જલ્સા કરોને જેંતીલાલ

2020 વાર્ષિક રાશિફળ : જાણો 12 રાશિઓ માટે શું લઈને આવશે નવું વર્ષ

2020 વાર્ષિક રાશિફળ : જાણો 12 રાશિઓ માટે શું લઈને આવશે નવું વર્ષ

મેષ

મેષ રાશિના લોકો માટે વર્ષ 2020ની શરૂઆત સ્વાસ્થ્ય માટે ઉતાર ચઢાવ ભરેલી રહેશે, પરંતુ બાદમાં સ્વાસ્થ્ય લાભ મળશે. પ્રેમીજનોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જીવનસાથીની મદદથી પડકારોનો સામનો સરળતાથી કરી શકશો.

નવા કામની શરૂઆત માટે શુભ સમય. વિવાહિત લોકોનું જીવન સુખી રહેશે અને કોઈ મોટી મુશ્કેલીઓ નહીં આવે. સાસુ-સસરા સાથે અણબનાવ થઈ શકે છે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. પિતૃ પક્ષમાં કોઈને સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.

image source

સ્થાનમાં પરિવર્તનના યોગ છે. નિવાસ અથવા કાર્યમાં પરિવર્તન થઈ શકે છે. પરિવારથી દૂર જવું પડી શકે છે. પરિવારમાં કોઈ શુભ કાર્ય થશે.

વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરી શકશે. આર્થિક રીતે પ્રગતિની તકો મળશે. વિદેશી સંપર્ક સારા લાભ થશે.

અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ સર્જાઇ રહ્યા છે. સબંધીઓ અને સહકાર્યકરો તરફથી પણ સહયોગ મળશે. વર્ષ 2020 મેષ રાશિના લોકોને નવી ઊંચાઈ આપશે. હાથમાં આવે તે તકને જતી ન કરવી.

વૃષભ

આ રાશિના લોકો માટે વર્ષ 2020માં સ્વાસ્થ્ય ચિંતાજનક રહેશે. કામ અને આરામ વચ્ચે સંતુલન રાખશો તો શારીરિક તકલીફ ઓછી થશે. સ્નાયૂને લગતી સમસ્યાઓ થઈ શકે છે. પ્રેમીજનો માટે વર્ષ અનુકૂળ રહેશે અને પ્રેમ ગાઢ બનશે. વર્ષની શરૂઆત પરણિત લોકો માટે સારી નથી.

તેઓને જીવનસાથીનો ક્રોધ સહન કરવો પડી શકે છે. સંતાનનું સ્વાસ્થ્ય ચિંતા કરાવશે. વર્ષનો પ્રથમ ભાગ પારિવારિક જીવન માટે અનુકૂળ નથી અને માતાપિતાના સ્વાસ્થ્યને પણ અસર થશે, પરંતુ સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિઓ પ્રમાણમાં અનુકૂળ રહેશે.

image source

વિદ્યાર્થીઓ માટે વર્ષ અનુકૂળ રહેશે. વિદેશમાં ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં પડકારજનક સ્થિતિ સર્જાશે. નાણાકીય સંકટનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં બઢતી થશે. આર્થિક બાબતોમાં વર્ષના ઉત્તરાર્ધમાં પ્રગતિ થશે.

મિથુન

વર્ષ 2020 ની શરૂઆત મિથુન રાશિના સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે, પરંતુ કોઈ નાની-મોટી સમસ્યા થાય તો તબીબી સલાહ લેવાનું ટાળવું નહીં. પ્રેમ પ્રસંગો માટે વર્ષ સારું રહેશે અને પ્રેમજીવનમાં મધુરતા આવશે. લગ્ન થવાની પ્રબળ સંભાવના છે. સારા ફળની ઈચ્છા હોય તો વાણી પર નિયંત્રણ રાખો. વિવિધ પડકારો હોવા છતાં પ્રેમમાં સફળતા મળશે.

