WTC એટેક માં જે લોકો બચી ગયેલા, એ કોણ હતા અને શા માટે બચ્યા ? – સમજવા જેવું !

૧૧ સપ્ટેમ્બરે અમેરિકાના ટ્વીન ટાવર્સ પર હુમલો થયો. એ પછી ત્યાંની એક કંપની સંપૂર્ણપણે તહેસનહેસ થઇ ગઈ હતી. તે કંપનીના બાકી રહેલા સભ્યોને, બીજી એક કંપનીએ પોતાને ત્યાં ઓફિસમાં જગ્યા હોવાથી આમંત્રણ આપ્યું.

એક સવારે તેઓ સહુ ભેગા થયાં. ત્યાંના મુખ્ય સુરક્ષા અધિકારીએ, હુમલામાંથી આકસ્મિક રીતે બચી ગયેલાં અમુક લોકોની વાત કહી. આ બધી વાતો આમ તો દેખીતી રીતે ખૂબ નાની ઘટનાઓ હતી. આવો, જોઈએ શું બન્યું હતું…


તે કંપનીના સર્વોચ્ચ હોદ્દેદારને તે દિવસે પોતાના બાળકની નવી સ્કૂલને લીધે મોડું થયું. બીજો એક જણ એટલા માટે જીવંત હતો કેમકે તે નાસ્તો લેવા રોકાયો હતો. એક મહિલાની એલાર્મ ઘડિયાળ અટકી ગઈ હોવાથી તે સવારે સમયસર નીકળી ન શકી.

વળી, એક વ્યક્તિ ન્યુજર્સી પાસે થયેલા અકસ્માતને લીધે ત્યાં જ અટકી ગઈ. કોઈકે બસ પકડવામાં વાર લગાડી તો બીજા એક જણે કપડાં પર ખાવાનું ઢોળતાં તેને કપડાં બદલવા ફરજ પડી.કોઈની કાર બંધ પડી તો કોઈ છેલ્લી મિનીટે આવેલા ફોનને ઉપાડવા રોકાયું. એકાદ જણ પોતાના નાના બાળકને લીધે મોડું નીકળ્યું તો એકાદને ટેક્સી ન મળી.


આ બધામાં સૌથી અલગ બનાવ હતો એક સજ્જનનો. તે જ દિવસે તેમને પોતાના નવા શૂઝ પહેર્યા. નવા શૂઝને લીધે તેમને પગમાં ઘાવ થયો. ઘાવ પર લગાડવાની પટ્ટી લેવા તેઓ દવાની દુકાને ગયા. જો એ પટ્ટી લેવા ન રોકાયા હોત તો આજે કદાચ તેઓ હયાત ન હોત.


આથી હવે હું જયારે પણ ટ્રાફિકમાં અટવાઈ જાઉં છું, મને લિફ્ટ મળતાં વાર લાગે છે કે કોઈના ફોનને જવાબ આપવા રોકાઉં છું, ત્યારે વિચારું છું કે જે ઘટનાઓ મને અકળાવતી કે પજવતી લાગે છે, બની જાય કે એ જ ઘટનાઓને લીધે ઈશ્વરે મને પળભર માટે ત્યાં જ રોકી રાખ્યો હોય.


હવેથી જયારે પણ તમને લાગે કે તમારી સવારની શરૂઆત ખોટી થઇ છે, બાળકો તૈયાર થવામાં વાર લગાડે છે, તમને કારની ચાવી જડતી નથી, દરેક જગ્યા પર સિગ્નલ નડે છે ..ત્યારે મગજ ન ગુમાવશો. અને જરાવાર થંભીને વિચારજો-ઈશ્વરની નજર તમારા પર છે.


હું તો ઈચ્છું કે દેખીતી રીતે અકળાવતી આ ક્ષણો ઈશ્વર દરેકને અર્પે..કેમકે તેની પાછળનો આશય કદાચ તમારો બચાવ હોઈ શકે છે. ઈશ્વરની રચના કૈક જુદી જ છે,માટે કોઈ પણ અવરોધ પાછળ તેનો કોઈને કોઈ ઉદ્દેશ જરૂર હોય છે.

લેખક : રૂપલ વસાવડા (બેંગ્લોર)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ!


– તમારો જેંતીલાલ