એક સાચા ઉમેદવારની એપોઇન્‍ટમેન્‍ટ – બધા કેન્ડીડેટ આવી ગયા, પણ એની તલાસ ખબર નહિ ક્યારે પૂરી થશે…

એક સાચા ઉમેદવારની એપોઇન્‍ટમેન્‍ટ

અભિજીત શાહે દવાખાનામાં પ્રવેશ કર્યો એ ભેગો જ ઓફિસનો ચપરાસી મફત ઉભો થઇ ગયો. અભિજીતના મકક મડગલાં પોતાની ચેમ્‍બર તરફ વળ્યા, પણ ચેમ્‍બરની જમણી સાઇડમાં આવેલા વેઇટીંગ રૂમમાં આજના ઇન્‍ટરવ્‍યુ નિમિત્તે એકત્રિત થયેલા ઉમેદવારોના ચહેરા જોવા એક મિનિટ તે વેઇટીંગ રૂમ ના દરવાજે થોભ્‍યો. તેની અનુભવી નજર સડસડાટ કરતી તમામ ઉમેદવારો ઉપર ફરી રહી. તે પૈકીના કેટલાક એકદમ અપ ટુ ડેટ તૈયાર થયેલા ઉમેદવારો પણ હતા તો કેટલીક ખૂબસૂરત યૌવનાઓ પણ ઇન્‍ટરવ્‍યુ આપવા આવી હતી. કચેરીના ચપરાસી મફતે દોડી જઇને બધાને સાવચેત કરી દીધા કે ‘‘ સાહેબ આવી ગયા છે…!‘‘ ત્‍યારે દરેક ઉમેદવારો જગ્‍યા ઉપર ઉભા થઇ ગયા.
અભિજીત શાહે એક હળવું સ્મિત આપીને પોતાની ચેમ્‍બરમાં પ્રવેશ કર્યો. સાથોસાથ પ્‍યુનને બેલ મારીને અંદર બોલાવ્‍યો. મફત અંદર આવ્‍યો એટલે ઇન્‍ટરવ્‍યુની ડીટેઇલ્‍સ મિ.રોબિન પાસેથી મંગાવી અને આસીસ્‍ટન્‍ટ મેનેજર મિ.ભલ્‍લાને પણ બોલાવ્‍યા. ભલ્‍લા અંદર આવ્‍યા. જરૂરી વિગતો સમજાવી શાર્પ અગિયાર વાગ્‍યેઇન્‍ટરવ્‍યુ શરૂ થઇ જશેની જાણકારી પણ આપી. ભલ્‍લા ગયા. અને મફતને જરૂરી સૂચનાઓ આપી વેઇટીંગરૂમની અંદરથી જ ઉમેદવારોને ક્રમસર મોકલવાની વ્‍યવસ્‍થામાં પડી ગયા. એ અગાઉ દરેક ઉમેદવારોની ક્રમાનુસાર પ્રોફાઇલ અભિજીતના ટેબલ ઉપર પહોંચી ગઇ હતી.

અભિજીતે દરેકની પ્રોફાઇલ ઉપર નજર ફેરવી. એવરેજ માસ્‍ટર ગ્રેજ્યુએટ અને એમ.બી.એ. સુધીનો બધાનો અભ્‍યાસ હતો.

આમ તો પબ્લિક કોન્‍ટેકટ ઓફિસર કહો કે પછી કંપનીના દરેક ડીપાર્ટમેન્‍ટને જોડતી કડી જેીવ ભૂમિકા ભજવતી પોસ્‍ટનાઇન્‍ટરવ્‍યુ હતા. એમાં દરેક ઉમેદવારની બાહ્ય અને ભીતરની છબી પણ તપાસવાની હતી. દરેકની પ્રોફાઇલતપાસતા, બધા જ ઉમેદવારો એ સૂટ બૂટમાં ફોટો પડાવ્‍યો હતો. અભિજીતે બે ફોટામંગાવેલા હતા. એક પાસપોર્ટ અને બીજો ફૂલ લેન્‍થ નો! એ એવું સમજતો હતો કે માત્ર ચહેરો જોઇને કોઇને જજ ન કરી શકાય, તે માણસને આખોને આખો જોવો જોઇએ. 

