હીટ સીરીઝ યે રિશ્તા ક્યા કેહલાતા હૈના લીડ એક્ટરને થઈ ગંભીર બિમારી ! તેના સાથી કલાકારને પણ લાગ્યું ઇન્ફેક્શન

ટીવી જગતનો ટોપ એક્ટર પટકાયો ગંભીર બિમારીમાં! ફેન્સ પડી ગયા ચિંતામાં.

image source

આજે ટીવી જગતના ટીઆરપીમાં ટોપ કરી રહેલી સિરિયલ યે રિશ્તા ક્યા કેહલાતા હૈ દેશના મોટાભાગના ડાઈનીંગ રૂમ અને મોબાઈલ સ્ક્રીન પર પહોંચી ગઈ છે. નાયરા અને કાર્તિકના જીવનમાં આવેલા વણાંકને કારણે હાલ આ શો ઘણો રસપ્રદ બની ગયો છે અને તે ટોપ પર છે.

image source

આ સિરિયલના મુખ્ય અભિનેતા કાર્તીક ગોયંકા એટલે કે મોહસિન ખાનની તબિયલ હાલ ઘણી ખરાબ થઈ ગઈ છે અને તેના ફેન્સ પણ ચિંતિત છે. તેણે પોતાની ખરાબ તબિયતની જાણકારી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા આપી હતી.

હજુ ગયા અઠવાડિયે જ યે રિશ્તા ક્યા કેહલાતા હૈની ટીમે 3000 એપિસોડ પુરા કર્યાનું સેલિબ્રેશન કર્યું હતું જેની પણ અગણિત તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી. મોહસિન ખાન આ સિરિયલમાં કાર્તિક ગોયંકાનું મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. કાર્તીક અને નાયરાની જોડીને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.

3000 એપિસોડ પુરા થયાની ખુશીમાં યોજવામાં આવેલી ધમાકેદાર પાર્ટીમાં સિરિયલની ટીમ સાથે જોડાયેલી દરેક વ્યક્તિઓને ફેમિલિ સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં બધાએ ખુબ મસ્તી કરી હતી ડાન્સ કર્યો હતો. જો કે કેટલાક ફેન્સે આ સિરિલય સાથે જોડાયેલા જુના કલાકારોને આમંત્રણ નહીં અપાતા ટ્વીટર પર યે રિશ્તા ક્યા કેહલાતા હૈ ટીમની નીંદા કરી હતી.

image source

તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોતાની તબિયતના સમાચાર આપતા આમ લખ્યું હતું, “મને ડેંગ્યુ થયો છે. જો તમે ઘર બહાર બહું જ સમય પસાર કરતાં હોવ તો સાવધાન રહેજો. હું થોડા જ સમયમાં ઠીક થઈ જઈશ, ઇંશાઅલ્લાહ” મોહસિનના આ ટ્વીટ બાદ તેમના એક કાઈરા નામના ટ્વીટર અકાઉન્ટ પર તેને જલદી ઠીક થઈ જવાની અને પોતાની સંભાળ રાખવાનું જણાવવામાં આવ્યું હતું.

મોહસિનખાને ખુબ જ થોડા સમયમાં ટેલિ જગતમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેણે પોતાની કેરિયરની શરૂઆત 2014માં જ કરી હતી. તેની પ્રથમ સિરિયલ હતી ‘લવ બોય ચાંસ’ ત્યાર બાદ તેણે ઘણી બધી સિરિયલો જેવી કે ‘મેરી આશિકી તુમસે હી, નિશા ઔર ઉસકે કઝિન્સ, પ્યાર તૂને ક્યા કિયા, ડ્રીમ ગર્લઃ એક લડકી દીવાનીનો સમાવેશ થાય છે.

આમ તો યે રિશ્તા ક્યા કેહલાતા હૈ સિરિયલ 2009થી શરૂ થઈ હતી પણ મોહસિન આ સિરિઝમાં 2016થી જ જોડાયો હતો. યે રિશ્તા ક્યા કેહલાતાએ ટેલિવિઝન પર 10 વર્ષ પુર્ણ કરી દીધા છે. ટીઆરપીની બાબતમાં આ સિરિઝ છેલ્લા ઘણા અઠવાડિયાથી નંબરવન પર છે. યે રિશ્તા…એ મોટા મોટા દીગ્ગજ એક્ટર જેવા કે અમિતાભ બચ્ચનની કેબીસી, કપીલ શર્માની ધી કપીલ શર્મા શો તેમજ એકતા કપૂરની કેટલીક હીટ સિરિયલને ટીઆરપીમાં પાછળ પાડી દીધા છે.

Image source

યે રિશ્તા ક્યા કેહલાતા હૈના સેટ પર હાલ એક નહીં પણ બે એક્ટર્સ ડેન્ગ્યુનો શિકાર બન્યા છે. સિરિયલમાં કાર્તીકની સોતેલી માતા સુવર્ણા ગોયંકાનું પાત્ર ભજવનાર નિયતી જોશી પણ ડેંગ્યુનો શિકાર બની છે. તેણીએ પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાની આ સ્થિતિની જાહેરાત કરી હતી.

ઇનસ્ટાગ્રામ પર શેયર કરેલી તસ્વીરમાં તેણી હોસ્પિટલની પથારીમાં આડી પડેલી અને બાટલા ચડાવેલી જોવા મળે છે. તેણીએ તસ્વીરના કેપ્શનમાં કંઈક આમ લખ્યું હતું, “જલદી જ પાછી આવીશ. ડેગ્યું થયો છે ”

Image source

થોડા સમય પહેલાં ટેલી એક્ટર ઝેઈન ઇમામ અને ઇશા સિંઘને પણ ડેંગ્યુ થયો હતો. આજ કાલ ફિલ્મો તેમજ સિરિયલોના સેટ પર કલાકારો તેમજ સિરિયલો સાથે જોડાયેલા લોકોને ડેંગ્યુ થવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. જો તમને ખ્યાલ હોય તો દીગ્ગજ ડીરેક્ટર યશચોપરાને પણ ડેંગ્યુ થયો હતો અને ડેન્ગ્યુના તાવના કારણે તેમના મલ્ટીપલ ઓર્ગન ફેઈલ થઈ ગયા હતાં અને છેવટે તેમનું મૃત્યુ થયું હતું અને ફિલ્મ જગતને એક મોટા ગજાના ડીરેક્ટરનો લોસ થયો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