વિવાહિત લોકોએ જીવનસાથીનું ધ્યાન રાખવું. સાસરાવાળા તરફથી સહયોગ મળશે. જીવનસાથી માટે આકર્ષણ વધશે. બાળકો માટે આ સમયગાળો ખૂબ અનુકૂળ રહેશે અને શિક્ષણ ક્ષેત્રે સારા સમાચાર મળી શકે છે. પારિવારિક જીવનમાં થોડો સંયમ રાખવો જરૂરી છે.

image source

નાણાના કારણે વિવાદથી કૌટુંબિક શાંતિ ભંગ થઈ શકે છે. આધ્યાત્મિક ઉપાયથી રાહત મળશે. વિદ્યાર્થીઓ માટે વર્ષ સામાન્ય છે. વ્યાવસાયિક શિક્ષણ મેળવનારા અથવા પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ સફળતા મળશે.

નાણાકીય નિર્ણય લેતા પહેલા વિચાર કરવો પડશે, કારણ કે આ વર્ષ આર્થિક દૃષ્ટિકોણથી સામાન્ય રહેશે. વર્ષની શરૂઆત કારકિર્દી માટે પડકારરૂપ હોઈ શકે છે, તેથી તમારે વધુ મહેનત કરવી પડશે.

કર્ક

વર્ષ 2020માં કર્ક રાશિના લોકોએ આરોગ્યની વિશેષ કાળજી લેવી જોઈએ અને સંતુલિત દિનચર્યાનું પાલન કરવું જોઈએ. આ જાતકોને પિત્ત જેવી શારિરીક સમસ્યાઓ થઈ શકે છે. લવ લાઇફમાં ઘણા લાંબા ગાળાના પરિવર્તનો હોઈ શકે છે જે તમને એક આદર્શવાદી પ્રેમી તરીકે ઓળખાવશે.

વિવાહિત જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. જેની વૈવાહિક જીવનને અસર પણ થશે. જીવનસાથી સાથીને સહકાર આપવો કારણ કે પારિવારિક જીવન પણ અસ્થિર રહેશે. માતાનું સ્વાસ્થ્ય પ્રભાવિત રહી શકે છે.

image source

આ વર્ષ વિદ્યાર્થીઓને સખત મહેનત સૂચવે છે. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નાણાકીય સ્થિતિમાં સંઘર્ષ થઈ શકે છે. ખર્ચ પણ વધશે. બચત પર ધ્યાન કેન્દ્રિત કરો અને સમજદારીથી પૈસાનું રોકાણ કરો. વર્ષની શરૂઆત સામાન્ય રીતે માટે શુભ રહેશે.

સિંહ

વર્ષ 2020માં સિંહ રાશિના જાતકોને સ્વાસ્થ્ય લાભ મળશે, ધ્યાન અને યોગથી રોગમુક્ત થઈ શકો છો. લવ લાઇફમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ખૂબ જ સાવચેતીથી નિર્ણય લઈ આગળ વધો. લગ્નજીવનમાં તણાવ થઈ શકે છે. લગ્નજીવનમાં ગેરસમજ થાય તો તેને સમયસર દૂર કરવી.

જો કે, વર્ષના અંતે વૈવાહિક જીવન સારું રહેશે. સંતાન પક્ષ માટે આ વર્ષ ખૂબ સારું રહેશે અને તેઓ દરેક કાર્યમાં પ્રગતિ કરશે. કૌટુંબિક બાબતો માટે સમય પડકારરૂપ રહેશે. પરિવારમાં નવા સભ્ય પણ આવી શકે છે. પરિવારમાં વિવાદ ઊભા થઈ શકે છે જેના નિરાકરણ માટે વાટાઘાટો કરવી પડશે.

image source

આ વર્ષ વિદ્યાર્થીઓ માટે મોટી સફળતા લાવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રયત્ન કરતાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. આર્થિક જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હોઈ શકે છે. લાભ મેળવવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. કારકિર્દીની દ્રષ્ટિથી આ વર્ષ સારું રહેશે.

કન્યા

કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2020 આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારું સાબિત થશે. પ્રેમમાં સ્થિરતા આવશે અને પ્રિયતમ સાથે આનંદ માણશો. વિવાહિત જાતકો માટે પણ વર્ષ આનંદદાયક બની શકે છે. જીવનસાથીને તેમના કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.