શાર્પ અગિયારને એક મિનિટે બજર વાગ્‍યું. બહારથી ભલ્‍લાએ એક પછી એક ઉમેદવારોને મોકલવા મંડ્યા. અભિજીત એક-બે સેકન્‍ડ તેના ચહેરાના ભાવ તપાસતો, એક-બે જનરલ નોલેજના પ્રશ્નો પૂછતો, બે ત્રણ નોટસ બહારના પ્રશ્નો પણ પૂછતો કેટલીક સમસ્‍યાના હલ પૂછતો. ત્રણ જ મિનિટમાં તે ઉમેદવાર તેના મનમાં ‘‘કિલક‘‘ થઇ જતો પછી તેને પૂછવાનું જરૂર પણ ન લાગતું. અને બોરીંગ પણ લાગતું. એ ફાસ્‍ટ માણસ હતો. સમયની સાથે તાલ મિલાવીનેચાલે એવો…

કદાચ, સમયથી ય એક ડગલું આગળ ચાલવાની કોશિષ પણ કરતો.. અભિજીત કંપનીનો હવે સર્વેસર્વા હતો. વીસમાં વર્ષે ચપરાસીની નોકરીએ ચડેલોઅભિજીતછેંતાલીસમે વર્ષે એમ.ડી. બની ચૂક્યો હતો, તેની પાછળ તેની ધગશ, પુષ્‍કળ મહેનત, લગત અને દૂરંદેશી વિઝન હતું. આજે તે દરેક ઉમેદવારમાં પોતાના ‘‘પાસ્ટ‘‘ ને તાકી રહ્યો હતો…
નો ડાઉટ, તેને મન અભ્‍યાસની જેટલી વેલ્‍યુ નોકરી માટે હતી પરંતુ એના કરતા ય એક હ્યુમિનિટિ પાવર અને હ્યુમિનિટીવિઝન દરેકમાં તે શોધી રહ્યો હતો.
દરેકને તે ભિન્‍નભિન્‍ન સવાલો પૂછતો હતો. છોકરીઓ પણ આવી હતી તે પૈકી કેટલીક છોકરીઓ બિંદાસ લાગી. કેટલીક અલ્‍લડ પણ …!! કેટલીક છોકરીઓ માત્ર શો પીસલાગી. તો કેટલીક છોકરીઓ માત્ર શોખ ખાતર નોકરી જોઇન્‍ટ કરી રહી હોય તેમ પણ લાગ્‍યું. અભ્‍યાસક્રમ બહારના સવાલ છોકરીઓને કર્યા ત્‍યારેબેચારછોકરીઓએ તેને એમ પણ કહ્યુ કે ‘ સર.. એકવાર અજમાવી લો. પછી જેમ તમારા રૂલ્‍સએન્‍ડરેગ્‍ય્‍ુલેશન હશે તેમ જ થશે‘‘ એક છોકરીએ તેની પર્સાનીલીટીના વખાણ કર્યા, એક છોકરી ‘ સર,તમે ખૂબ સુંદર છો..‘ એમ પણ કહી ગઇ… ઉફફ!

વાત નકકી હતી કે છોકરીઓમાં જે કોન્‍ફીડન્‍સ હતો એ છોકરાઓમાં નહોતો. તેનો થોથવાઇ જતા ગભરાઇ જતાં. તેમના વ્‍યકિતત્‍વમાંથી બોદો રણકો સંભળાતો. અભિજીત એટલે નિરાશ થયો કેમ કે, આ જગ્‍યા જેવી રીતે છોકરો હેન્‍ડલ કરી શકે એ રીતે છોકરી ન ટેકલકરી શકે ! એવુ તેમનું માનવું હતુ.

એક પછી એક નેવાસી ઉમેદવારો તેમની નજર તળેથી પસાર થઇ ગયા. પણ ચોવીસ કેરેટનું સોનું તેમને મન કોઇ લાગ્‍યું નહી. ઉમેદવારોને તેઓ પૂછતા કે ધારો કે, ‘ તમને જે પગાર આપવાની છે તેમાં ઘટાડો કરવા ઇચ્‍છે છે તો તમે શું કરશો ? તમારી પ્રતિક્રિયા કેવી રહેશે ? ‘

છોકરીઓનો જવાબ હતોઃ કંપની સામે કામના કલાકો ઘટાડશે ? જયારે છોકરાઓનો જવાબ હતો કે સર જયારે કંપની જ પગારમાં ઘટાડો કરી રહી છે, એનો જવાબ એ છે કે એનું ભવિષ્‍ય ધુંધળું છે. મીન્‍સ કે ત્‍યાં ઝાઝો સમય ટકી ન રહેવાય.
એક ઉમેદવારે અવું કહ્યુ કે હું તો મફતમાં કામ કરીશ. અભિજીત ચોંક્યો એણે એ ઉમેદવારને પૂછ્યુઃ ‘ તારે ! જીવન નિર્વાહ કેમ કરીને ચાલશે ? ‘‘ જવાબમાં ઉમેદવારે કહ્યુ હતું કે એ ચિંતા તો મારે કરવાની છે ને સર ? તમારે થોડુ એ ટેન્‍શન લેવાનું છે !‘‘

અભિજીતે એક બીજો સવાલ કર્યો કે ધારો કે તમને કંપની ટ્રીપલ શિફટમાં કામ કરાવે તો શું કરો ? ‘
જવાબમાં કેટલાક ઉમેદવારે કહ્યુ કે પગારની રકમ વધારે મળશે ને ? કેટલાક ઉમેદવારે નોકરીમાંથી રીઝાઇન આપવાની વાત પણ કરી.

