યમુના નદિનાં પ્રાગટ્ય દિને આજે ખાસ વાંચો પ્રાગટ્ય ઈતિહાસ અને શેર કરો તમારા મિત્રોને પણ….

ભૂતલ પર શ્રી યમુનાજી નું પ્રાકટ્ય 

શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી નું ભગવદ સ્વરૂપ હોવા થી ગમે ત્યાં પ્રકટ થતા નથી . તેમના સ્વરૂપ ને અનુરૂપ સ્થળમાં અને વંશ માં પ્રકટ થાય છે .

અલૌકિક રવિમંડળમાંથી શ્રી યમુનાજી સરિતા રૂપે હિમાલયના કલિંદ નામના શિખર પર પધારી પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સધ્ધિ માટે ભારતની ભૂમિને પાવન કરવા વજ્રમંડળમાં પધાર્યા છે. શ્રી યમુનાજીના પાવન તટ ઉપર મથુરામાં વિશ્રામઘાટ, વલ્લભઘાટ અને ગોકુળમાં ગોવિંદઘાટ, ઠકુરાણીઘાટ, આદીઘાટ આવેલા છે. પૃષ્ટિમાર્ગમાં શ્રીયમુનાજી પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠના દિવસે મનાય છે. કૃષ્ણ નામની જેમ યમુના નામ પણ તેમના રૂપ, ગુણ, અને લીલાને અને લીલાને પ્રગટ કરનારૂં છે.

યમુના શબ્દ બે શબ્દનો બનેલો છે યમ્ + ઉના. યમ એટલે યમદેવ. ઉના એટલે ઓછું અથવા ન્યૂન. અહીં ન્યૂન શબ્દ નાના ના અર્થમાં છે. યમદેવથી વયમાં નાના તે યમુના. યમુના શબ્દનો બીજો અર્થ તેમના ગુણ અને લીલા સૂચવે છે. સંસ્કૃતમાં ‘યમ’ ઘાતુનો અર્થ છે મેળવો, આપવું, નજીક લઈ જવું. શ્રી ભગવદીય જીવોને પ્રભુની નજીક લઈ જઈને મેળવી આપે છે.

શ્રી યમુનાજી એ સરિતા રૂપે પ્રગટ થવા સર્વ પર્વતો માં શ્રેષ્ટ કલિંદ પર્વત પસંદ કર્યો . ?હિમાલય ની વિશાળ ગિરિમાળા આવેલી છે એમાં અનેક શિખરો છે , દરેક શિખરો ના નામ અલગ અલગ છે એમાં એક શિખર નું નામ ” કલિંદ પર્વત” ના નામે પુરાણો માં પ્રસિદ્ધ છે . કલિંદ પર્વત ઉત્તમ દેવતા નું સ્વરૂપ છે , કલિયુગ ના દોષો નો નાશ કરનાર છે .

આવા કલિંદ પર્વત ઉપર સરિતા સ્વરૂપે ગોલોક ધામ માં થી શ્રી યમુનાજી ચૈત્ર સુદ ૬(છઠ્ઠ) ના દિવસે પધાર્યા ,તેથી આપણાં સંપ્રદાય માં ચૈત્ર સુદ છઠ નો દિવસ શ્રી યમુનાજી ના પ્રાકટ્ય દિવસ તરીકે ઉજવવા માં આવે છે .

શ્રી યમુનાજી કલિંદ પર્વત ઉપર થી આગળ વધતા વધતા મનુષ્યો મુશ્કેલી થી પહોંચી શકે એવા હિમાલયના નીચાણ વાળા વિસ્તાર માં પધાર્યા તે સ્થળ હાલ “યમુનોત્રી” ના નામ થી પ્રસિદ્ધ છે .

શ્રી યમુનાજી વિલાસમય ગતિ સાથે એક નવોઢા સ્વરૂપે પર્વત માંથી માર્ગ કરતા કરતા હિમાલય ની તળેટી માં પધાર્યા, ત્યાંથી હરિયાણા રાજ્ય થઇ દિલ્હી પાસે શ્રી શેરગઢ પધાર્યા , ત્યાંથી વ્રજમંડળ માં બિરાજ્યા ત્યાંથી આગ્રા થઇ શ્રી યમુનાજી ગંગાજી ને સનાથ કરવા માટે તીર્થરાજ પ્રયાગ સુધી પધાર્યા , જ્યાં ગંગા દશમી ના દિવસે (જેઠ સુદ ૧૦) ગંગાજી સાથે તેમનો સંગમ થયો .

ચૈત્ર સુદ ૬ થી જેઠ સુદ ૧૦ સુધી યમુનાજી પૃથ્વી ને પાવન કરતા રહ્યા .

પ્રયાગ તીર્થરાજ પાસે થંભી જવાનું કારણ એ છે કે આપ શ્રી ઠાકોરજી ના સ્વામીની હોવાથી અલૌકિક પતિ ને છોડી ને લૌકિક પતિ સાથે દેહ અને મન નો સબંધ બાંધે નહિ તેથી ત્યાંજ થંભી ગયા. ત્યાંથી આગળ જઈ ને સમુદ્ર સાથે મળ્યા નથી .

