ખેલ – આ વાર્તા વાંચ્યા પછી તમે પણ વિચારશો કે આવું તો મારી સાથે પણ બન્યું હતું…!!

ખેલ

દિવાળી પછીના વેકેશનમાં જ્ઞાતિએ યોજેલી ભાગવત સપ્‍તાહમાં હરિદ્વાર જવા માટે નોંધાવેલા નામો મુજબ બા, બાપુજી, કાક, કાકી, ફઇ અને ફુઆ સરીખા છ એ છ સીનીયર સીટીજન્‍સને રાજકોટ સેન્‍ટ્રલ રેલ્‍વે સ્‍ટેશને મૂકવા આવેલા અચ્‍યુત અને અર્ચનાએછ એ છ ને જાતજાતની શિખામણ આપવાની શરૂ કરી.

બાપુજી, બી.પી.ની ગોળી નિયમીત લેજો. કાકા, તમેય પણ…

બા, તમારા સાંધાની દૂઃખાવાની દવા થેલાના આગળના ખાનામાં જ છે.‘‘ અચ્‍યુત.
બાપજી, તમારી પેન – ડાયરી અને વધારાના પૈસા અને એટીએમ થેલાની અંદરની સાઇડે મૂક્યુ છે, પણ જો જો ધ્‍યાન રાખીને બધુ કાઢજો. એટીએમ કાર્ડ નીચે ન પડી જાય. બા, તમારી પેલી બનારસી બન્‍ને સાડી સૌથી નીચે છે અને એની બેવડમાં દસદસની નોટોનું એક બંડલ મૂક્યુ છે‘‘ અર્ચના
બાપુજી, કાકા, ફુઆ.. ધ્‍યાન રાખજો, સ્‍ટેશને સ્‍ટેશને નીચે ઉતરતા નહીં..

બા, કાકી અને ફઇ કોઇપણ માણસ ચાહે એ પરૂષ હોય કે સ્‍ત્રી તમને બિસ્‍કીટ, ચોકલેટ, થેપલા, ચટણી કે ચા કોફી કંઇ પણ ખાવા પીવા આપે તો કશું જ ખાતા નહીં.

ઘણા તો મુખવાસમાં પણ ભેળસેળસ કરી નાખે છે, એવો મુખવાસ કે મુખવાસની પડીકી પણ અડતા નહી.
બા.. અર્ચનાએ ધીરે‘ક થી કહ્યુઃ ‘‘ તમારી મગમાળા અને સોનાના પાટલા તમારા બીજા પાકીટમાં મૂક્યા છે, અને પાકીટ ઉપર સેલોટેપ મારેલી છે, હવે હરિદ્વાર જઇને જ પહેરજો. ‘‘

બાપુજી, કાકા, ફુઆ ચાલુ ટ્રેને ચડતા ઉતરતા નહીં બા, અને કાકી… ખાસ કરીને તમારો બન્‍નેનો સ્‍વભાવ એવો છે કે અજાણયા સાથે તરત જ ઘરોબો કેળવી લો છો. તો ધ્‍યાન રાખજો.

અને હા, સૌને માટે એક ખાસ સૂચનાઃ કોઇપણ વ્‍યકિત તમને કશું પણ સોંપીને ‘હમણા આવુ છું‘ કહીને ટ્રેન નીચે ઉતરે તો તરત જ ના પાડી દેવાની. અને છતા પણ તમને કશુંક શંકાસ્‍પદ લાગે તો પોલીસને ઇન્‍ફર્મ કરી દેવું અને બીજી એક ખાસ સૂચના વળી વળીનેઃ કે, કોઇપણ વ્‍યકિત તમને કશું પણ ખાવાનુંઆપે તો પ્‍લીઝ.. ખાતા નહીં‘‘
‘ અચ્‍યુત હાથ જોડીને પછી હસી પડતા બોલ્‍યોઃ આ તમને સૌને એટલા માટે કહું છું કે તમે બધા ખાવા પીવાના શોખીન છો ને એટલે…‘
‘‘ હા ભાઇ હા..‘ અંતે કંટાળીને નીરૂફઇ બોલ્‍યાઃ ‘‘ તમે તો બેય જણાએ સલાહ સૂચનાનું આખું પોટકું બંધાવી દીધુ. એલાવ, અમે કાંઇ નાના કીકલા છીએ તે… ઘડીએ ઘડીએ આમ કરજો તેમ ન કરજો, ફલાણું કરજો, ઢીંકણું ન કરજો… માથુ પાકાવી દીધુ..‘‘