અભિજીતે એક ઉમેદવારને કહ્યુઃ ‘‘ તમે ઓછામાં ઓછો કેટલો પગાર લઇ શકો ? ‘‘ એ ઉમેદવારે ઘસીને ના પાડી દીધી એક ઉમેદવારને ટેબલ નીચે પડી ગયેલી ટાંચણી ઉઠાવવા કહ્યુ તો એણે કહ્યુ કે સર હું થોડો પ્‍યુન છુ ? ‘‘

પાંચ સાત ઉમેદવારોને કહ્યુઃ ધારો કે તમને કંપનીમાં દસ વર્ષ વીતી ગયા છે. હવે તમે કન્‍ફર્મ છો તમને મ્‍હોંમાંગ્‍યુ પેકેજ મળે છે, અને ધારો કે કંપનીએ એક ડીલ કરવામાં નુકશાન થયુ. તો કંપની એવો નિર્ણય લે છે કે અમુક સમય માટે પગાર સ્‍ટોપ કરી દેવો, એવા સંજોગોમાં તમે કામ કરી શકો ?

નો ડાઉટ, કે આ બધા તો અભિજીતના મનમાંથી ઉદભવેલા તુકકા હતા. છેવટે બધાને જવા દેવા પડ્યા. કુલ નેવું કેન્‍ડીડેટ્સમાંથી નેવાસી કેન્‍ડીડેટસ આવી ચૂક્યા હતા. બસ એક છેલ્‍લો કેન્‍ડીડેટ બાકી હતો. અભિજીતે બઝર દબાવીને મફતને કહ્યુઃ ‘‘ લાસ્‍ટ‘‘ પણ મફતે સવિનય કહ્યુઃ ‘‘ સર… પુરું..! હવે કોઇ નથી ભલ્‍લા સાહેબ પણ તેમની ચેમ્‍બરમાં જઇને તમને મળવા આવે છે‘‘

‘‘ અરે પણ કોઇ સૂરજ કુમાર કરીને કોઇ કેન્‍ડીડેટ છે… તુ ભલ્‍લાને પૂછી જો‘‘
પણ ત્‍યાં જ ‘‘ ના સર.. ફીનીશ્‍ઙ. મફત સાચુ કહે છે, હવે કોઇ નથી.‘‘ કરતા અંદર પ્રવેશ્‍યા.
‘‘ ઓહ નો.‘‘ અભિજીતે ભલ્‍લા સામે નિરાશાજનક સ્મિત કરીને અંતરની વેદના વ્‍યકત કરતા કહ્યુઃ ‘‘મિ.ભલ્‍લા… એક પણ કેન્‍ડીડેટ આપણને એવો જોવા ન મળ્યો કે એ સો ટકા કમ્‍પલીટ મેન હોય… ને છોકરીઓને માટેની તો આ જગ્‍યા જ નથી. ‘‘

‘‘ યુ સે રાઇટ..‘‘ ભલ્‍લાએ સ્મિત કર્યુ. એક બે ઉમેદવારો એવા હતા બટ… આઇ થીન્‍ક કે તેઓ માત્ર એકસ્‍પીરીયન્‍સ માટે જ અહીં આવેલા હતા. તેઓનો એઇમ પુરો થયો કે તરત જ નાસી જવાના હતા‘‘‘

‘‘ કંપની તરફથી કોઇની લાગણી પણ નહોતી મિ. ભલ્‍લા‘‘
અભિજીત કહી રહ્યો ‘‘ બધા પોતાની ફિરાકમાં હતા સ્‍ટેટસ, પગાર… મોભો… ઇટીસી..‘‘

‘‘ યુ આર કરેકટ ધેટ વે..‘‘ ભલ્‍લાએ હસીને કહ્યુઃ

‘‘તમારી કહાની એમને વંચાવવી જોઇએ‘‘

‘‘ ઓહ નો.. ભલ્‍લા ચેરીટી બીગન્‍સ એટ હોમ.. એ તો આવે છે અંદરથી !! અને એ જયારે માણસમાં છલકતી હોય ત્‍યારે આપોઆપ ખબર પડી જાય કે આ માણસ જ પરફેકટ છે…‘‘

