‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’નો આ કલાકાર બન્યો કોરોનાકાળમાં બેરોજગાર, કંઈ જ કામ ન મળતા થઈ આવી હાલત

દેશમાં કોરોના વાયરસની આ બીજી લહેર થોડી ધીમી પડી રહી હોય તેવું લાગે છે. તેમ છતાં સંક્રમણનો ભય હજી સંપૂર્ણ રીતે ટળ્યો નથી. કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અને સાવચેતી રાખવી અત્યંત મહત્વની છે. આ વર્ષે કોરોનાને કારણે ગયા વર્ષ કરતાં પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે લોકોના રોજગાર અને માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની ઉંડી અસર પડી છે. મનોરંજન જગત જે હંમેશાં તેની જ દુનિયામાં રહે છે પરંતુ આ વાયરસ ની જપેટથી તે પણ બચ્યું નથી. સામાન્ય લોકોથી લઈને મનોરંજન જગતના સ્ટારનાં કામ પર પણ ઉંડી અસર પડી છે. મળતી માહિતી મુજબ ઘણાં વરિષ્ઠ કલાકારોને કામ મળી રહ્યું નથી તો ઘણાં સિરિયલ બંધ થવાને કારણે પરેશાન થઈ ગયા હતા.

image source

આ સમય દરમિયાન ઘણા સેલિબ્રિટી આર્થિક સંકટનો ભોગ બનવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તાજેતરમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ સંજય ગાંધીએ પણ કોરોના મહામારીના લીધે થયેલા નુકસાન અંગે વાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં સંજય ગાંધીએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આ મહામારીને કારણે કામની ખુબ જ અછત છે અને તેઓને પણ કામ શોધવું પડી રહ્યું છે. સંજયે આગળ વાત કરતાં કહ્યું હતું કે ઘણાં કલાકારો ઘરે બેઠા છે અને તેમની પાસે કોઈ કામ નથી. કામની અછત છે અને જે ફી આપવામાં આવે છે તે હવે ખૂબ ઓછી છે.

image source

દુ.ખ વ્યક્ત કરતાં સંજયે કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં પણ હાલમાં વાયરસની જપેટમાં આવી છે. કોઈને કોઈ કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેવા સમાચાર સંભળાય છે. લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેણે આગળ કહ્યું કે હું તેમની મદદ કરવા માંગુ છું પણ હું પોતે લાચાર છું. હું શ્રીમંત નથી અને મારી આર્થિક સ્થિતિ સારી નથી. જુલાઈ 2020માં ‘નાગિન 4’ પછી મેં કોઈ પણ પ્રોજેક્ટમાં કામ કર્યું નથી. હું ભાડાના મકાનમાં રહું છું અને દર મહિને અન્ય ખર્ચ પણ થાય છે. હવે હાલમાં તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ નથી કે નથી પૈસા મળે તેમ અને ભવિષ્યની પણ કોઈ યોજના નથી. સંજયે વધુમાં કહ્યું હતું કે કોરોનાને કારણે તે પોતાના મિત્રોને પણ મળી શક્યો નથી.

image source

તેણે કહ્યું આ સમયે હું સ્વસ્થ છું પરંતુ આવતી કાલે શું થશે તેની કોઈ ખબર નથી. મારે મારી તબિયતની સંભાળ રાખવી પડશે અને ઘરે ચલાવવાં માટે બહાર નીકળવું જ પડશે. આમાં ખતરો છે પણ આપણે શું કરી શકીએ? મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં સંજય માત્ર ટીવી શોમાં જ નહીં, ‘નો સ્મોકિંગ’, ‘ઉ ડયન’, ‘અબ કે બરાસ’ અને ‘રેસ 2’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

image source

દેશના કેટલાક રાજ્યો કોરોનાથી વધુ પ્રભાવિત છે જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાતનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસનો વધતો જતો આંકડો જોતાં ત્યાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે હજી પણ ચાલુ છે. આ સાથે ટીવી અને ફિલ્મ્સના શૂટિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આને કારણે મનોરંજન જગતને ઘણું નુકસાન થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!