‘‘ એ છોરા, અમે કોઇનું આપેલુ કશું નહીંખાઇએ બસ ? કાકી બોલ્‍યા તારી વહુએ આખી બે રાત જાગીને બનાવી ને ડબરામાં ભરી આપ્‍યા છે એ થેપ્‍લા, ચટણી, ચકરી, ફર્સી પુરી, ગાંઠીયા અને મોહનથાળથી જ ચલાવશું. જયાં સુધી હરિદ્વાર પહોંચીએ નહીં ત્‍યાં સુધી બસ ને ! હવે તો શાંતિને ? ત્‍યારે છેલ્‍લે બા એટલું બોઋયા ‘‘ અમે ભલે ન ખાઇએ પણ કોઇ બિચારુ ભૂખે મરતુ હોય એને તો ખવડાવીએ ને ! જાત્રા કરવા જઇએ છીએ. એટલું પૂણય તો કમાવા દે ભૈ ! ‘‘

‘‘ હા… હા… બા. એની છૂટ છે બસ ? ‘‘ હવે અચ્‍યુતને બદલે અર્ચના બોલીઃ ‘‘ખાવામાં બંધન છે ખવડાવવાની મનાઇ નથી. અને ટ્રેનમાં બિચાકરુ કોઇ છોકરુ કોઇ અબળા કે ગયઢુ માણસ તરસ્‍યુ થયુ હોય, ભૂખ્‍યુ હોય એવા બિચાકડાને પાણી નો શીશો અંબાવવામાં શું વાંધો બા ? પાણી ના તો લોકો પરબ બંધાવે છે.. ખરુ ને કાકી ? ‘‘
‘‘ હા.. હો ભૈ અચ્‍યુત..‘ કાકીને બદલે ફઇ બોલ્‍યાઃ ‘‘ એલા અચ્‍યુતડા, આ તારી કરતા તો તારી વહુ બિચાકડી ડાહી કહેવાય હોં કે.. કેવી સમજદાર છે ? ‘‘ ‘ એ તમે તો શોધી દીધી છે ને ? ‘ અચ્‍યુતે વળતો પડઘો પાડ્યોઃ ‘‘ હા ભૈ હા.. હો‘‘ હવે બા બોલ્‍યાઃ ‘‘ દીવો લઇને શોધવા જાવ તો ય આવી વહુ ન મળે. મારી અર્ચુ ખરેખર ડાહી ને સંસ્‍કારી છે!!
‘‘તો મારો ભત્રીજો ય કયાં મોળો છે ? લાખોમાં એક છે એક ‘‘ ફૈબાએ સુકાન ફેરવ્‍યુ એટલે કાકીએ કટાક્ષ કર્યોઃ ‘‘ તમે છો કયા પક્ષમાં ? વરના કે વહુના ? ‘‘

‘‘ આ તો ભઇ, જેના ગાડે બેસીએ એના ઘોળ ગાવાના હોય. દોડવા માટે ઢાળ જોવાનો હોય, જમાનો એનો છે. ‘‘ ફૈબા હસી પડતા બોલ્‍યાઃ ‘ મારે તો એક ભાઇનો દીકરો, એક દેરની દીકરી.. ડાબી અને જમણી! આંખો તો બેય વહાલી.‘‘
આમ સીનીયર સીટીઝન્‍સ ગપાટા મારતા હતા ને અચ્‍યુત ઠંડા પાણીનો શીશો ભરી લાવ્‍યો. બાપુજીને અંબાવતા બોલ્‍યોઃ

‘‘ બધા જ નંબર સેવ કરી રાખેલા છે બેટરી પણ સો ટકા ચાર્જીંગ કરી દીધી છે, ચાર્જર થેલામાં આગળના ખાનામાં જ છે. ફોન કરતા રહેજો. ‘‘