જો કે તેના કારણે થોડો સમય એકબીજાથી દૂર પણ રહેવું પડે. સંબંધો ગાઢ બનશે. સંતાનો માટે આ સમય સારો રહેશે. વર્ષ પારિવારિક જીવન માટે ખૂબ અનુકૂળ સાબિત થશે અને પરિવારમાં પરસ્પર સુમેળ અને સામાજિક આદર અને સમૃદ્ધિ મળશે.

image source

આ વર્ષે તમે નવું વાહન ખરીદી શકો છો. કારકિર્દીના દ્રષ્ટિકોણથી વર્ષ પ્રગતિશીલ સાબિત થશે. સ્થાનમાં ફેરફાર થઈ શકે છે. વિદેશી કંપનીઓમાં કામ કરતા જાતકો માટે વર્ષ સિદ્ધિઓથી ભરેલું હોઈ શકે. તમને મિત્રોનો સહયોગ પણ મળશે, જે તમને આગળ વધવાની પ્રેરણા આપશે.

તુલા

તુલા રાશિના લોકોએ 2020માં આરોગ્યની વિશેષ કાળજી લેવાની જરૂર છે. અપચો, ગેસ, માથાનો દુખાવો, સાંધાનો દુખાવા જેવી સમસ્યાઓ મુશ્કેલી વધારી શકે છે.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. પ્રેમમાં સ્થિરતા આવશે અને રોમાંસ વધશે. વર્ષની શરૂઆત વિવાહિત યુગલો માટે સારી નથી. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો કે, વર્ષના મધ્યમાં પરિસ્થિતિઓ ઘણી સુધરશે.

image source

સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. આ વર્ષે બાળકના લગ્ન થઈ શકે છે. વર્ષ પારિવારિક જીવન માટે ખૂબ સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું હોઈ શકે છે, શિક્ષણ સાથે સંબંધિત વિદેશ પ્રવાસ શક્ય છે.

નાણાકીય દ્રષ્ટિએ વર્ષ સામાન્ય રહેશે. એક કરતા વધારે સ્થાનથી આવક થશે, જોકે ખર્ચ પણ રહેશે. નવો ધંધો શરૂ કરવાથી બચવું અને નોકરીમાં મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ સારું સ્વાસ્થ્ય દર્શાવે છે. કેટલીક માનસિક મુશ્કેલીઓ સામે આવી શકે છે. આ વર્ષ પ્રેમીઓ માટે યોગ્ય છે. વિવાહિત લોકો માટે વર્ષ ખૂબ સરસ રહેશે. જીવનસાથી સાથે જીવનમાં આગળ વધશો અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેશો.

image source

વિવાહિત જીવનમાં આકર્ષણ રહેશે. પરિવારમાં તણાવ અથવા સંઘર્ષ થઈ શકે છે, તેથી ધૈર્ય જાળવવું વધુ સારું છે. સંઘર્ષ બાદ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે. આર્થિક દ્રષ્ટિકોણથી આ વર્ષ ખૂબ સારું રહેશે અને બચત પણ થશે. તમે વર્ષની શરૂઆતમાં કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકો છો અને જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ પ્રગતિની ઘણી તકો મળશે.

ધન

2020માં ધન રાશિના લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. નાની સમસ્યાઓ સિવાય મોટી સમસ્યા હોવાની સંભાવના ઓછી છે. પ્રેમ માટે આ સમયગાળો સારો રહેશે અને તમે સંબંધોમાં વધુ નજીક આવશો. વિવાહિત લોકોનું જીવન પણ ખૂબ જ મધુર રહેશે.

જીવનસાથી સાથે સંકલન વધુ સારું રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્ય માટે વિશેષ ધ્યાન આપવું પડશે. નિસંતાન યુગલોને સંતાન પ્રાપ્તિના સમાચાર મળી શકે છે. સંતાન હશે તો તેની પ્રગતિ થશે.

image source

પૂર્વજોની સંપત્તિથી લાભ થઈ શકે છે. પારિવારિક જીવન શાંતિથી ભરેલું રહેશે. પરિવારમાં કોઈ નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રે મિશ્ર પરિણામો આવશે. આર્થિક સ્થિતિ સુધારવા સખત મહેનત કરવી પડશે તો જ ફાયદો થશે. એકંદરે આ વર્ષ સારી સંભાવનાઓ સૂચવે છે.