યમુનોત્રીથી તીર્થરાજ પ્રયાગ સુધી શ્રી યમુનાજી વહેતા રહ્યા હોવા છતાં એમનું અલૌકિક સ્વરૂપ (પુષ્ટિ સ્વરૂપ ) કેવળ વ્રજ માં જ બિરાજયું એથી મથુરા માં વિશ્રામ ઘાટ , ગોકુલ માં ગોવિંદ ઘાટ , ઠકુરાની ઘાટ અને વ્રજ મંડળ માં જ્યાં જ્યાં બિરાજ્યા એ સર્વ સ્થાનો માં શ્રી યમુનાજી અલૌકિક ભગવદ સ્વામીનીજી સ્વરૂપે બિરાજ્યા છે .
બીજે બધે ભગવદ અંશ દેવી સ્વરૂપે ( મર્યાદા સ્વરૂપે ) બિરાજે છે . આમ શ્રી યમુનાજી નું સરિતા સ્વરૂપે પૃથ્વી પર પ્રાગટ્ય થયું .
જેમ શ્રી ઠાકોરજી તે સમયે મથુરા માં અને ગોકુળ માં અલગ અલગ ધર્મ અને ધર્મી સ્વરુપે પ્રગટ થયા .
ધર્મ સ્વરૂપ એટલે પુરુષોત્તમ સ્વરૂપ જે મથુરા માં પ્રગટ થયું . ધર્મી સ્વરૂપ એટલે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જે શ્રીમદ ગોકુલ માં પ્રકટ થયું .
તેમ શ્રી યમુનાજી તેમના ધર્મી સ્વરૂપ સ્વામીનીજી સ્વરૂપે જમુનાવતા ગામ માં ભાનુગોપ ને ત્યાં પુત્રી રૂપે પ્રકટ થયા . શ્રી રાધાજી ના પિતા વૃષભાન જી ના નાના ભાઈ ભાનુગોપ ને ત્યાં ચૈત્ર સુદ ૬ ને દિવસે શ્રી યમુનાજીનું સ્વામીનીજી સ્વરૂપે પ્રાકટ્ય થયું .તેથી તેવો ભાનુ તનયા કહેવાયા.
શ્રી ઠાકોરજી અલૌકિક રસાત્મક આધિદૈવિક સૂર્ય સ્વરૂપ
છે , તેથી શ્રી ઠાકોરજી ના હૃદયમાંથી શ્રી યમુનાજી નું પ્રાકટ્ય થયું હોવા થી અલૌકિક સૂર્યસ્વરૂપ શ્રી ઠાકોરજી હોવાથી શ્રી યમુનાજી માટે રવિ તનયા અથવા ભાનુ તનયા એવું નામ પણ પ્રકટ થયું .
આમ સરિતા સ્વરૂપ અને સ્વામીનીજી સ્વરૂપ શ્રી યમુનાજી પૃથ્વી ઉપર પ્રકટ થયા . એમની પ્રાકટ્ય લીલા અલૌકિક અને અદ્ભૂત છે .

જગત મેં યમુનાજી પરમ કૃપાલા ,
વિનતી કરત તુરત સુન લીની ભયે મોપે દયાલ (૧)
જો કોઉ ભજન કરત નિરંતર તાતે ડરપત હે યમકાલ ,
વ્રજપતિ કી અતિ પ્યારી કાલિંદી સુમરત હોત નિહાલ (૨)

શ્રી યમુનાજીના પિતાજી સૂર્યનારાયણ અને સંજ્ઞાદેવી એમના માતાજી. યમરાજ ઘર્મરાજ તેમના મોટાભાઈ. સાક્ષાત પૂર્ણપુરુષોત્મ તેમના સ્વામી. જે જીવો શ્રી યમુનાજીની વિઘિપૂર્વક સેવા કરે છે તેઓને શ્રી યમુનાજી પોતાના બનાવે છે. શ્રી યમુનાજી પ્રત્યેક જીવોના અનુરાગથી પ્રસ્સન થઈ પ્રભુ પણ આ જીવો સ્નેહ કરવા લાગે છે. પ્રભુના ભાવાત્મક સ્વરૂપ રસનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી જ થાય છે. દરરોજ નિયમપૂર્વક આંનદથી અને ભાવથી શ્રી યમુનાષ્ટક અને શ્રી યમુનાજીના ૪૧ પદોના પાઠ શ્રી ઠકુરાણી ઘાટ પર બેઠા છીએ એવી ભાવના સાથે શ્રી યમુનાજીના સ્વરૂપં ચિંતન કરતા કરવા. શ્રી યમુનાજીના જળના પાનથી આપણા દેહ, ઈન્દ્રીય, પ્રાણ આદિ સર્વને પ્રભુના સાક્ષાત અંગરસનું અલૌકિક સુખ મળે છે. કારતક સુદ બીજ એટલે ભાઈબીજ. ચૈત્ર સુદ છઠ એેટલે શ્રી યમુનાજીનો ઉત્સવ. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ એટલે ચૈત્રી નવરાત્ર અને ગણગોર તથા આસો સુદ એકમથી આસો સુદ નોમ એટલે નવરાત્રિ. આ દિવસોમાં જેટલા બને એટલા શ્રી યમુનાષ્ટકના પાઠ કરવા.

ધાર્મિક, અધ્યાત્મિક ને ઐતિહાસિક માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ…

 

ટીપ્પણી