આ લોકો વાત કરતા હતા ત્‍યાં જ બરાબર એક યુવાન ચેમ્‍બર ખોલીને અંદર ધસમસતો આવી પહોંચ્‍યો. તેના ચહેરા ઉપર ગભરાહટ, ઉલ્‍ઝન, મુંઝવણ હતા. તેના કપડા ઉપર લોહીના ડાઘા હતા અભિજીત અને ભલ્‍લા ચમકીને તેની તરફ જોઇ રહ્યાઃ ભલ્‍લા તો તરત જ ઉભા થઇ ગયા. ‘‘ અબે, કોન હો તુમ ..?? ઇસ તરહ કયું ઘૂસઆયે ? ‘‘
‘‘ સોરી સર.. પહેલે મેરી બાત.. સૂન તો લો, મે ઇન્‍ટરવ્‍યુ દેને કે લીયે આયા હું‘‘

‘‘ ખતમ હો ગયા..‘‘ ભલ્‍લાએ સખત શબ્‍દોમાં કહ્યુઃ ‘ગેટ આઉટ‘ ઔર હાં ઇસ તરફ દુસરી બાર આનેકી હિંમત ભી મત કરતા.‘

‘‘ અરે સર.. મેરી પૂરી બાત તો સૂન લો. ફિર યદી આપ ચાહો તો..‘‘

‘‘ પહેલે તુમ બાહર નિકલ જાઓ..‘‘ ભલ્‍લા તેની તરફ ધસી ગયા પણ અભિજીતને કંઇક તથ્‍ય લાગ્‍યુ એણે રિકવેસ્‍ટકરીઃપ્‍લીઝમિ.ભલ્‍લા પહેલે ઉનસે બાત તો કહેનેદિજીયે.ફ.‘‘

‘‘ થેન્‍કયુ સર. થેન્‍કયુ સો મચ‘‘ હવે પેલા યુવાને અભિજીત સામે હાથ જોડ્યા પછી કહ્યુઃ ‘‘ મારૂ નામ સૂરજ છે, હું જે વિસ્‍તારમાં રહુછુ એ શ્રમજીવી માણસોનો વિસ્‍તાર છે. આજે એવુ બન્‍યુ કે, હું અહીંયા નિયત કરેલા ટાઇમે આવતો જ હતો પણ અમારી સામે એક બહેન રહે છે તેનો પતિ ગુજરી ગયો છે તેને ત્રણ બાળકો છે એ બાળકો ભણે છે અને તે સ્‍ત્રી કારખાનામાં મજુરી કરે છે એ બાળકો સરકારી સ્‍કૂલમાંથી ઘરે આવતા હતા એમાં એક ઓટોરીક્ષાવાળાએ તે સ્‍ત્રીના બાળક માથે ચડાવી દીધી બાળક લોહી લૂહાણ થઇ ગયુ એ સમયે કોઇ પુરૂષ વર્ગ સોસાયટીમાં હાજર નહોતો. સ્‍ત્રી બિચારી બેસહાય હતી. એનો તો પુરૂષ યાને કે પતિ પણ નહોતો. આખરે મેં બધુ જ પડતું મુકીને તેની સાથે દવાખાને ગયો અને દોઢ કલાક સુધી રહ્યો આખરે ડોકટરેકહ્યુ કે નાઉ હી ઇઝ આઉટ ઓફ ડેન્‍જરસ‘‘ અરે તેની પાસે પૈસા પણ નહોતા. આમ તો હું પણ એવો સામાન્‍ય માણસ જ છુ પણ હોસ્પ્‍િટલમાંથી જે કોઇ સદગૃહસ્‍ત મળે તેની પાસેથી બે થી ચાર હજાર રૂપિયા એકત્ર કરીને તેને આપી, ડોકટરને વળી પાછી ભલામણ કરીને હું નીકળ્યો. તમે જુઓ તેના છોકરાને તેડ્યો હતો એટલે મારા કપડા પણ લોહીના ડાઘા છે. મારા કાગળો અને ડોકયુમેન્‍ટ ઉપર પણ લોહી લોહી છે. હું ખોટુ નથી બોલતો તમે ફોન કરીને..‘‘
‘‘ ડોન્‍ટ વરી..‘‘ અભિજીત શાહ તેની પાસે જઇને તેની પીઠ થપથપાવીને કહ્યુઃ ‘‘ કંપનીને તારા જેવા માણસની જ જરૂર છે..‘‘ અને પછી ભલ્‍લાને કહ્યુઃ ‘‘ મિ.ભલ્‍લા, કંપનીને એનો આગામી પબ્‍લીક કોન્‍ટેકટ ઓફિસર મળી ચૂક્યો છે. પ્‍લીઝ, એનો એપોઇન્‍ટમેન્‍ટ લેટર તૈયાર કરાવો, હું સાઇન કરી આપુ છું!!

લેખક : યોગેશ પંડ્યા

વાહ ખુબ સુંદર અને સમજવા જેવી વાત કહી છે લેખકે…

દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી