યૂરીનનો રંગ થઈ જાય પીળો તો થઈ જાઓ સાવધાન, જાણી લો જરૂરી વાતો

યૂરીનનો રંગ થઈ જાય પીળો તો થઈ જાઓ સાવધાન, જાણી લો જરૂરી વાતો

યૂરીન પરથી વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે જાણી શકાય છે. યૂરીનમાં બળતરા થતી હોય કે તેનો રંગ પીળો હોય તો તે ગંભીર બીમારી તરફ ઈશારો કરે છે. મૂત્ર માર્ગમાં ઈન્ફેકશનના કારણે પણ આવું થઈ શકે છે. આ ઈન્ફેકશન યૂરીન કરતી વખતે કરેલી ભુલના કારણે પણ થાય છે. આ ભુલના કારણે યૂરીન સંબંધિત બીમારી થઈ શકે છે. સૌથી પહેલા જાણીએ કે યૂરીન પીળુ ક્યારે થાય છે.

પાણીની ખામી

જ્યારે શરીરમાં પાણીની ખામી હોય તો યૂરીનનો રંગ પીળો થઈ જાય છે. શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોય ત્યારે શરીર ડીહાઈડ્રેટેડ થઈ જાય છે અને તેના કારણે યૂરીનનો રંગ બદલી જાય છે. આ ઉપરાંત વધારે સમય સુધી તડકામાં રહી અને કામ કરતાં લોકોના શરીરનું પાણી પણ પરસેવા તરીકે નીકળી જાય છે તેમને પણ યલ્લો યૂરીનની સમસ્યા થાય છે.

image source

પેશાબમાં હાજર યૂરોક્રોમ પિગમેંટ તેના રંગ માટે જવાબદાર હોય છે. યૂરીનનો રંગ જ્યારે બદલાઈ જાય ત્યારે તે વાતને ગંભીરતાથી લેવી. કારણ કે યૂરીનના રંગ સ્વાસ્થ્યની ગંભીર સ્થિતિ પણ દર્શાવે છે. જ્યારે બોડીનું ટેમ્પરેચર નોર્મલ ન રહેતું હોય ત્યારે પણ યૂરીનનો રંગ પીળો થવા લાગે છે.

યૂરીનનો રંગ પીળો ઘણા દિવસો સુધી રહે તો તેનો એક અર્થ એવો પણ હોય શકે છે કે તમને કિડની સ્ટોન હોય શકે છે. તેથી થોડા દિવસો સુધી જો યૂરીનનો રંગ પીળો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.

image source

યલ્લો યૂરીન થવાના કારણો

– પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન ન કરતાં લોકોને આ સમસ્યા સૌથી વધારે નડે છે. વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી ઓછું પાણી પીવાથી યૂરીન યલ્લો થવા લાગે છે.

– વધારે શ્રમ કરવાથી અને શરીર થાકે ત્યારે પણ યૂરીનનો રંગ બદલી જાય છે.

image source

– કિડની સ્ટોન એટલે કે જો શરીરમાં પથરીની તકલીફ હોય તો પણ યૂરીનનો રંગ બદલી જાય છે.

– મૂત્ર માર્ગમાં સંક્રમણ હોય ત્યારે પણ યૂરીન પીળું થઈ જાય છે.

– શરીરનું તાપમાન નોરમલ ન રહે ત્યારે પણ યૂરીન યલ્લો થઈ જાય છે.

– શરીરમાં જ્યારે નવી કોશિકા બને છે કે તુટે છે ત્યારે પણ યૂરીનનો રંગ પીળો થઈ જાય છે.

image source

– શરીરમાં ગરમી વધી જાય અથવા શારીરિક રીતે નબળાઈ અનુભવાતી હોય તેવી સ્થિતિમાં પણ યૂરીન પીળા રંગનું થાય છે.

– જે લોકો આલ્કોહોલનું સેવન વધારે પ્રમાણમાં કરે ત્યારે તેમના યૂરીનનો રંગ પીળો થવા લાગે છે.

– જો કે ગર્ભાવસ્થામાં પણ સ્ત્રીઓને પીળો પેશાબ થતો હોય છે. પરંતુ તેનાથી ગભરાવું નહીં કારણ કે આ સમયે શરીરમાં નવી કોશિકા બનતી હોય છે.

image source

પેશાબનો રંગ, પેશાબની માત્રા અને પેશામાંથી આવતી દુર્ગંધથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે. વ્યક્તિ બીમાર છે કે નહીં તે ઉપરોક્ત બાબતો પરથી જાણી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