્સ હોસ્પીટલના ગેસ્ટ્રો વિભાગના ડૉ.વિનીત આહુજા અને તેમની ટીમ તેમને સારવાર આપી રહી હતી.

image source

રવિવારના રાતના સમયે આનંદજીની તબિયત વધારે ગંભીર થઈ ગઈ હતી. જેના લીધે તાત્કાલિક આનંદજીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને ડાયાલીસીસ પર કરવામાં આવ્યું હતું. સીએમ યોગી આદિત્યનાથને પિતાના નિધનની સુચના આપવામાં આવી ત્યારે તેઓ ૧૧ સમિતિઓના અધ્યક્ષો સાથે કોરોના વાયરસ સંક્રમણ વિષે બેઠકમાં વાતચીત કરી રહ્યા હતા. યોગી આદિત્યનાથને સુચના મળ્યા પછી પણ અંદાજીત અડધો કલાક જેટલા સમય સુધી બેઠક શરુ રાખી હતી.

image source

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, સરકારના બધા મંત્રીઓ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ અને અન્ય વિપક્ષી દળોના નેતાઓ અને ભાજપના નેતાઓએ સીએમ યોગી આદિત્યનાથના પિતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

image source

સીએમ યોગીને જયારે આ વાતની સુચના મળી તો તેમણે પોતાની માતાને પત્ર લખ્યો અને જણાવ્યું કે, કેમ તેઓ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં નહી આવી શકે. તેઓ લખે છે કે, ‘પોતાના પૂજ્ય પિતાજીના કૈલાશવાસી થવા પર મને ખુબ દુઃખ અને શોક છે. તેઓ મારા પૂર્વાશ્રમના જન્મદાતા છે. જીવનમાં ઈમાનદારી, કઠોર પરિશ્રમ અને નિસ્વાર્થ ભાવથી લોક મંગલ માટે સમર્પિત ભાવની સાથે કાર્ય કરવાના સંસ્કાર નાનપણમાં તેમણે મને આપ્યા છે.

અંતિમ ક્ષણોમાં તેમના દર્શનની હાર્દિક ઈચ્છા હતી, પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વિરુદ્ધ ચાલી રહેલ દેશની લડાઈને ઉત્તરપ્રદેશની ૨૩ કરોડ જનતાને હિતમાં આગળ વધારવાના કર્તવ્યબોધના કારણે હું આમ ના કરી શક્યો.

image source

આવતી કાલે ૨૧ એપ્રિલના રોજ અંતિમ સંસ્કારના કાર્યક્રમને લોકડાઉનની સફળતા અને મહામારી કોરોના વાયરસને હરાવવાની રણનીતિના કારણે ભાગ નહી લઈ શકું. પૂજનીય માં, પૂર્વાશ્રમથી જોડાયેલ બધા સભ્યોને પણ અપીલ છે કે લોકડાઉનનું પાલન કરતા ઓછામાં ઓછા લોકો અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં હાજર રહે. પૂજ્ય પિતાજીની સ્મૃતિઓને કોટિ કોટિ વંદન કરતા તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છું. લોકડાઉન પછી દર્શનાર્થી આવીશ.’

પિતાના મોતની સુચના પછી પણ બેઠક શરુ રાખી.

યોગી આદિત્યનાથ કોરોના વાયરસ સંક્રમણના સંકટ પર કોર ગ્રુપની બેઠક કરી રહ્યા હતા. એટલામાં તેમને સુચના મળે છે કે, દિલ્લી એમ્સ હોસ્પીટલમાં તેમનાનું નિધન થઈ ગયું છે. પિતાના મોતની સુચના મળ્યા પછી પણ બેઠક એ જ રીતે ૪૫ મિનીટ સુધી ચાલુ રાખી અને તેઓ પ્રદેશની પરિસ્થિતિનો તાગ મેળવતા રહ્યા અને અધિકારીઓને તેનાથી છુટકારો મેળવવાના નિર્દેશ આપતા રહ્યા.

image source

ત્યાર પછી તેમણે બધા અધિકારીઓને કહ્યું કે, કોટાથી ઉત્તર પ્રદેશ પાછા ફરેલ બધા બાળકોના ઘરમાં રાખવાનું સુનિશ્ચિત કરાવવામાં આવ્યું. આની સાથે જ બધા બાળકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવ્યા પછી તેમના ઘરે મોકલવામાં આવે. બેઠક પૂરી થઈ અને તેઓ અધિકારીઓને જણાવતા રહ્યા કે કેવી રીતે તેમણે કોરોના વાયરસનો સામનો કરવાનો છે. આ આખી ઘટનાની જાણકારી ઉત્તર પ્રદેશના સુચના નિર્દેશક દ્વારા આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