મકર

2020 મકર રાશિના લોકો માટે મિશ્ર પરિણામ વાળું વર્ષ રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતો મિશ્રિત પરિણામો આપશે. જો કે લાંબા સમયથી બિમારી હશે તો તેમાંથી આઝાદી મળશે. લવ લાઇફ માટે વર્ષ ખૂબ અનુકૂળ રહેશે. અપરિણીત લોકો માટે લગ્ન યોગ સર્જાઈ રહ્યા છે. જો કે વર્ષના અંત ભાગમાં લવ લાઇફ માટે સમય થોડો પ્રતિકૂળ છે, તેથી સંજોગોને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરો.

પરંતુ વિવાહિત યુગલોના લગ્ન જીવનમાં પરિસ્થિતિ ઉતાર-ચઢાવવાળી હોઈ શકે છે. તમારા જીવનસાથીને પણ પૂરતો સમય આપો. પારિવારિક જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. વિવાહિત જીવનમાં પણ ઉતાર-ચઢાવ આવશે.

image source

તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ જાળવી રાખો. બાળકો માટે આ વર્ષ અનુકૂળ નથી. તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખો. પારિવારિક જીવન સારું રહેશે. માન-સન્માન પ્રાપ્ત થશે. તમારા ભાઈ-બહેનોની સંભાળ રાખવી વધુ સારું રહેશે.

શિક્ષણ ક્ષેત્રે તમારે વધુ મહેનત કરવી પડશે તો જ તમને સારું પરિણામ મળશે. આર્થિક દ્રષ્ટિકોણથી આ વર્ષ થોડું નબળું પડી શકે છે, પૈસાનો હિસાબ રાખો જેથી કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાથી બચી શકાય. બેરોજગાર લોકોને કાયમી નોકરી મળે તેવી સંભાવનાઓ ઘણી પ્રબળ છે.

કુંભ

કુંભ રાશિવાળાઓ માટે 2020માં કેટલાક પડકારો આવશે. આ વર્ષ મિશ્ર પરિણામ આપશે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે, કારણ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. આ વર્ષ યાત્રા અને પ્રવાસમાં વધારો થશે. આવક સારી રહેશે પરંતુ અતિશય ખર્ચના કારણે આર્થિક મુશ્કેલી ઊભી થઈ શકે છે. વિદેશ જવાની પ્રબળ સંભાવના છે.

આ વર્ષે સ્થાન પરિવર્તન થઈ શકે છે. નોકરીમાં બદલી થશે. પરિવાર સાથે સુમેળ રાખો અને દરેકને ખુશ રાખવા પ્રયાસ કરો. પારિવારિક સંબંધો તણાવપૂર્ણ બની શકે છે. વિદ્યાર્થીઓએ આ વર્ષે વધુ મહેનત કરવી પડશે. ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઇચ્છા રાખનારાઓ પરિપૂર્ણ થઈ શકે છે.

મીન

મીન રાશિના લોકોને વર્ષ 2020માં કાર્યમાં સફળતા મળશે અને શ્રેષ્ઠ લાભ મળશે. સખત મહેનતનું પૂર્ણ પરિણામ પ્રાપ્ત થશે અને કોઈ સિદ્ધિ મેળવવાની પ્રબળ સંભાવનાઓ છે.

પારિવારિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવશે. પ્રભાવશાળી અને અનુભવી લોકો પાસેથી લાભની અપેક્ષા છે. કામમાં તમને સફળતા મળશે.

image source

અતિશય વ્યસ્તતા થાકનું કારણ બનશે જે શરીર પર ખરાબ હોઈ શકે છે. મીન રાશિના લોકોએ પોતાને માટે સમય શોધવો જોઈએ. આ વર્ષે યાત્રાઓ ઓછી થશે પરંતુ આર્થિક રીતે પ્રગતી થશે. વ્યવસાયમાં લાભ અને સફળતા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version