ત્‍યાં એટલામાં જ હરદ્વાર એકસપ્રેસ નો વ્‍હીસલ વાગ્‍યો ને ગાર્ડ લીલી ઝંડી બતાવી બીજી વ્‍હીસલ વાીને ટ્રેન એક આંચકા સાથે ઉપડી. ધીરે ધીરેધીરે પાટા ઉપર સરતી ગઇ. બારીમાંથી સગાવહાલાના આવજો ની મુદ્રામાં હાથ લંબાયા પ્‍લેટફોર્મ ઉપર ‘‘આવજો‘ ‘‘આવતા રહેજો‘‘ ‘‘ મળીએ‘‘ ના ઉદઘોષ થતા રહ્યા. કોઇ મા દીકરાને વળાવવા આવી હતી કોઇ દીકરો માને વિદાય કરવા આવ્‍યો હતો. કોઇ પત્‍ની પતિથી વિખૂટી પડતી હતી તો કોઇ પતિ બાળકો પત્‍નીને મૂકીને કમાવા માટે બીજા શહેરમાં સિધાવતો હતો. કોઇ ભાઇબંધ વરસોથી વિખુટા પડીને મળતા હતા તો કોઇ ભાઇઓ નો પરિવાર વેકેશન સાથે ગાળીને જુદી જુદી દિશામાં જઇ રહ્યો હતો.

દીકરા-વહુની ‘આવજો‘ ની મુદ્રામાં પ્‍લેટફોર્મ ઉપર ઉભી રહી ગયેલી અને ઝાંખી થતી જતી આકૃતિને બારીમાંથી એકધારા લંબાઇ લંબાઇને જોઇ રહેલા કંચનબાની આંખમાંથી એક-બે આંસુ પાતળી પાંપણને છેદીને છેક ગાલ સુધી રેલાઇ આવ્‍યા ત્‍યગારે ફૈબા, કાકી અને બાપુજીનીઆંખોમાંથી પણ આંસુના ટશિયાં ફૂટી જ નીકળ્યા. અને ખરેખર એ જોડું પ્રેમાળ હતું. સગા વહાલામાં અચ્‍યુત-અર્ચના ના દાખલા દેવાતા હતા. ગાડીએ ટ્રેક બદલ્‍યો અને સ્‍પીડ પકડી લીધી. થોડીવાર શૂન્‍યમનસ્‍ક રહ્યા પછી ફૈબાએ જ વાતો શરૂ કરીઃ સગાવહાલાની, કથાના આયોજનની અને આયોજકોની, દીકરા-વહુઓની, આડોશ પાડોશની…

આ તરફ બાપુજી, ફુઆએ તમાકુ મસળી અને કાકાએ મસાલો ચોળ્યો. કાકીએ બગાસા ખાવાનું શરૂ કર્યુ ત્‍યાં જ વળીચા વાળો આવ્‍યો તે સૌએ એક એક ગંડેરી ચા ઠપકારી. વાતુના વડા ચાલ્‍યા… અમદાવાદ આવતા આવતા રાત પડી ગઇ. . સૌએ અલપ ઝલપ ઝોકુ મારી લીધું. સવાર પડ્યુ ત્‍યારે ગાડી રાજસ્‍થાનને ક્રોસ કરી રહી હતી…

ચા પાણી પીધા પછી કંચનબાએ ડબરામાથી થેપલા કાઢ્યા. ફૈબાએ પેપર ડીસો કાઢી. કાકીએ અથાણું, ગાંઠીયા, અને મરચા કાઢ્યા. એક પછી એક છ ડીસ બનાવીને સૌને અંબાવી, રાજસ્‍થાન ની રાજઘરાનાની સુગંધ એ માટીમાંથી આવી રહી હતી. અને સૌ કોઇ અર્ચના વહુના હાથના વખાણ કરતા થેપલા અને મુરબ્‍બો ઝાપટી રહ્યા હતા. નાસ્‍તો પુરો કર્યો ત્‍યાં અલવર સ્‍ટેશન આવ્‍યુ. બે મીનીટનો હોલ્‍ટ હતો. કંચનબા ડબામાં નાસ્‍તો પાછો મુકતા હતા ત્‍યાં જ એક ભિખારી આવ્‍યો. ચડી ગયેલી દાઢી, ખાડો પડી ગયેલુ પેટ, દૂબળો પાતળો દેહ… ઉંડી ઉતરી ગયેલી પણ તિક્ષ્‍ણ લાગતી આંખો અને લથડિયા ખાતો દેહ.

‘ ઓ માઇ.. કૂછ દેદો દો દિનસે ભૂખા હું. કછુ ખાને કો નહીં મિલા.. કૂછ દે દો માઇ, કૂછ દેદો..
કંચનબા તેને કરૂણાભરી નજરે તાકી રહ્યા.

ફૈબા મોઢું ફેરવીને જતા બોલ્‍યાઃ એક આવાને આવા કયાંથી ચાલ્‍યા આવે છે ?

કાકીને જાણે કશું સ્‍પર્શતુ જ ન હોય એમ માળા ફેરવવા લાગ્‍યા કે પેલા ભિખારીનો ફરીવાર પોકાર પડ્યો ઓ માઇ… તુમ્‍હે કહ રહા હું કુછ તો દે મા.. કૂછ તો દે… એ કંચનબા સામે હાથ લાંબા કરી ભીખ માગી રહ્યો હતો અન્‍ય મુસાફરો જુગુપ્‍સાથી મોઢુ ફેરવી ગયા. અમુક ને તો ગમ્‍યુ નહી. એટલે બોલ્‍યાઃ ‘‘ ચલો, ચલો, ચલો દુસરે ડબબેમે જાઓ… ચલો.. ભાગો..‘‘

‘‘ અરે ભાઇ કયા બોલ રહે હો ? તેના અવાજમાં ધ્રજારી ભળી. માઇ ખાના દે રહી હે કૂછ લુખ્‍ખી સૂકકી રોટી હો તો ભી ચલેગી માઇ..‘‘
ઉપરની બર્થ ઉપર બેઠેલા હવે મનહરલાલ કંચનબાને ઉદ્દેશીને બોલ્‍યા ‘‘ આ બિચારાને કાંઇક આપને… બે ચાર થેપલા, છૂંદો, અથાણું..‘‘

‘હા‘ અને ‘ના‘ ના સીમાડાની અધવચ્‍ચ અવઢવમાં ઉભેલા કંચનબા થોડું અટકીને બોલ્‍યાઃ ‘પણ‘ ‘ દેવામાં વાંધો નહી. લેવામાં જોખમ‘ મનહરલાલે તેની શંકા દુર કરીઃ ‘ આપ… આપ… બિચારાને..‘‘

કંચનબાએ ડબરો ખોલ્‍યો ને અંદરથી ગાંઠીયા ચાર પાંચ થેપલા, લસણની ચટણી, અથાણું મુરબ્‍બો અને ચેવડો આપ્‍યા. ‘‘ભગવાન આપ કા ભલા કરેગા‘‘ કરતો તે ત્‍યાં જ નીચે બેસીને બન્‍ને હાથે લૂસપૂસ ખાવા લાગ્‍યો. ‘બિચાકડો કેટલો ભૂખ્‍યો છે ? ‘ કંચનબા સહજ અનુકંપાથી બોલ્‍યા.. ફૈબાએ મોઢું મચકોડ્યુ. કાકા આડા પડ્યા હતા. ત્‍યાં જ ટ્રેને વ્‍હીસલ મારી અને ગાડી ચાલતી થઇ… નીચે ઉતરેલા મુસાફરો ધડાધડ ટ્રેનમાં ચડ્યા.. પેલો હડસેલાતો ઠોકરાતો લૂસપૂસ ખાતો હતો જાણે ક્ષણે ક્ષણને ખાઇ જવી હોય એમ જ .. મનહરલાલ અને કંચનબા એને અમી ભરેલી નજરે જોતા હતા પેલો ત્‍યાં જ થોડીકવાર થઇ કે બેસી ગયો અને ત્‍યાં જ અચાનક પેલો ઓક.. ઓક.. કરતો ઉંધો પડી ગયો. વળી ચતો થયો.. વળીઆડો થયો પેટ પકડીને ઉભો થયો અને ધડાંગ કરતો નીચે પડી ગયો…

સૌ કોઇ હાઠાબાઠા રહી ગયા… પેલો ઓ મા.. મર ગયા.. ઓ માઇ… મર ગયા મૈ.. યે કયા હો રહા હે… ઓ માઇ.. હાંફતો, વમળાતો, ફર્શ ઉપર ગલોટીયા ખાવા લાગ્‍યો. ધીરે ધીરે કમ્‍પાર્ટમેન્‍ટમાં ટોળુ જમા થવા લાગ્‍યુ. પેલો ઉબકા કરી રહ્યો હતો. બન્‍ને હાથે પેટ પકડીને આંખો ચડાવીને વમળાતો હતો. અરે.. કયા હો ગયા ? કોઇ દિલ્‍હી ભાષી બોલ્‍યુઃ ‘‘ ઇસકો તો કૂછ હો ગયા યાર.. ‘‘ બીજો બોલ્‍યોઃ ‘‘ પુલીસ કો ઇન્‍ફર્મ કરો..‘‘ ત્રીજો કહેઃ ‘‘ અચાનક કયા હો ગયા ઇસ કો ? ‘‘ ઘડીક વારમાં તો હો હા થઇ ગઇ… ટ્રેને હવે પૂરી ઝડપ પકડી લીધી હતી. કોઇ કહેઃ ‘ ઇસ કો હવા આને દો યાર યે તો મર રહા હે..‘
બરાબર ત્‍યાં જ બે પોલીસ વાળા આવી પહોંચ્‍યાઃ ‘ અબે કૌન હે ચોર, ડામીસ યા જેબકતરું ? ‘
‘‘ નહીં… નહીં… ‘‘ ટોળુ આઘુ પાછું થતા બોલ્‍યુઃ ‘‘ ઇસકો તો કૂછ હો રહા હે પેટ પકડકર રખ્‍ખા હે… ‘‘

‘‘ કયું? ઐસા કયું કર રહા હે ‘‘ પોલીસે ડંડો પછાડી ને પૂછ્યુ. ‘‘કયા પહેલે સે આયા હૈ યા ફિર યહા આ કે ઐસે કર રહા હે ? ‘‘

‘‘ યહા આકે..‘‘ એક જણાએ ઇન્‍ફર્મેશન અપી. ‘‘ અરે ઇસને વો ચાચીને દિયા હુઆ ખાનાભી ખાયા ફીર ઐસા કરને લગા ? ‘‘

‘‘ ખાના ખા કે બાદ ? ‘‘ પોલીસે કંચનબા તરફ મીટ માંડી. ‘‘ખાના બાસી થા કયા ? ‘‘
કંચનબાએ ડબરો કાઢીને બતાવ્‍યોઃ ‘‘ અરે, આ થેપલા આપ્‍યા છે. બીજુ કાંઇ નથી આપ્‍યુ મે.. અને એ થેપલા તો અમેય ખાધા હતા‘‘

‘‘ ઝૂઠ હે… ‘‘ પોલીસ વાળાએ ડંડો પછાડતા કહ્યુઃ ‘‘ તુમને જો ખાયે વો અલગ હોગા… માજી ઔર તુમને ઇસકો ખીલાયા વો ઔર બાસી હોગા.. ઐસા ભી હો, ખાનેમે આપને કુછ મિલાવટ કર દી ઐસા વૈસા તો નહીં ખીલા દિયા ના… લગતા હૈ કૂછ ઐસા હી….‘‘ બીજા પોલીસવાળાએ સીધુ જ સ્‍ટેટમેન્‍ટ આપી દીધુ.
ત્‍યાં જ પેલો ઓક.. કરતો ઉભો થયો ને પડી ગયો હવે મનહરલાલ નીચે ઉતર્યા અને પોલીસવાળાને ધમકાવવા લાગ્‍યાઃ ‘ અરે કૈસી બાત કર રહેહો તુમ ? યે મેરી પત્‍ની હે, યે થોડી ઐસા વૈસા ખીલા દેગી ? ‘‘

‘‘ ચાચા.. ‘‘ પોલીસવાળા હવે મનહરલાલ તરફ ફર્યા. ‘‘ અચ્‍છા ઐસા હે ? ઉસકો દેખો વો મર રહા હે… યદિ જો મર ગયા તો આપકી ઉપર પોલીસ કેસ હોગા‘‘

‘‘ કયું … કયું… ‘‘ મનહરલાલ હવે ખીજાઇ ગયાઃ ‘‘ હમને કૂછ નહીં કિયા… જો હો રહા હે વો ઉસકી ભૂલ સે હો રહા હે.‘‘

‘‘હાઆઆ… ‘‘ પેલાના અવાજમાં કડકાઇ આવીઃ ‘‘બિના પહેચાનવાલે સે માંગ કે ઉસને જો ખાયા, વો મિલાવટ વાલાહી ખાના ખાયા તબ યે હુઆ ના ? મૈ ભી કહતા હું ભૂલ ઉસકી હી હે. મગર ચાચા ઔર ચાચી… હમ તુમ્‍હે નહી છોડેંગે. અગલેવાલે સ્‍ટેશન કો આપકો ઉતરના હોગા. પુલીસ કમ્‍પ્‍લેન હોગી.. યે તો તુમને ગુનાહ કર દિયા. એક આદમીકો મિલાવટ ખાના ખિલાકે માર દિયા.. ‘ અરે.. યે કયા બકતે હો ? હમ શરીફ આદમી હૈ. ગુજરાત સે આયે હુએ હૈ… બ્‍યાપારી હૈ. હમલોગ‘‘ હવે ફુઆ અને કાકાય પટમાં આવી ગયા.

‘ ઓહ.. તો તુમતો પુરી ગેંગ હો‘‘ એક પુલીસવાલાએ ઝીણી આંખ કરીને બીજાને કહ્યુ ‘‘ એક કામ કરો તુમ ઇન્‍સપેકટર ચૌધરી સાહબ કો બુલાઓ યે ખૂન કા મામલા હોગા. ઉસકી ખિલાફ એફ.આઇ.આર. દર્ઝ કરની પડેગી..‘‘
વાતાવરણ ગરમ થઇ ગયુ. પેલો પડ્યો પડ્યો હાંફતો હતો. તેના મોઢામાંથી ચીકાશ અને લાળ નીકળી રહી હતી. કમ્‍પાર્ટમેન્‍ટમાં પોલીસ અને મનહરલાલ વચ્‍ચે હુંસાતુંસી થઇ ગઇ.પેલા કહે તમારે આગળનાસ્‍ટેશને ઉતરવુ જ પડશે…
આ બધો ખેલ ઉપર રહ્યો રહ્યો એક માણસ જોઇ રહ્યો હતો. જમાનાનો ખાધેલ હતો. એ પરિસ્થિતિ જાણતો હતો. હવે એ નીચે ઉતર્યો. અને ટોયલેટ પાસે મનહરલાલ, રસિકલાલ અને ગુણુભાઇને ખેંચી ગયો. આખી વાત અને પરિસ્થિતિ સમજાવી. દસ મિનિટની ગૂફતેગુ પછી પાંચસો પાંચસો ની ચાર નોટ મનહરલાલ પાસેથી લઇને પેલા પોલીસ વાળાના ખીસ્‍સામાં નાખતા પેલો પોલીસવાળાનો પીઠ ઠપકારતો કહેઃ ‘‘ સાહબ, જાને દો ના, ઔર કેસ યહાં હી ખત્‍મ કરદો ‘‘

‘‘ હાં, ઠીક હૈ… ઠીક હૈ… ‘‘ કરતા પેલા બે પોલીસવાળા મૂંગા થઇ ગયા. આગળ ‘રવાડી‘ સ્‍ટેશન આવતુ હતુ. ટ્રેન ધીમે ધીમે ઉભી રહી. ‘અરે… ચલો, હટો… હટો.. જાને દો… અરે ભાઇ.. જાને દો.. ના.. ‘‘ કરતા બન્‍ને પોલીસવાળા અને પેલાએ ત્રણેયે થઇને ટીંગાટોળી કરીને ભિખારીને ઉતારી દીધો.
બે મિનીટ પછી બિલ્‍લી પગલે પેલા ભિખારીનું પગેરું શોધતા શોધતા મનહરલાલ પાર્સલ ઓફિસની પાછળ જઇને ઉભા રહ્યા, તો પેલો ભિખારી, પેલો દલાલ, બેય પોલીસવાળા, ચારેય જણા ખિખિયાટા કરતા કરતા બે હજારનો ‘ભાગ‘ પાડી રહ્યા હતા !!!!!

લેખક – યોગેશ પંડ્યા

રોજ આવી અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારું પેજ 

 

ટીપ્પણી