ભગવાને આ છોકરીની આંખોમાં આપી છે કુદરતી શક્તિ, જાણો અનેક વિશેષતાઓ વિશે

ક્યારેક કોઈ અકસ્માતે કે ભૂલે ચુકે લાપસી જવાથી આપણા શરીરના આંતરિક ભાગોમાં નુકશાન થાય છે.

image source

આવી પરિસ્તિથીમાં ડોક્ટર ચોક્કસ નિદાન થઇ શકે તે માટે આપણને સીટી સ્કેન, અલ્ટ્રા સાઉન્ડ, કે એક્સ-રે રિપોર્ટ કરાવવાની સલાહ આપે છે.

image source

તે પૈકી એક્સ-રે એક એવો રિપોર્ટ હોય છે જેના વડે ડોક્ટર એ શોધી શકે ચહેંકે તમારા અંદર ક્યાં હાડકાને કેવું અને કેટલું નુકશાન થયું છે. એક્સ-રે આપણી ત્વચાની તસ્વીર નથી લેતું પણ ત્વચાની નીચે રહેલા હાડકાની તસ્વીર ખેંચે છે. આ તો થઇ એક્સ-રે ની વાત.

image source

પરંતુ શું એવું પણ થઇ શકે કે માણસ પોતાની આંખો વડે જ ત્વચાની નીચેના હાડકાને જોઈ શકે કે તેને કેટલું નુકશાન થયું છે. તમે કહેશો કે આવું તે કઈં થતું હશે. આવું તો કલ્પનામાં જ થાય. પણ અમે આજે તમને એવી હકીકત જણાવવાના છીએ કે તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

image source

જી હા, આ દુનિયામાં એક છોકરી એવી પણ છે જેની આંખો અદલો – અદ્દલ એક્સ – રેની જેમ જ કામ કરે છે. આ છોકરીનું નામ નતાશા ડેમકીના છે અને તે રશિયા દેશની વતની છે.

આ છોકરીને લોકો હાલતું ચાલતું એક્સ-રે મશીન પણ કહે છે અને તેનું કારણ છે તેની આંખોમાં રહેલી અદભુત શક્તિ. જે કોઈ નતાશાની આ ખૂબી વિષે પહેલીવાર જાણે છે તે હેરાન રહી જાય છે. એટલું જ નહિ નતાશાની આ શક્તિ વિષે જાણવા મથી રહ્યા છે.

image source

નતાશાની આંખોમાં ખૂબી એ છે કે તે કોઈપણ વ્યક્તિના હાડકાને પોતાની સીધી આંખોથી જ જોઈ શકે છે અને તેમાં થયેલા નુકશાન વિષે પણ જાણી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે નતાશાએ અત્યાર સુધી ઘણા કેસમાં પોતાની આંખો વડે નિદાન કર્યું છે.

image source

આશ્ચર્યની વાત એ છે કે નતાશાએ જે દર્દીઓના પોતાની આંખો વડે એક્સ-રે કર્યો એ દર્દીઓએ જયારે પોતાનો કાયદેસરનો એક્સ-રે રીર્પોર્ટ કઢાવ્યો ત્યારે તે બિલકુલ એ મુજબનો જ હતો જે મુજબ નતાશાએ કહ્યું હતું.

image source

જો કે જેટલા સમયમાં એક્સ-રે રિપોર્ટ પ્રિન્ટ થઈને હાથમાં આવી જાય નતાશાને હાડકાનું નિદાન કરવામાં એનાથી વધુ સમય લાગે છે અલબત્ત તેણે કહેલી વાત અસલ એક્સ-રે રિપોર્ટ સાથે બિલકુલ મેચ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