IAS બનવા માંગતી હતી આ ખુબસુરત અભિનેત્રી, આવી રીતે થઈ બોલિવૂડમાં એન્ટ્રી

બોલિવૂડ સ્ટાર્સ ચાહકો માટે પ્રેરણારૂપ હોય છે. ચાહકોને લાગે છે કે સ્ટારડમ પ્રાપ્ત કરનારા સીતારાઓનું દરેક સ્વપ્ન પૂર્ણ થાય છે. પરંતુ એવું નથી હોતુ. ફિલ્મ ઉદ્યોગમાં ભલે સ્ટાર્સ તેમના મોટા મોટા સપના પુરા કરવા આવે છે અને કેટલાક પૂર્ણ કરી પણ લે છે, તેમ છતાં તેમની ઘણી ઇચ્છાઓ હોય છે જે તેઓ ક્યારેય પૂર્ણ કરી શકતા નથી.

image source

જોકે એવા ઘણા સ્ટાર્સ છે જેમણે અભિનય કરતા પહેલા ઘણા સપના જોયા હતા પરંતુ કોઈ કારણોસર તે પુરા ન થઈ શક્યા. આવા સ્ટાર્સમાં યામી ગૌતમ પણ એક છે. જેમણે જોયેલુ એક સ્વપ્ન તે પુરૂ કરી શકી નથી. તો આવો જાણીએ કે યામી ગૌતમની કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ.

યામીના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મોના ડિરેક્ટર છે

image source

તમે તમારી જિંદગીમાં ઘણા લોકોને એવુ કહેતા શાંભળ્યા હશે કે તેઓ આઈએએસ અધિકારી બનવા માંગે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડ અભિનેત્રી યામીનું પણ આવું જ એક સ્વપ્ન હતું. યામી આઈએએસ અધિકારી બનવા માંગતી હતી, પરંતુ તેની કિસ્મતમાં કઈક બીજુ જ લખાયેલુ હતું.

image source

યામીની પર્સનલ લાઇફ પણ ફિલ્મી છે. આજે 28 નવેમ્બરના રોજ યામી ગૌતમ તેનો 31 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ 28 નવેમ્બર 1988 ના રોજ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો. યામીના પિતા મુકેશ ગૌતમ પંજાબી ફિલ્મોના ડિરેક્ટર છે. તેની માતાનું નામ અંજલિ ગૌતમ છે.

પાવર કટ’ ફિલ્મથી પંજાબી ફિલ્મમાં ડેબ્યુ કર્યું

image source

યામીની એક બહેન પણ છે, જેનું નામ સુરીલી ગૌતમ છે. સુરીલી પંજાબી ફિલ્મોમાં અભિનેત્રી છે. તેમણે ‘પાવર કટ’ ફિલ્મથી પંજાબી ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતુ. આજે તે ત્યાંની જાણીતી એક્ટ્રેસ બની ગઈ છે. યામી ગૌતમને નાનપણથી આઈએએસ બનવાનું સપનુ જોતી હતી. આ સ્વપ્ન તેના પિતાનું પણ હતું, તેથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે લો ઓનર્સ પસંદ કર્યું, જેથી તે આઈ.એ.એસ. જોઈન કરી શકે પરંતુ આ અભ્યાસ દરમિયાન તેને અભિનયની ઓફર મળવા લાગી.

યામીએ હિંદીની સાથે સાથે કન્નડ સિનેમામાં પણ કામ કર્યું છે

image source

યામીએ હિંદીની સાથે સાથે કન્નડ સિનેમામાં પણ કામ કર્યું છે. તેમણે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કન્નડ ભાષાની ફિલ્મ ઉલ્લાસા ઉત્સાહાથી કરી હતી. આ સિવાય યામી પંજાબી, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

નાના પડદાથી કરી હતી એક્ટિંગની શરૂઆત

image source

આમ તો યામીને તેની ફિલ્મો માટે ઓળખવામાં આવે છે, પરંતુ તેણે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત નાના પડદાથી કરી હતી. તેણે સીરિયલ ‘ચાંદ કે પાર ચલો’ માં કામ કર્યું હતું. આ પછી તેણે સિરીયલ ‘રાજકુમાર આર્યન’ માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. કલર ચેનલ પર આવતી સીરીયલ ‘યે પ્યાર ના હોગા કામ’ દ્વારા યામી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મેળવી હતી. આ સિવાય યામી રિયાલિટી શો ‘મીઠી છુરી નંબર વન’ અને ‘કિચન ચેમ્પિયન સીઝન 1’ નો પણ ભાગ રહી ચૂકી છે.

ફેર અને લવલી ગર્લના નામથી ઓળખાય છે યામી

image source

રસપ્રદ વાત એ છે કે, ફિલ્મો અને સિરિયલોમાં કામ કરનારી યામીને કોઈ ફિલ્મથી નહીં પરંતુ એક ટેલિવિઝનની જાહેરાતને કારણે ઘરે ઘરે ઓળખ મળી હતી. યામી લાંબા સમયથી ફેર એન્ડ લવલી ક્રીમનો ચહેરો છે. યામીને આ બ્યુટી ક્રીમ એડને કારણે સોશિયલ મીડિયા પર પણ અનેક ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તેની ઓળખ ફેર અને લવલી ગર્લના નામથી થાય છે.

યામી હાલમાં ભૂત પોલીસ માટે શૂટિંગ કરી રહી છે

image source

જણાવી દઈએ કે આ દિવસોમાં યામી ગૌતમ હિમાચલમાં ફિલ્મ ભૂત પોલીસ માટે શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળશે. યામી છેલ્લે નેટફ્લિક્સની ફિલ્મ ગિન્ની વેડ્સ સનીમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